IPL મેચ-32 / કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 12 રને હરાવ્યું, ઓલરાઉન્ડ દેખાવ કરનાર અશ્વિન મેન ઓફ ધ મેચ બન્યો

divyabhaskar.com

Apr 16, 2019, 11:55 PM IST
IPL match 32 kings XI punjab vs rajasthan royals
IPL match 32 kings XI punjab vs rajasthan royals
IPL match 32 kings XI punjab vs rajasthan royals
IPL match 32 kings XI punjab vs rajasthan royals

  • પંજાબે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 182 રન કર્યા, લોકેશ રાહુલે 52 રને કર્યા, આર્ચરે 3 વિકેટ ઝડપી 
  • અશ્વિને અંતિમ 2 બોલમાં સિક્સ ફટકારતા 4 બોલમાં 17* રન કર્યા
  • જવાબમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન કર્યા 
  • રાહુલ ત્રિપાઠીની 45 બોલમાં 50 રનની ઇનિંગ્સ રોયલ્સને મોંઘી પડી, અંતમાં બિન્નીએ 11 બોલમાં 33* રન કર્યા 
  • પંજાબ માટે અર્ષદીપ સિંહ, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી


સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 32મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબરાજસ્થાન રોયલ્સને 12 રને હરાવ્યું છે. 183 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન જ કરી શક્યું હતું. રોયલ્સ માટે રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 50 રન કર્યા હતા. પરંતુ તેણે આ માટે 45 બોલ લીધા હતા. તે સિવાય સંજુ સેમસન, અજિંક્ય રહાણે અને જોસ બટલરે અનુક્રમે 27, 26 અને 23 રન કર્યા હતા. જોકે તેઓ તે સ્ટાર્ટને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા સ્ટુર્ટ બિન્નીએ 11 બોલમાં 33* રન કર્યા હતા, પરંતુ ત્યાર સુધીમાં રનરેટ રાજસ્થાનની પહોંચથી દૂર થઇ ગઈ હતી. પંજાબ માટે અર્ષદીપ સિંહ, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી, જયારે એમ અશ્વિને 1 વિકેટ લીધી હતી.

રાજસ્થાને 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 89 રન કર્યા

183 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 89 રન કર્યા છે. સંજુ સેમસન 22 રને અને રાહુલ ત્રિપાઠી 36 રને રમી રહ્યા છે.

રાજસ્થાને 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 51 રન કર્યા

183 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 51 રન કર્યા છે. સંજુ સેમસન 1 રને અને રાહુલ ત્રિપાઠી 19 રને રમી રહ્યા છે. જોસ બટલર અર્ષદીપસિંહની બોલિંગમાં કીપર નિકોલસ પૂરનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 17 બોલમાં 23 રન કર્યા હતા.

પંજાબે પ્રથમ દાવમાં 182 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 182 રન કર્યા છે. પંજાબ માટે લોકેશ રાહુલે સર્વાધિક 52 રન કર્યા હતા,પરંતુ તેણે આ માટે 47 બોલ લીધા હતા. તેના સિવાય ડેવિડ મિલરે 40 રન, ક્રિસ ગેલે 30 રન અને મયંક અગ્રવાલે 26 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા અશ્વિન અંતિમ 2 બોલમાં 2 સિક્સ ફટકારી કુલ 4 બોલમાં 17 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે 3 વિકેટ, જયારે ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને ઈશ સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.

પંજાબે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 136 રન કર્યા

પંજાબે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 75 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 75 રન કર્યા છે. ડેવિડ મિલર 2 રને અને લોકેશ રાહુલ 13 રને રમી રહ્યા છે. મયંક અગ્રવાલ ઈશ સોઢીની બોલિંગમાં લોન્ગ-ઓન પર જોફરા આર્ચર દ્વારા કેચ આઉટ થયો હતો. મયંકે 12 બોલમાં 26 રન કર્યા હતા. તે પહેલા ક્રિસ ગેલ 22 બોલમાં 30 રન કરીને જોફર આર્ચરની બોલિંગમાં કીપર સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો હતો.

પંજાબે 5 ઓવરમાં વિના વિકેટે 34 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. ક્રિસ ગેલ 30 રને અને લોકેશ રાહુલ 4 રને રમી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 32મી મેચમાં રાજસ્થાન રોયલના કેપ્ટ્ન અજિંક્ય રહાણેએ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પંજાબની ટીમમાં અર્ષદીપસિંહ અને ડેવિડ મિલર સેમ કરન અને સરફરાઝ ખાનની જગ્યાએ રમી રહ્યા છે. જયારે રાજસ્થાનની ટીમમાં એષટોન ટર્નર, ઈશ સોઢી અને સ્ટુઅર્ટ બિન્ની, સ્ટીવ સ્મિથ અને કે ગૌથમની જગ્યાએ રમી રહ્યા છે.

કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, નિકોલસ પૂરન(વિકેટકીપર), મંદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન(કેપ્ટ્ન), મુજિબ ઉર રહેમાન, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન અને અર્ષદીપસિંહ

રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), જોસ બટલર, સંજૂ સેમસન, રાહુલ ત્રિપાઠી, એષટોન ટર્નર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, ધવલ કુલકર્ણી અને ઈશ સોઢી



X
IPL match 32 kings XI punjab vs rajasthan royals
IPL match 32 kings XI punjab vs rajasthan royals
IPL match 32 kings XI punjab vs rajasthan royals
IPL match 32 kings XI punjab vs rajasthan royals
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી