તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈની ટીમમાં અલઝારી જોસેફની જગ્યાએ લસિથ મલિંગા રમી રહ્યો છે 
  • બેંગ્લોરે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી

સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઈ ઇન્ડિયન્સે 19 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 172 રન કરીને મેચ જીતી હતી. મુંબઈ માટે ક્વિન્ટન ડી કોકે 26 બોલમાં 40 રન કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે મિડલ ઓવર્સમાં મોઇન અલી અને યૂઝવેન્દ્ર ચહલની જોડીએ સારી બોલિંગ કરતા મુંબઈને રનચેઝમાં તકલીફ પડી હતી. બંને સ્પિનર્સે ભેગા થઈને 8 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લીધી હતી. જોકે તેમને બીજા બોલર્સથી પૂરતો સપોર્ટ મળ્યો નહતો. મુંબઈને મેચ જીતવા 2 ઓવરમાં 22 રનની જરુર હતી ત્યારે હાર્દિક પંડ્યાપવન નેગીની 19મી ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોક્કા ફટકારી 1 ઓવર બાકી રાખીને મુંબઈને મેચ જીતાડી હતી. 

Great catch again by Saini! Great move by Skipper Kohli to bring in @yuzi_chahal!

Get us some more, maga! #playBold #MIvRCB #VivoIPL2019 pic.twitter.com/j91ktx9xmH

— Royal Challengers (@RCBTweets) April 15, 2019

મુંબઈએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 127 રન કર્યા

172 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 127 રન કર્યા છે. સુર્યકુમાર યાદવ 27 રને અને કૃણાલ પંડ્યા 8 રને રમી રહ્યા છે. ઈશાન કિશન 9 બોલમાં 21 રન કરીને આઉટ થયો હતો. તે યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. 

મુંબઈએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 97 રન કર્યા 

172 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 97 રન કર્યા છે. સુર્યકુમાર યાદવ 12 રને અને ઈશાન કિશન 15 રને રમી રહ્યા છે. ક્વિન્ટન ડી કોક મોઇન અલીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ડી કોકે 26 બોલમાં 40 રન કર્યા હતા. તે પહેલા રોહિત શર્મા 28 રને અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. રોહિત કટ કરવા ગયો હતો પણ બોલ પીચ થઈને ટર્ન થતા રોહિતને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.

Mo, you lovely, lovely beast! 71-2!

COMMMMMEEE AAAAAWWWWWNNN!!!

YAARE BARALI! #playBold #MIvRCB #VivoIPL2019 pic.twitter.com/qx8HdhE68D

— Royal Challengers (@RCBTweets) April 15, 2019

મુંબઈએ 5 ઓવરમાં વિના વિકેટ ગુમાવી 54 રન કર્યા

172 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 54 રન કર્યા છે. રોહિત શર્મા 20 રને અને ક્વિન્ટન ડી કોક 32 રને રમી રહ્યા છે. 

50-run partnership up already between the @mipaltan openers 👌👌 pic.twitter.com/UdDoqdHr5A

— IndianPremierLeague (@IPL) April 15, 2019

 

બેંગ્લોરે પ્રથમ દાવમાં 171 રન કર્યા 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 171 રન કર્યા છે. કેપ્ટ્ન કોહલી 8 રન કરીને જલ્દી પેવેલિયન ભેગો થયો હતો, તે પછી એબી ડિવિલિયર્સે બાજી સંભાળી હતી. તેણે મોઇન અલી સાથે ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. ડિવિલિયર્સે 51 બોલમાં 6 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 75 રન કર્યા હતા. જયારે મોઇન અલીએ 32 બોલમાં 5 છગ્ગા અને 1 ચોક્કાની મદદથી 50 રન કર્યા હતા. તે પહેલા શરૂઆતમાં પાર્થિવ પટેલે પણ 20 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ માટે લસિથ મલિંગાએ 4 વિકેટ જયારે જેસન બેહરેનડોર્ફ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી.

Innings Break!

Three wickets in the final over for Malinga as the @RCBTweets post a total of 171/7 on board.#MIvRCB pic.twitter.com/M6yrebWwL0

— IndianPremierLeague (@IPL) April 15, 2019

Mo looks all set for a good knock as he brings up his FIFTY off 31 deliveries.#RCB 144/2 after 17 overs pic.twitter.com/F5AWdyJcjJ

— IndianPremierLeague (@IPL) April 15, 2019

FIFTY up for @ABdeVilliers17. His 32nd in #VIVOIPL 😎😎 pic.twitter.com/cNoq9VjzKA

— IndianPremierLeague (@IPL) April 15, 2019

બેંગ્લોરે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 119 રન કર્યા 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 119 રન કર્યા છે. એબી ડિવિલિયર્સ 47 રને અને મોઇન અલી 30 રને રમી રહ્યા છે. 

50-run partnership comes up between @ABdeVilliers17 & Moeen Ali 👏 pic.twitter.com/pfgtGPTGOp

— IndianPremierLeague (@IPL) April 15, 2019

બેંગ્લોરે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 70 રન કર્યા 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 70 રન કર્યા છે. એબી ડિવિલિયર્સ 19 રને અને મોઇન અલી 10 રને રમી રહ્યા છે. પાર્થિવ પટેલ હાર્દિક પંડ્યાની બોલિંગમાં પોઇન્ટ પર સુર્યકુમારના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 28 રન કર્યા હતા.

Parthiv Patel falls after a brisk 28

RCB 49 for 2 in seven overs

#IPL #MIvRCB https://t.co/sWQSpAEklK pic.twitter.com/Z7dvaAuPPj

— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2019

બેંગ્લોરે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 40 રન કર્યા 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 40 રન કર્યા છે. પાર્થિવ પટેલ 26 રને અને એબી ડિવિલિયર્સ 2 રને રમી રહ્યા છે. વિરાટ કોહલી 9 બોલમાં 8 રન કરીને જેસન બેહરેનડોર્ફની બોલિંગમાં કીપર ડી કોક દ્વારા કેચ આઉટ થયો હતો. 

GONEEEEEEE!!!!!

Jason has removed the big fish. Virat Kohli nicks one to QDK behind the stumps. Skipper Ro is pleased!

RCB - 12/1 (2.1)#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #MIvRCB pic.twitter.com/bjz0SRfQ91

— Mumbai Indians (@mipaltan) April 15, 2019

મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 31મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટ્ન રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. મુંબઈની ટીમમાં ઈજાગ્રસ્ત અલઝારી જોસેફની જગ્યાએ લસિથ મલિંગા રમી રહ્યો છે, જયારે બેંગ્લોરની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

The home Captain wins the toss and elects to bowl first against the @RCBTweets #MIvRCB pic.twitter.com/TwuhZUEhrX

— IndianPremierLeague (@IPL) April 15, 2019

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેસન બેહરેનડાર્ક, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: પાર્થિવ પટેલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટ્ન), એબી ડિવિલિયર્સ, માર્ક્સ સ્ટોઈનિસ, મોઇન અલી, અક્ષદીપ નાથ, પવન નેગી, ઉમેશ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ


 
 

અન્ય સમાચારો પણ છે...