IPL મેચ-56 / મુંબઈએ કોલકાતાને હરાવ્યું, હૈદરાબાદ 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની

divyabhaskar.com

May 06, 2019, 07:10 AM IST
IPL live match 56 mi vs kkr
IPL live match 56 mi vs kkr
IPL live match 56 mi vs kkr

  • કોલકાતા નાઈટ રાઇડર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 133 રન કર્યા, ઉથપ્પાએ 47 બોલમાં 40 રન કર્યા
  • મુંબઈ માટે લસિથ મલિંગાએ 3 વિકેટ, જયારે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ ઝડપી
  • જવાબમાં મુંબઈએ 16.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો, રોહિતે 55* રન કર્યા
  • મંગળવારે ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-1 જયારે બુધવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે
  • 12 પોઇન્ટ સાથે હૈદરાબાદે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું, 11 પોઇન્ટ ધરાવનાર બેંગ્લોર પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા ક્રમે

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. આ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલની બહાર થઇ ગયું છે, જયારે મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. તો બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની છે. મંગળવારે ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નાઇ ખાતે ક્વોલિફાયર-1 રમશે, જયારે બુધવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વિશાખાપટનમ ખાતે એલિમિનેટર મેચ રમશે.

134 રનનો પીછો કરતા મુંબઈ ઈન્ડીયન્સે 16.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મુંબઈ માટે રોહિત શર્માએ 55* રન અને સુર્યકુમાર યાદવે 46* રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ બીજી વિકેટ માટે 88 રન જોડ્યા હતા. તે પહેલા ડી કોકે 30 રન કર્યા હતા. કોલકાતા માટે પ્રસિદ્ધ કૃષ્ણે એક માત્ર વિકેટ ઝડપી હતી.

આઇપીએલમાં પહેલી વાર:

  • આઇપીએલમાં પહેલી વાર બધી ટીમોએ લીગ સ્ટેજમાં 11થી વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે
  • હૈદરાબાદ 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની છે

આઇપીએલની દરેક સિઝનમાં ટેબલ ટોપર:

  • 2008: RR
  • 2009: DD
  • 2010: MI
  • 2011: RCB
  • 2012: DD
  • 2013: CSK
  • 2014: KXIP
  • 2015: CSK
  • 2016: GL
  • 2017: MI
  • 2018: SRH
  • 2019: MI

આઇપીએલની દરેક સિઝનમાં છેલ્લા ક્રમે રહેનાર ટીમ:

  • 2008 - DC (4)
  • 2009 - KKR (7)
  • 2010 - KXIP (8)
  • 2011 - DD (9)
  • 2012 - PWI (8)
  • 2013 - DD (6)
  • 2014 - DD (4)
  • 2015 - KXIP (6)
  • 2016 - KXIP (8)
  • 2017 - RCB (7)
  • 2018 - DD (10)
  • 2019 - RCB (11)

એક સિઝનમાં સૌથી ઓછી વિકેટ લેનાર ટીમ:

  • 56 KKR, 2019 (14 મેચ)
  • 59 KKR, 2009 (13)
  • 59 Delhi, 2014 (14)
  • 62 RR, 2012 (13)
  • 65 RCB, 2008 (14)

મુંબઈએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 76 રન કર્યા

134 રનનો પીછો કરતા મુંબઈ ઈન્ડીયન્સે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 76 રન કર્યા છે. સુર્યકુમાર યાદવ 12 રને અને રોહિત શર્મા 32 રને રમી રહ્યા છે. કવીન્ટન ડી કોક પ્રસિદ્ધ કૃષ્ણએ શરીર પર નાખેલા શોર્ટ બોલમાં ફક્ત એજ મેળવી શક્યો હતો અને નાઈટ રાઈડર્સના કીપર કાર્તિકે દોડીને તેનો શાનદાર કેચ કર્યો હતો. ડી કોકે 23 બોલમાં 3 છગ્ગા અને 1 ચોક્કાની મદદથી 30 રન કર્યા હતા.

કોલકાતાએ પ્રથમ દાવમાં 133 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 133 રન કર્યા છે. કોલકાતા માટે ક્રિસ લિને 29 બોલમાં 2 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા. તેના આઉટ થયા પછી નાઈટ રાઈડર્સની ઇનિંગ્સ આગળ વધી જ ન હતી. રોબિન ઉથપ્પાએ ધીમી ઇનિંગ્સ રમતા 47 બોલમાં 40 રન કર્યા હતા. તેણે 25 ડોટ (ખાલી) બોલ રમ્યા હતા. તેની ઇનિંગ્સના લીધે બીજા બેટ્સમેન ઉપર દબાણ વધતું રહ્યું હતું અને નાઈટ રાઈડર્સની નિયમિત અંતરે વિકેટ પડી હતી. મુંબઈ ઇન્ડિયન્સ માટે લસિથ મલિંગાએ 3 વિકેટ જયારે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. તે સિવાય કૃણાલ પંડ્યા અને મિચ મેક્લેનગ્ને ઈકોનોમિકલ સ્પેલ નાખતા 4 ઓવરમાં અનુક્રમે 14 અને 19 રન જ આપ્યા હતા. મુંબઈ 20 ઓવરમાં 134 રન ચેઝ કરે તો તેને ફાઇનલમાં પહોંચવાની 2 તક મળશે, જયારે હૈદરાબાદ ચોથી ટીમ તરીકે પ્લેઓફમાં ક્વોલિફાય કરશે.

કોલકાતાએ 15 ઓવરમાં 4 વિકેટે 99 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 99 રન કર્યા છે. નીતીશ રાણા 15 રને અને રોબિન ઉથપ્પા 27 રને રમી રહ્યા છે. આન્દ્રે રસેલ મલિંગાના બાઉન્સરને છોડવા જતા બોલ તેના ગ્લવને અડી ગયો હતો. તે ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. તે પહેલા દિનેશ કાર્તિક લસિથ મલિંગાની બોલિંગમાં મીડવિકેટ પર કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. કાર્તિકે 9 બોલમાં 3 રન કર્યા હતા.

કોલકાતાએ 10 ઓવરમાં 2 વિકેટે 61 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 61 રન કર્યા છે. દિનેશ કાર્તિક 1 રને અને રોબિન ઉથપ્પા 7 રને રમી રહ્યા છે. ક્રિસ લિન હાર્દિક પંડ્યાના ઓફ કટરમાં પુલ કરવા જતા હવા શોટ મારી બેઠો હતો અને કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 29 બોલમાં 41 રન કર્યા હતા. તે પહેલા શુભમન ગિલ હાર્દિક પંડ્યાની બોલિંગમાં એક્રોસ ધ લાઈન રમતા એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 16 બોલમાં 9 રન કર્યા હતા.

કોલકાતાએ 5 ઓવરમાં વિના વિકેટે 37 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 37 રન કર્યા છે. ક્રિસ લિન 26 રને અને શુભમન ગિલ 9 રને રમી રહ્યા છે.

મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 56મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. મુંબઈએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. ઇવીન લુઈસ અને બરિન્દર સરનની જગ્યાએ ઈશાન કિશન અને મિચેલ મેક્લેનગ્ન રમી રહ્યા છે. જ્યારે કોલકાતાએ પોતાની ટીમમાં 1 ફેરફાર કર્યો છે. પિયુષ ચાવલાની જગ્યાએ કૃષ્ણ પ્રસિદ્ધ રમી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિચ મેક્લેનગ્ન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

કોલકાતા નાઈટ રાઈડર્સઃ દિનેશ કાર્તિક(કેપ્ટન), ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, રિન્કુ સિંહ, નિતિશ રાણી, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ વોરિયર અને હેરી ગર્ની

X
IPL live match 56 mi vs kkr
IPL live match 56 mi vs kkr
IPL live match 56 mi vs kkr
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી