IPL / કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવી દિલ્હી કેપિટલ્સનો ટોપ-4માં સમાવેશ, ધવને 97* રન કર્યા

divyabhaskar.com | Updated - Apr 13, 2019, 12:13 AM
IPL match 26 live kkr vs dc

  • કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 178 રન કર્યા 
  • નાઈટ રાઈડર્સ માટે શુભમન ગિલે 39 બોલમાં 65 અને આન્દ્રે રસેલે 21 બોલમાં 45 રનની આક્રમક ઇનિંગ્સ રમી 
  • જવાબમાં દિલ્હીએ 7 બોલ બાકી રાખીને 7 વિકેટે મેચ જીતી 
  • શિખર ધવને 63 બોલમાં 97* રન કરી ટી-20માં પોતાનો હાઈએસ્ટ સ્કોર રજીસ્ટર કર્યો, ઋષભ પંતે પણ 46 રનનું યોગદાન આપ્યું


સ્પોર્ટ્સ ડેસ્ક: 179 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 180 રન કરીને 7 વિકેટે મેચ જીતી હતી. દિલ્હી માટે રનચેઝમાં શિખર ધવને નાયકની ભૂમિકા ભજવતા 63 બોલમાં 11 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 97* રન કર્યા હતા. આ શિખરના ટી-20 કરિયરનો હાઈએસ્ટ સ્કોર બન્યો છે. તેનો સાથ આપતા ઋષભ પંતે 31 બોલમાં 46 રન કર્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્રસિદ્ધ કૃષ્ણ, આન્દ્રે રસેલ અને નીતીશ રાણાએ 1-1 વિકેટ લીધી હતી. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં 8 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે, જયારે કોલકાતા પણ સારી રનરેટ હોવાથી 8 પોઇન્ટ સાથે જ બીજા ક્રમે છે.

1⃣0⃣0⃣ runs partnership! @RishabPant777 & @SDhawan25 ne dil jeet liya bhai!#KKRvDC #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/mdBdJKgn9g

દિલ્હીએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 138 રન કર્યા

179 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 138 રન કર્યા છે. શિખર ધવન 84 રને અને ઋષભ પંત 31 રને રમી રહ્યા છે. ધવને આઇપીએલમાં પોતાની 34મી ફિફટી ફટકારી છે.

દિલ્હીએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 88 રન કર્યા

179 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 88 રન કર્યા છે. શિખર ધવન 58 રને અને ઋષભ પંત 10 રને રમી રહ્યા છે. ધવને આઇપીએલમાં પોતાની 34મી ફિફટી ફટકારી છે. તે પહેલા શ્રેયસ ઐયર 6 રને આન્દ્રે રસેલની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો.

દિલ્હીએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 55 રન કર્યા

179 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 55 રન કર્યા છે. શિખર ધવન 36 રને અને શ્રેયસ ઐયર 5 રને રમી રહ્યા છે. પૃથ્વી શૉ 7 બોલમાં 14 રન કરીને પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગમાં કીપર કાર્તિક દ્વારા કેચ આઉટ થયો હતો.

કોલકાતાએ પ્રથમ દાવમાં 178 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 178 રન કર્યા છે. કોલકાતા માટે યુવા શુભમન ગિલે આઇપીએલમાં પોતાની બીજી ફિફટી ફટકારતા 39 બોલમાં 65 રન કર્યા હતા. તે ઉપરાંત મેન-ઈન-ફોર્મ આન્દ્રે રસેલે પણ 21 બોલમાં 45 રન કર્યા હતા. તે બંનેની ઇનિંગ્સને બાદ કરતા નાઈટ રાઈડર્સનો અન્ય કોઈ બેટ્સમેન મોટો પ્રભાવ પાડવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે ક્રિસ મોરિસ, કગીસૉ રબાડા અને કિમો પોલે 2-2 વિકેટ લીધી હતી.

💜💜#SpiritOfCricket at #VIVOIPL pic.twitter.com/CKeqh7L0J4

કોલકાતાએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 122 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 122 રન કર્યા છે. દિનેશ કાર્તિકે 2 રને અને આન્દ્રે રસેલ 11 રને રમી રહ્યા છે. શુભમન ગિલ કિમો પોલની બોલિંગમાં શોર્ટ-ફાઈન લેગ પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 39 બોલમાં 65 રન કર્યા હતા.

કોલકાતાએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 72 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 72 રન કર્યા છે. શુભમન ગિલ 39 રને અને નીતીશ રાણા 3 રને રમી રહ્યા છે. રોબિન ઉથપ્પા રબાડાના શોર્ટ બોલને પુલ કરવા જતા ફક્ત એજ મેળવી શક્યો હતો અને કીપર પંતે તેનો શાનદાર કેચ કર્યો હતો. ઉથપ્પાએ 30 બોલમાં 28 રન કર્યા હતા.

કોલકાતાએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 40 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 40 રન કર્યા છે. શુભમન ગિલ 21 રને અને રોબિન ઉથપ્પા 18 રને રમી રહ્યા છે. જોઈ ડેનલી ડેબ્યુ પર ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. ઇશાંત શર્માનો બોલ પીચ થઈને અંદર આવ્યો હતો અને ડેનલી પાસે તેનો કોઈ જવાબ ન હોવાથી તે બોલ્ડ થયો હતો.

કોલકાતા માટે ડેબ્યુમાં ગોલ્ડન ડક મેળવનાર ખેલાડી: જેસન હોલ્ડર, સુનિલ નારાયણ, મનોજ તિવારી, અરિન્દમ ઘોષ અને જોઈ ડેનલી

દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટ્ન શ્રેયસ ઐયરે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. તેમણે પોતાની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરતા સંદીપ લામીછાનેની જગ્યાએ કિમો પોલને રમાડ્યો છે. જયારે કોલકાતા નાઈટ રાઇડર્સે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. લોકી ફર્ગ્યુસન, જોઈ ડેનલી અને કાર્લોસ બ્રેથવેટ સુનિલ નારાયણ, હેરી ગર્ની અને ક્રિસ લિનની જગ્યાએ રમી રહ્યા છે

કોલકાતાની ટીમ: જોઈ ડેનલી, રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, દિનેશ કાર્તિક(કેપ્ટ્ન/વિકેટકીપર), શુભમન ગિલ, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને પ્રસિદ્ધ કૃષ્ણ

દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, કિમો પોલ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા



IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
X
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
IPL match 26 live kkr vs dc
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App