સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજી મેચ જીતી હતી. 130 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં 131 રન કર્યા હતા. તેમના માટે વિકેટ કીપર ઓપનર જોની બેરસ્ટો શાનદાર શરૂઆત અપાવતા 28 બોલમાં 48 રન કર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેના સિવાય અન્ય ખેલાડીઓ નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા પણ સ્કોરબોર્ડનું દબાણ ન હોવાથી હૈદરાબાદે સરળતાથી મેચ જીતી હતી. દિલ્હી માટે રાહુલ તેવટિયા, અક્ષર પટેલ, સંદીપ લામીછાને, કગીસૉ રબાડા અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ લીધી હતી. 

આઇપીએલમાં ખેલાડીઓ જેમનો જીતનો રેકોર્ડ 100% છે:

7* - મોહમ્મદ નાબી (SRH, 2017-2019)

6 - પાલાની અમરનાથ (CSK, 2008) 

હૈદરાબાદે 15 ઓવરમાં 4 વિકેટે 103 રન કર્યા

130 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 103 રન કર્યા છે.યુસુફ પઠાણ 1 રને અને દિપક હુડા 7 રને રમી રહ્યા છે. વિજય શંકર અક્ષર પટેલની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર શ્રેયસ ઐયર દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલા મનીષ પાંડે ઇશાંત શર્માની બોલિંગમાં પૃથ્વી શૉ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 10 રન કર્યા હતા.

હૈદરાબાદે 10 ઓવરમાં 2 વિકેટે 81 રન કર્યા

130 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 81 રન કર્યા છે. વિજય શંકર 10 રને અને મનીષ પાંડે 4 રને રમી રહ્યા છે. ડેવિડ વોર્નર 10 રને કગીસૉ રબાડાની બોલિંગમાં મીડ-ઓફ પર ક્રિસ મોરિસ દ્વારા કેચ આઉટ થયો હતો. તેનો જોડીદાર જોની બેરસ્ટો 28 બોલમાં 48 રન કરીને રાહુલ તેવટિયાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તે પહેલા વોર્નર અને બેરસ્ટોએ સતત ચોથી મેચમાં 50 કરતા વધુની ભાગીદારી કરી હતી.

2019ના આઇપીએલ પાવરપ્લેમાં સનરાઇઝર્સનું પ્રદર્શન:

  • 54/0 vs KKR, કોલકાતા 
  • 69/0 vs RR, હૈદરાબાદ
  • 59/0 vs RCB,હૈદરાબાદ
  • 62/0 vs DC, દિલ્હી

હૈદરાબાદે 5 ઓવરમાં વિના વિકેટે 48 રન કર્યા

130 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 48 રન કર્યા છે. ડેવિડ વોર્નર 5 રને અને જોની બેરસ્ટો 34 રને રમી રહ્યા છે. 

દિલ્હીએ પ્રથમ દાવમાં 129 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 129 રન કર્યા છે. દિલ્હી ઇનિંગ્સ દરમિયાન નિયમિત વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે શ્રેયસ ઐયરે સર્વાધિક 43 રન કર્યા હતા અને અક્ષર પટેલે 13 બોલમાં 23* રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક પણ વટાવી શક્યું ન હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ નાબી અને સિદ્ધાર્થ કોલે 2-2 લીધી હતી જયારે રાશિદ ખાન અને સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હીએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 85 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 85 રન કર્યા છે. શ્રેયસ ઐયર 38 રને અને ક્રિસ મોરિસ 5 રને રમી રહ્યા છે. કોલીન ઇંગ્રામ સિદ્ધાર્થ કોલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટમાં મનીષ પાંડે દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 5 રન કર્યા હતા. તે પહેલા રાહુલ તેવટિયા 7 બોલમાં 5 રન કરીને સંદીપ શર્માની બોલિંગમાં કવર્સ પર નાબી દ્વારા કેચ આઉટ થયો હતો.

દિલ્હીએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 56 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 56 રન કર્યા છે. શ્રેયસ ઐયર 25 રને અને રાહુલ તેવટિયા 1 રને રમી રહ્યા છે. ઋષભ પંત 7 બોલમાં 5 રન કરીને મોહમ્મદ નાબીનો શિકાર થયો હતો. તેનો લોન્ગ-ઓફ ઉપર દિપક હુડાએ આસાન કેચ કર્યો હતો. તે પહેલા શિખર ધવન 12 રને નાબીની બોલિંગમાં સ્વિપ રમવા જતા શોર્ટ ફાઈન લેગમાં સંદીપ શર્માના હાથે કેચ આઉટ થયો હતો.

દિલ્હીએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 27 રન કર્યા 

દિલ્હીએ 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 27 રન કર્યા છે. શિખર ધવન 5 રને અને શ્રેયસ ઐયર 10 રને રમી રહ્યા છે. ભુવનેશ્વર કુમારે પૃથ્વી શૉને ઓફ-કટર (ધીમો) બોલ નાખીને બોલ્ડ કર્યો હતો. શૉએ 11 બોલમાં 11 રન કર્યા હતા. ભુવનેશ્વરને ચોથી મેચમાં આ સિઝનની પહેલી વિકેટ મળી છે.

હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી 

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટ્ન ભુવનેશ્વર કુમારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. હૈદરાબાદે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે દિલ્હીની ટીમમાં 3 ફેરફાર છે. ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા આજે હનુમા વિહારી,  હર્ષલ પટેલ અને આવેશ ખાનની જગ્યાએ રમી રહ્યા છે.

The @SunRisers win the toss and elect to bowl first against @DelhiCapitals #DCvSRH pic.twitter.com/QCoVjcWYr4

— IndianPremierLeague (@IPL) April 4, 2019

 

દિલ્હી માટે ચિંતાનો વિષય 

આ સિઝનમાં વિકેટ નંબર 4,5 અને 6ની ભાગીદારી દિલ્હી માટે ચિંતાનો વિષય રહી છે. ટીમે ચોથી, પાંચમી અને છઠી વિકેટ માટે એવરેજ 11.7 રન ઉમેર્યા છે અને દર 8 બોલે એક વિકેટ પડે છે.

દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, સંદીપ લામીચાને, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા

હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર (કેપ્ટ્ન), દિપક હુડા, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કોલ