IPL મેચ-27 / બટલરના 89 રનની સહાયથી રાજસ્થાને મુંબઈને 4 વિકેટે હરાવ્યું, સિઝનની બીજી મેચ જીતી

ipl match 27 mi vs rr
ipl match 27 mi vs rr
ipl match 27 mi vs rr
ipl match 27 mi vs rr

  • મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવી 187 રન કર્યા
  • ક્વિન્ટન ડી કોકે 52 બોલમાં 81 રન અને રોહિત શર્માએ 32 બોલમાં 47 રન કર્યા હતા, રોયલ્સ માટે જોફરા આર્ચરે 3 વિકેટ ઝડપી
  • જવાબમાં રોયલ્સે 3 બોલ બાકી રાખીને સિઝનની બીજી મેચ જીતી 
  • જોસ બટલરે 43 બોલમાં 89 અને રહાણેએ 21 બોલમાં 37 રન કરીને મહત્વનું યોગદાન આપ્યું, મુંબઈ માટે કૃણાલે 3 વિકેટ લીધી

divyabhaskar.com

Apr 13, 2019, 08:16 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 188 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીન 188 રન કરીને 4 વિકેટે મેચ જીતી હતી. રોયલ્સ માટે ઓપનર્સ જોસ બટલર અને અજિંક્ય રહાણેશાનદાર શરૂઆત અપાવતા 6.2 ઓવરમાં 60 રન કર્યા હતા. બટલર 11 રન માટે સદી ચૂકી ગયો હતો. તેણે 43 બોલમાં 8 ચોક્કા અને 7 છગ્ગાની મદદથી 89 રન કર્યા હતા. જયારે રહાણેએ પણ 21 બોલમાં 37 રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ માટે કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. અંતમાં રાજસ્થાને 27 રનમાં 5 વિકેટ ગુમાવી દેતા કટોકટી ઉભી થઈ હતી, જોકે શ્રેયસ ગોપાલે 7 બોલમાં 13 રન કરીને તેમના માટે લાઈન ક્રોસ કરી હતી.

રાજસ્થાને 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 158 રન કર્યા

188 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 15 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 158 રન કર્યા છે. સંજુ સેમસન 25 રને અને સ્ટીવ સ્મિથ 4 રને રમી રહ્યા છે. જોસ બટલર રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓફ પર સુર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો. બટલરે 43 બોલમાં 7 ચોક્કા અને 7 છગ્ગાની મદદથી 89 રન કર્યા હતા.

રાજસ્થાને 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 100 રન કર્યા

188 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 100 રન કર્યા છે. સંજુ સેમસન 10 રને અને જોસ બટલર 50 રને રમી રહ્યા છે. અજિંક્ય રહાણે કૃણાલ પંડ્યાની બોલિંગમાં ડીપ-મીડ વિકેટ પર સુર્યકુમાર દ્વારા કેચ આઉટ થયો હતો. રહાણેએ 21 બોલમાં 6 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા.

રાજસ્થાને 5 ઓવરમાં વિના વિકેટે 49 રન કર્યા

188 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવીને 49 રન કર્યા છે. અજિંક્ય રહાણે 32 રને અને જોસ બટલર 16 રને રમી રહ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ દાવમાં 187 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 187 રન કર્યા છે. તેમના માટે ઓપનર્સ ક્વિન્ટન ડી કોક અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 10.5 ઓવરમાં 96 રન જોડ્યા હતા. ડી કોકે 52 બોલમાં 6 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 81 રન કર્યા હતા. તેનો પૂરતો સાથ આપતા રોહિત શર્માએ પણ 32 બોલમાં 47 રન કર્યા હતા. છેલ્લે હાર્દિક પંડ્યાએ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા 11 બોલમાં 3 છગ્ગા અને 1 ચોક્કાની મદદથી અણનમ 28 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે જોફર આર્ચરે 3 વિકેટ જયારે ધવલ કુલકર્ણી અને જયદેવ ઉનડકટે 1-1 વિકેટ લીધી હતી.

મુંબઈએ 15 ઓવરમાં 2 વિકેટે 126 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 15 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 126 રન કર્યા છે. કાયરન પોલાર્ડ 3 રને અને ક્વિન્ટન ડી કોક 60 રને રમી રહ્યા છે. ડી કોકે આઇપીએલમાં પોતાની આઠમી ફિફટી ફટકારી છે. સુર્યકુમાર 10 બોલમાં 16 રન કરીને ધવલ કુલકર્ણીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા રોહિત શર્મા જોફરા આર્ચરની બોલિંગમાં લોન્ગ-ઓન પર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 32 બોલમાં 6 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 47 રન કર્યા હતા.

મુંબઈએ 10 ઓવરમાં વિના વિકેટે 92 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 92 રન કર્યા છે. રોહિત શર્મા 45 રને અને ક્વિન્ટન ડી કોક 47 રને રમી રહ્યા છે.

મુંબઈએ 5 ઓવરમાં વિના વિકેટે 53 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 53 રન કર્યા છે. રોહિત શર્મા 24 રને અને ક્વિન્ટન ડી કોક 29 રને રમી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 27મી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટ્ન અજિંક્ય રહાણેએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. રોયલ્સે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. લિયમ લિવિંગ્સ્ટોન અને કે ગૌથમ બેન સ્ટોક્સ અને રિયાન પરાગની જગ્યાએ રમી રહ્યા છે. જયારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા સિદ્ધેશ લાડની જગ્યાએ રમી રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ આજે 200 ટી-20 રમનાર પ્રથમ ટીમ બની છે અને રોહિત શર્મા 100મી વાર મુંબઈની કપ્તાની કરી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેસન બેહરેનડાર્ક, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને અલજારી જોસેફ

રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સંજૂ સેમસન, શ્રેયસ ગોપાલ, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ, કૃષ્ણપ્પા ગૌતમ, જોસ બટલર, જોફરા આર્ચર, ધવલ કુલકર્ણી અને જયદેવ ઉનડકટ




X
ipl match 27 mi vs rr
ipl match 27 mi vs rr
ipl match 27 mi vs rr
ipl match 27 mi vs rr
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી