IPL મેચ-33 / બોલર્સ અને વોર્નર-બેરસ્ટોની જોડી થકી હૈદરાબાદે ટેબલ ટોપર ચેન્નાઇને 6 વિકેટે હરાવ્યું

divyabhaskar.com

Apr 17, 2019, 11:25 PM IST
IPL live match 33 csk vs srh
IPL live match 33 csk vs srh
IPL live match 33 csk vs srh

 • ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન કર્યા
 • ચેન્નાઇએ અંતિમ 10 ઓવરમાં 52 અને અંતિમ 5 ઓવરમાં 30 રન કર્યા 
 • ફાફ ડુ પ્લેસીસે 45 અને શેન વોટ્સને 31 રનનું યોગદાન આપ્યું, જાડેજાએ 20 બોલમાં 10* રન કર્યા
 • હૈદરાબાદ માટે રાશિદ ખાને 2 વિકેટ જયારે ખલીલ અહેમદ, શાહબાઝ નદીમ અને વિજય શંકરે 1-1 વિકેટ લીધી
 • જવાબમાં હૈદરાબાદે 19 બોલ બાકી રાખીને મેચ જીતી, વોર્નર અને બેરસ્ટો ફિફટી ફટકારી


સ્પોર્ટ્સ ડેસ્ક: 133 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 16.5 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. હૈદરાબાદ માટે ઓપનર્સ ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો અર્ધસદી ફટકારી સરળતાથી મેચ જીતાડી હતી. બેરસ્ટો 44 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગા ફટકારી 61 રને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. જયારે વોર્નરે 24 બોલમાં ફિફટી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 10 ચોક્કા ફટકાર્યા હતા. ચેન્નાઇ સુપરકિંગ્સ માટે ઇમરાન તાહિરે 2 વિકેટ જયારે દિપક ચહર અને કર્ણ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

હૈદરાબાદે 15 ઓવરમાં 3 વિકેટે 116 રન કર્યા

133 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 116 રન કર્યા છે. દિપક હુડા 4 રને અને જોની બેરસ્ટો 51 રને રમી રહ્યા છે. વિજય શંકર 7 રને ઇમરાન તાહિરની બોલિંગમાં કીપર સેમ બિલિંગ્સના હાથે કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદે 10 ઓવરમાં 2 વિકેટે 85 રન કર્યા

133 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 85 રન કર્યા છે. વિજય શંકર 3 રને અને જોની બેરસ્ટો 28 રને રમી રહ્યા છે. કેન વિલિયમ્સન 3 રને ઇમરાન તાહિરની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. તે પહેલા ડેવિડ વોર્નર 25 બોલમાં 10 ચોક્કાની મદદથી 50 રન કરીને દિપક ચહરની બોલિંગમાં મીડ-ઓફ પર ડુપ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદે 5 ઓવરમાં વિના વિકેટે 58 રન કર્યા

133 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 58 રન કર્યા છે. ડેવિડ વોર્નર 42 રને અને જોની બેરસ્ટો 15 રને રમી રહ્યા છે.

ચેન્નાઇએ પ્રથમ દાવમાં 132 રન કર્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 132 રન કર્યા છે. ચેન્નાઇ માટે ઓપનર્સ શેન વોટ્સન અને ફાફ ડુ પ્લેસીસે શાનદાર શરૂઆત અપાવતા 9.5 ઓવરમાં 79 રન જોડ્યા હતા. જોકે તેમની જોડ્યા તૂટ્યા પછી કોઈ બેટ્સમેન ઇનિંગ્સને સ્થિરતા આપી શક્યો નહતો. ડુ પ્લેસીસીએ સર્વાધિક 45 રન કર્યા હતા, જયારે વોટ્સને 31 અને અંબાતી રાયુડુએ 25* રનનું યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 20 બોલમાં માત્ર 10 રન કરતા ચેન્નાઇની ઇનિંગ્સને ફિનિશિંગ ટચ મળ્યો ન હતો, તેમણે અંતિમ 5 ઓવરમાં માત્ર 30 રન કર્યા હતા. હૈદરાબાદ માટે રાશિદ ખાને 2 વિકેટ જયારે ખલીલ અહેમદ, શાહબાઝ નદીમ અને વિજય શંકરે 1-1 વિકેટ લીધી હતી.

ચેન્નાઇએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 102 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 102 રન કર્યા છે. રવિન્દ્ર જાડેજા 1 રને અને અંબાતી રાયુડુ 7 રને રમી રહ્યા છે. સેમ બિલિંગ્સ શૂન્ય રને ખલીલ અહેમદના ઓફ કટરમાં એક્સ્ટ્રા કવર પર વિજય શંકરના હાથે કેચ આઉટ થયો હતો. કેદાર જાધવ 1 રને રાશિદ ખાનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તે પહેલા સુરેશ રૈના પણ 13 બોલમાં 13 રન કરીને રાશિદની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. જાધવ અને રૈના બંને રિવ્યુ લીધો હતો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ સ્ટમ્પ પર જઈ રહ્યો હતો.

ફાફ ડુ પ્લેસીસ 31 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 45 રન કરીને આઉટ થયો હતો. તે વિજય શંકરની બોલિંગમાં એક્સ્ટ્રા બાઉન્સના લીધે વિકેટ પાછળ જોની બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો.

ચેન્નાઇએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 80 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. સુરેશ રૈના 1 રને અને ફાફ ડુ પ્લેસીસ 45 રને રમી રહ્યા છે. શેન વોટ્સન 29 બોલમાં 31 રન કરીને શાહબાઝ નદીમની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ચેન્નાઇએ 5 ઓવરમાં વિના વિકેટ ગુમાવી 27 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 27 રન કર્યા છે. શેન વોટ્સન 13 રને અને ફાફ ડુ પ્લેસીસ 13 રને રમી રહ્યા છે.

ચેન્નાઇએ ટોસ જીતીને બેટિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 33મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્ન સુરેશ રૈનાએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. એમએસ ધોની બેક પ્રોબ્લમના લીધે ન રમી રહ્યો હોવાથી રૈના તેની જગ્યાએ કપ્તાની કરી રહ્યો છે. ચેન્નાઇની ટીમમાં ધોનીની જગ્યાએ સેમ બિલિંગ્સ અને મિચેલ સેન્ટનરની જગ્યાએ કર્ણ શર્મા રમી રહ્યા છે. જયારે હૈદરાબાદે પણ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. રિકી ભુઇ અને અભિષેક શર્માની જગ્યાએ યુસુફ પઠાણ અને શાહબાઝ નદીમ રમી રહ્યા છે. એમએસ ધોની છેલ્લે 2010માં ચેન્નાઇ માટે ગેરહાજર રહ્યો હતો, તે પછી તેણે સતત 121 મેચ રમી હતી

For the first time since 2010, MS Dhoni will not be leading out a CSK side in an IPL game. Suresh Raina takes over in Hyderabadhttps://t.co/JOv8u8TOcm #SRHvCSK pic.twitter.com/Gslno8tPFO

હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન(કેપ્ટન), દીપક હૂડા, વિજય શંકર, યુસુફ પઠાણ, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ અને ખલીલ અહેમદ

ચેન્નાઇની ટીમ: શેન વોટ્સન, ફેફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના(કેપ્ટન), અંબાતી રાયુડુ, સેમ બિલિંગ્સ (વિકેટકીપર), કેદાર જાધવ , રવિન્દ્ર જાડેજા, કર્ણ શર્મા, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર
X
IPL live match 33 csk vs srh
IPL live match 33 csk vs srh
IPL live match 33 csk vs srh
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી