કિંંગ કોહલી / ભારતને શ્રેણીબદ્ધ સીરિઝ જીતાડનાર કેપ્ટન કોહલી બેંગ્લોરને આઈપીએલ ટ્રોફી અપાવી શક્યો નથી

divyabhaskar.com

Mar 15, 2019, 06:41 PM IST
2016માં કોહલીએ 152.03ની સ્ટ્રાઈક રેટ 973 રન કર્યા હતા. તેણે આ દરમિયાન 4 સદી ફટકારી બેંગ્લોરને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું
2016માં કોહલીએ 152.03ની સ્ટ્રાઈક રેટ 973 રન કર્યા હતા. તેણે આ દરમિયાન 4 સદી ફટકારી બેંગ્લોરને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું

 • વિરાટ કોહલી 19 વર્ષનો હતો જયારે તે પ્રથમ વાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડ્રેસિંગરૂમમાં પ્રવેશ્યો હતો
 • 11 વર્ષ પછી તે વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, તેની IPLમાં ક્યારેય હરાજી નથી થઇ
 • 2016ની સિઝનમાં કોહલીએ 4 સદી ફટકારવા સાથે 973 રન કર્યા હતા
 • 2018માં બેંગ્લોરે કોહલીને 17 કરોડમાં રિટેન કરતા તે IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: 2008ના સમરમાં 19 વર્ષનો ગોળમટોળ દિલ્હીનો યુવા ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કેવું પ્રદર્શન કરી રહ્યો છે તેમાં કોઈને રસ નહોતો, કારણ કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને વિરેન્દ્ર સહેવાગ એક-બીજા સામે રમવાના હતા. વીવીએસ લક્ષ્મણ એડમ ગિલક્રિસ્ટ સાથે રમવાનો હતો તો હરભજનસિંહ એમએસ ધોનીને બોલિંગ કરવાનો હતો.

અનકેપ્ડ કોહલીને બેંગ્લોરે 30 હજાર યુએસ ડોલરમાં ખરીદ્યો હતો. તેની ઓક્શનમાં હરાજી થઇ ન હતી. 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ટીમ સિલેક્શનની ખૂબ નિંદા થઇ હતી. ટી20 ક્રિકેટમાં તેમણે ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજોને લીધા હતા, પરંતુ તેમની થિન્ક-ટેન્કમાં જેણે પણ થોડા મહિના પહેલા ભારતને વર્લ્ડકપ જીતાડનાર કોહલીને લેવાનો નિર્ણય કર્યો તે માસ્ટરસ્ટ્રોક પુરવાર થયો હતો.

એક સિઝનમાં 4 સદી ફટકારનાર એક માત્ર બેટ્સમેન

 • 2008ની સિઝનમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે 13 મેચમાં 15ની એવરેજથી 165 રન જ કર્યા હતા. 2009 સુધીમાં કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટર બની ગયો હતો. તેણે IPLની બીજી સિઝનની 16 મેચમાં 1 અર્ધસદી ફટકારતા 246 રન કર્યા હતા.
 • 2010માં કોહલી વધુ કોન્ફિડન્સ સાથે મેદાને ઉતર્યો હતો અને તેણે 16 મેચમાં 307 રન કર્યા હતા. તેણે પોતાની રમતની ઝડપમાં પણ સુધારો કર્યો હતો. 2011માં વર્લ્ડકપમાં સારું યોગદાન આપ્યા પછી કોહલી IPLમાં પહેલી વાર સરખી રીતે ચમક્યો હતો. તેણે 16 મેચમાં ચાર અર્ધસદી સાથે 557 રન કર્યા હતા. RCBએ 2008માં અનકેપ્ડ પ્લેયર ઉપર રમેલો જુગાર હવે ફળી રહ્યો હતો.
 • 2012ની સિઝન કોહલીના સ્ટાન્ડર્ડ પ્રમાણે નિરાશાજનક રહી હતી. તેણે માત્ર 111.65ની સ્ટ્રાઇક રેટ 364 રન કર્યા હતા. આ તે સમય હતો જયારે કોહલીને રિયલાઈઝ થયું હતું કે તેણે ફિટનેસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તેણે પોતાનું રૂટિન ચેન્જ કર્યુ અને ફિઝિક ઉપર ગેમ કરતા વધુ ધ્યાન આપ્યું હતું.
 • 2013નું વર્ષ કોહલી માટે “ડ્રિમ કમ ટ્રુ” જેવું હતું. તેને બેંગ્લોરનો કેપ્ટ્ન બનાવવામાં આવ્યો હતો. તેણે 16 મેચમાં 6 અર્ધસદી સાથે 634 રન કર્યા હતા. તે 99 રને રનઆઉટ થતા સદી ફટકારતા ચૂક્યો હતો. 2014ની સિઝન કોહલી માટે સાધારણ રહી હતી. તેણે 359 રન કર્યા હતા. થોડા મહિના પછી ઇંગ્લેન્ડની ટૂરમાં તેણે 10 ટેસ્ટમાં માત્ર 134 રન કર્યા હતા. જોકે તે પછી ઓસ્ટ્રેલિયામાં 4 સદી ફટકારી પાછો ફોર્મમાં આવ્યો હતો.
 • 2015માં કોહલીએ IPLમાં ત્રીજી વાર 500 રનનો આંક વટાવ્યો હતો. તેણે 505 રન કર્યા હતા. જોકે 2016માં કોહલીએ 2015ના પ્રદર્શનને સાધારણ સાબિત કર્યું હતું. આ વખતે તેણે 152.03ની સ્ટ્રાઈક રેટ 973 રન કર્યા હતા. તેણે 4 સદી ફટકારી હતી અને બેંગ્લોરને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું, જોકે તેઓ રનરઅપ રહ્યાં હતાં. વિરાટ બેંગ્લોરને આઈપીએલ ટ્રોફી જીતાડી શક્યો નહોતો.
 • 2017માં કોહલીએ ઇજાના લીધે 4 મેચ ગુમાવી હતી. બાકીની 10 મેચમાં તેણે 308 રન કર્યા હતા. 3 સિઝનમાં ચેમ્પિયન ન બનાવી શક્યો હોવા છતાં બેંગ્લોરે તેને કેપ્ટ્ન તરીકે જાળવી રાખ્યો હતો. 2018માં બેંગ્લોરે તેને 17 કરોડમાં રિટેન કરતા તે IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેણે 14 મેચમાં 4 અર્ધસદીની મદદથી 530 રન કર્યા હતા. કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટને IPLમાં કઈ હાંસિલ કરવાનું બાકી હોય તો તે ટાઇટલ છે. IPL પછી તરત જ વર્લ્ડકપ રમવાનો હોવાથી વિરાટ ચેમ્પિયન બનવાનું ડ્રેસ રિહર્સલ કરવા માટે તત્પર હશે.

ભારતને અનેક સીરિઝ જીતાડનાર કોહલી બેંગ્લોરને આઈપીએલ ટ્રોફી જીતાડી શક્યો નથી

વિરાટ કોહલીએ ભારતના કેપ્ટ્ન તરીકે અનેક ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ભારત છેલ્લા 2 વર્ષથી ટેસ્ટ રેન્કિંગમાં વર્લ્ડ નંબર 1 છે. કોહલીની કપ્તાનીમાં ભારતે પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે સીરિઝ જીતી હતી. કોહલીએ 67 વનડેમાં કપ્તાની કરી છે. ભારતે તેમાંથી 75%, 49 મેચ જીતી છે. 50 કરતા વધુ મેચમાં કપ્તાની કરનાર ખેલાડીઓ કોઈનું વિન પર્સન્ટેજ આટલું નથી. ભારતે ઇંગ્લેન્ડ સિવાય તમામ જગ્યાએ તેની અંડર વનડે સીરિઝ જીતી છે, અને આગામી વર્લ્ડકપમાં ફેવરિટ તરીકે મેદાને ઉતરશે. અલબત્ત કોહલી બેંગ્લોરને ક્યારેય IPL જીતાડી શક્યો નથી.

મેદાન બહાર પણ ચર્ચામાં રહ્યો છે

 • એડવર્ટાઈઝમેન્ટમાં અને અવાર-નવાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આજની યુવા પેઢીને વિરાટ-અનુષ્કા કપલ ગોલ્સ આપ્યા કરે છે. તેઓ દરેક પ્રકારના ટ્રોલ સામે હંમેશાં એક-બીજાને સપોર્ટ કરતા આવ્યા છે. પરંતુ 2015ની IPLમાં વિરાટે તેની ગર્લફ્રેન્ડ અનુષ્કાને પેવેલિયનમાં બોલાવીને BCCI કોડ ઓફ કંડક્ટ તોડ્યો હતો.
 • BCCIના નિયમ પ્રમાણે ખેલાડી કે BCCI અને ICCના મેચ ઓફિશિયલ્સ (જેમણે કાર્ડ પહેર્યું હોય) તેમના સિવાય કોઈ પણ પેવેલિયનમાં પ્રવેશ કરી શકશે નહીં. આ બનાવ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની મેચ વખતે બન્યો હતો, જે વરસાદના લીધે રદ થઇ હતી. જોકે બોર્ડે કોહલીને વોર્નિંગ આપીને છોડી દીધો હતો.
X
2016માં કોહલીએ 152.03ની સ્ટ્રાઈક રેટ 973 રન કર્યા હતા. તેણે આ દરમિયાન 4 સદી ફટકારી બેંગ્લોરને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું2016માં કોહલીએ 152.03ની સ્ટ્રાઈક રેટ 973 રન કર્યા હતા. તેણે આ દરમિયાન 4 સદી ફટકારી બેંગ્લોરને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી