IPL 2019 / ક્વોલિફાયર-1માં આજે CSK v/s MI, DivyaBhaskar app પર જુઓ વિશેષ કવરેજ

  • સાંજે 7.30થી મેચનું જીવંત પ્રસારણ, જીતનારી ટીમ ફાઈનલમાં, હારનારી ટીમ ક્વોલિફાયર-2માં તક મેળવશે
  • મેચ પહેલાં સાંજે 6 વાગ્યે DivyaBhaskar ફેસબુક પેજ પર મેચ વિશે રસપ્રદ ચર્ચા

divyabhaskar.com

May 07, 2019, 07:33 PM IST

બોલ ટૂ બોલ રનિંગ ટેક્સ્ટ કોમેન્ટ્રી જાણવા અહીં ક્લિક કરો

અમદાવાદઃ ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)ની 12મી સિઝનની પહેલી ક્વોલિફાયર મેચ મંગળવારે સાંજે 7.30 વાગ્યાથી ચેન્નાઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. લિગ મેચમાં ટોચના સ્થાને રહેલી બંને ટીમ ચેન્નાઈ સુપર કિંગ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચ ભારે દિલધડક બનવા અંગે ક્રિકેટરસિકોમાં ઉત્સુકતા છે. DivyaBhaskar app પણ IPLના પ્લેઓફ રાઉન્ડને પૂરી સજ્જતાથી વાચકો સુધી પહોંચાડશે.

MIનો પ્લસ પોઈન્ટ
IPLની તમામ 12 સિઝનમાં 6 વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ નીવડેલી મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી તાકાત તેનો બેટિંગ ઓર્ડર અને પેસ બોલિંગ છે. કેપ્ટન રોહિત શર્માએ સમયસર ફોર્મ પરત મેળવી લીધું હોવાથી ઓપનિંગ વધુ મજબૂત બન્યું છે. એ જ રીતે પેસ બોલિંગમાં લસિથ મલિંગા અને જસપ્રિત બુમરાહ હરીફ ટીમના રન રોકવા ઉપરાંત વિકેટ લેવામાં પણ માહેર સાબિત થઈ ચૂક્યા છે.

MIનો માઈનસ પોઈન્ટ
ગેમ ચેન્જર બની શકે તેવાં બે ખેલાડી કિરોન પોલાર્ડ અને કુણાલ પંડ્યા હજુ નોંધપાત્ર પરફોર્મન્સ આપી શક્યા નથી. પોલાર્ડ 83 રનની એક ઈનિંગને બાદ કરતાં મોટાભાગે નિષ્ફળ રહ્યો છે. એ જ રીતે, ઓલરાઉન્ડર કુણાલ સ્પિનર તરીકે ખાસ વિકેટ મેળવી શક્યો નથી. બેટ્સમેન તરીકે પણ ટોપ સ્કોરર લિસ્ટમાં તેનો ક્રમ 40મો છે.

CSKનો પ્લસ પોઈન્ટ
સુપરકિંગની સૌથી મોટી તાકાત તેનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. ઠંડા કલેજે ગમે તેવી વિપરિત સ્થિતિમાં પણ ટીમનું નેતૃત્વ કરી જાણતો ધોની વિકેટકિપર અને બેટ્સમેન તરીકે પણ ગેમચેન્જર બનતો રહે છે. એ સિવાય સ્પિન એટેક એ CSKનો પ્લસ પોઈન્ટ છે. ઈમરાન તાહિર, જાડેજા અને હરભજને આ સિઝનમાં કુલ 47 વિકેટ ઝડપી છે.

CSKનો માઈનસ પોઈન્ટ
નબળી પેસ બોલિંગ અને એટલી જ નબળી ફિલ્ડિંગ એ સુપરકિંગની કમજોરી છે. મોટો સ્કોર કરીને ફિલ્ડિંગની કમજોરી ઢાંકી શકાય છે પરંતુ સ્પિનર ધોવાય ત્યારે પેસ બોલિંગ પણ નબળી પડે એ બાબત સુપરકિંગ માટે ચિંતાજનક બની શકે છે.

DivyaBhsakar App પર ડિટેઈલ્ડ કવરેજ
ત્રણેય ક્વોલિફાયર મેચ અને ફાઈનલ મેચ માટે દર્શકોને વિગતપ્રચૂર અને રસપ્રદ કવરેજ આપવા અમે ખાસ આયોજન કર્યું છે. એ મુજબ દરરોજ મેચ પહેલાં સાંજે 6 વાગ્યે Divya Bhaskarના ફેસબુક પેજ પર ક્રિકેટ એક્સપર્ટ્સ સાથે મેચ વિશેની માહિતીસભર ચર્ચા જોવા મળશે. સ્કોરિંગ અપડેટ્સ ઉપરાંત બોલ ટૂ બોલ રનિંગ કોમેન્ટ્રી પણ દિવ્ય ભાસ્કરના વાચકો વેબ, મોબાઈલ એપ્લિકેશન પર માણી શકશે. એ ઉપરાંત પ્રત્યેક ઓવરના અંતે રસાળ શૈલીમાં ઓવર સમરી પણ આપવામાં આવશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી