તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: 169 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 128 રન જ કરી શક્યું હતું. દિલ્હીને શિખર ધવનશાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 22 બોલમાં 35 રન કર્યા હતા. પરંતુ 49 રનના સ્કોરે તેની વિકેટ ગુમાવ્યા પછી દિલ્હીના અન્ય બેટ્સમેન નિયમિત અંતરે ખોટો શોટ રમી વિકેટ ફેંકતા રહ્યા હતા. તેના સિવાય અક્ષર પટેલે 26 રન અને પૃથ્વી શૉએ 20 રન કર્યા હતા. નોંધ લેવા જેવી વાત એ છે કે આક્રમક બેટિંગ માટે જાણીતા પૃથ્વીએ 20 રન કરવા માટે 24 બોલ લીધા હતા. કોટલાની ધીમી વિકેટ હોમ ટીમને સપોર્ટ નથી કરતી તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે, આ તેમની ચોથી મેચમાં ત્રીજી હાર હતી. મુંબઈ માટે રાહુલ ચહરે 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 2 વિકેટ, જયારે લસિથ મલિંગા અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. મુંબઈ 9 મેચમાં 6 જીત મેળવી 12 અંક સાથે પોઈન્ટ્સ ટેબલ પર બીજા સ્થાને છે, જયારે દિલ્હી 9 મેચમાં 10 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

દિલ્હીએ 15 ઓવરમાં 5 વિકેટે 86 રન કર્યા

169 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 86 રન કર્યા છે. ક્રિસ મોરિસ 1 રને અને અક્ષર પટેલ 15 રને રમી રહ્યા છે. ઋષભ પંત 11 બોલમાં 7 રન કરીને જસપ્રીત બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા શ્રેયસ ઐયર 3 રને રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

Delhi need 83 in five overs

Bumrah and Malinga have two overs each. Any chance here? https://t.co/fCUEnJUSGL #DCvsMI #IPL2019 pic.twitter.com/Ebur5aoYhy

— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2019

DANDI-GUL!

Jasprit Bumrah has knocked Rishabh Pant over.

DC - 76/5 (13.5)
#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #DCvMI pic.twitter.com/fIKjeuviZ9

— Mumbai Indians (@mipaltan) April 18, 2019

દિલ્હીએ 10 ઓવરમાં 3 વિકેટે 63 રન કર્યા

169 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. ઋષભ પંત 1 રને અને શ્રેયસ ઐયર 3 રને રમી રહ્યા છે. કોલીન મુનરો 9 બોલમાં 3 રન કરીને કૃણાલ પંડ્યાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. પૃથ્વી શૉ 24 બોલમાં 20 રન કરીને આઉટ થયો હતો. તે રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓન પર હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા શિખર ધવન રાહુલ ચહરની બોલિંગમાં રિવર્સ-સ્વીપ શોટ રમવા જતા બોલ્ડ થયો હતો. તેણે 22 બોલમાં 5 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 35 રન કર્યા હતા.

દિલ્હીએ 5 ઓવરમાં વિના વિકેટે 42 રન કર્યા

169 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 42 રન કર્યા છે. શિખર  ધવન 30 રને અને પૃથ્વી શૉ 12 રને રમી રહ્યા છે. 

મુંબઈએ પ્રથમ દાવમાં 168 રન કર્યા 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 168 રન કર્યા છે. મુંબઈ માટે ઓપનર્સ રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકે શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 57 રન જોડ્યા હતા. રોહિતે 30 રન અને ડી કોકે 35 રન કર્યા હતા. રોહિતે આ ઇનિંગ્સમાં ટી-20માં 8 હજાર રન પૂરા કર્યા હતા. ઓપનર્સ સિવાય પંડ્યા બ્રધર્સે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. કૃણાલ 26 બોલમાં 37 રન કરીને અણનમ રહ્યો હતો, જયારે હાર્દિકે 15 બોલમાં 32 રન કર્યા હતા. દિલ્હી માટે કગીસૉ રબાડાએ 2 વિકેટ, જયારે અમિત મિશ્રા અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. 

A 26-ball 37* from @krunalpandya24 tonight on a low and slow Kotla track 💙#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #DCvMI pic.twitter.com/juRzXJBFBN

— Mumbai Indians (@mipaltan) April 18, 2019

મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરમાં 3 વિકેટે 75 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 75 રન કર્યા છે. સુર્યકુમાર યાદવ 6 રને અને કૃણાલ પંડ્યા 0 રને રમી રહ્યા છે. ડી કોક 27 બોલમાં 35 રન કરીને રનઆઉટ થયો હતો. સુર્યકુમારે બોલને કટ કર્યો હતો પરંતુ પોઇન્ટ પર રબાડાએ શાનદાર થ્રો કરીને કીપર પંતને બોલ આપ્યો હતો. ડી કોક ઉતાવળમાં બેટિંગ ક્રિઝ ઉપર આવી ગયો હતો, જયારે સુર્યકુમાર પણ તે છેડે જ ઉભો હતો. પંતે પટેલને થ્રો કરીને ડી કોકને સરળતાથી રનઆઉટ કર્યો હતો.  

બેન કટિંગ 2 રને અક્ષર પટેલની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તે પહેલા રોહિત શર્મા અમિત મિશ્રાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 22 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 30 રન કર્યા હતા.

Celebrating @MishiAmit's 150th @IPL wicket like...🕺

Dilliwalon, roar machaate raho! 🐯😁#DCvMI #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/OzOiCt1S86

— Delhi Capitals (@DelhiCapitals) April 18, 2019

મિશ્રાએ આઇપીએલમાં 150 વિકેટ લીધી: 

  • 90 વિકેટ: દિલ્હી કેપિટલ્સ માટે 
  • 32 વિકેટ: ડેકેન ચાર્જર્સ માટે
  • 28 વિકેટ: સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 
  • તે આ દરેક ટીમ માટે રમતા હેટ્રિક પણ ઝડપી ચૂક્યો છે

ટી-20માં 8 હજાર રન પૂરા કરનાર ખેલાડી:

મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરમાં વિના વિકેટે 41 રન કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 41 રન કર્યા છે. ક્વિન્ટન ડી કોક 18 રને અને રોહિત શર્મા 22 રને રમી રહ્યા છે. 

મુંબઈએ ટોસ જીતીને બેટિંગ લીધી 

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 34મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટ્ન રોહિત શર્માએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. મુંબઈની ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. ઈશાન કિશન અને જેસન બેહરેનડોર્ફની જગ્યાએ બેન કટિંગ અને જયંત યાદવ રમી રહ્યા છે. જયારે દિલ્હીએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Hitman @ImRo45 wins the toss and elects to bat first against the @DelhiCapitals.#DCvMI pic.twitter.com/0jwqC9VUdW

— IndianPremierLeague (@IPL) April 18, 2019

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, બેન કટિંગ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

દિલ્હી કેપ્ટિલ્સ: શિખર ધવન, પૃથ્વી શૉ, કોલીન મુનરો, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), ક્રિસ મોરિસ, કિમો પોલ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને અમિત મિશ્રા