IPL મેચ-30 / છેલ્લા 10 રનમાં 7 વિકેટ ગુમાવતા સનરાઇઝર્સ હૈદરાબાદ દિલ્હી કેપિટલ્સ સામે 39 રને હાર્યું

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 12:04 AM
IPL LIVE match 30 srh vs dc

  • દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન કર્યા, કેપ્ટ્ન શ્રેયસ ઐયરે 45 અને કોલીન મુનરોએ 40 રન કર્યા 
  • જવાબમાં હૈદરાબાદની ટીમ 116 રનમાં ઓલઆઉટ, 8 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા
  • દિલ્હી માટે કગીસૉ રબાડાએ 4 વિકેટ, જયારે ક્રિસ મોરીસે અને કીમો પોલે 3-3 વિકેટ લીધી


સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 39 રને હરાવીને ટુર્નામેન્ટમાં સતત ત્રીજી મેચ જીતી હતી. 156 રનનો પીછો કરતા હૈદરાબાદ 116 રનમાં ઓલઆઉટ થયું હતું. હૈદરાબાદે અંતિમ 8 વિકેટ 15 રનમાં અને અંતિમ 7 વિકેટ 10 રનમાં ગુમાવી હતી. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ્સ ટેબલમાં 10 પોઇન્ટ સાથે બીજા સ્થાને આવી ગયું છે, જયારે હૈદરાબાદ 6 પોઇન્ટ સાથે છઠા સ્થાને છે.

156 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે એક સમયે 101 રન કરીને 2 વિકેટ ગુમાવી હતી. તેમને જીત માટે 29 બોલમાં 55 રનની જરૂર હતી અને ક્રિઝ ઉપર ડેવિડ વોર્નર અને વિજય શંકર ઉભા હતા. 1 ઓવર પછી વોર્નર આઉટ થતા હૈદરાબાદને 22 બોલમાં 49 રનની જરૂર હતી. અને તે 18.5 ઓવરમાં ઓલઆઉટ થઇ ગયું હતું. હૈદરાબાદ માટે વોર્નરે 47 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 51 રન કર્યા હતા. તેના સાથી ઓપનર જોની બેરસ્ટોએ પણ 41 રનનું યોગદાન આપ્યું હતું. જયારે 8 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. દિલ્હી માટે કગીસૉ રબાડાએ 4 વિકેટ, જયારે ક્રિસ મોરીસે અને કીમો પોલે 3-3 વિકેટ લીધી

હૈદરાબાદે 15 ઓવરમાં 2 વિકેટે 100 રન કર્યા

156 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 100 રન કર્યા છે. ડેવિડ વોર્નર 46 રને અને રિકી ભુઇ 7 રને રમી રહ્યા છે. કેન વિલિયમ્સન 3 રને કીમો પોલની બોલિંગમાં મીડ-ઓફ પર રબાડા દ્વારા કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદે 10 ઓવરમાં 1 વિકેટે 73 રન કર્યા

156 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 73 રન કર્યા છે. ડેવિડ વોર્નર 29 રને અને કેન વિલિયમ્સન 1 રને રમી રહ્યા છે. જોની બેરસ્ટો 31 બોલમાં 41 રન કરીને કીમો પોલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર કગીસૉ રબાડાના હાથે કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદે 5 ઓવરમાં વિના વિકેટે 36 રન કર્યા

156 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 36 રન કર્યા છે. ડેવિડ વોર્નર 12 રને અને જોની બેરસ્ટો 23 રને રમી રહ્યા છે.

દિલ્હીએ પ્રથમ દાવમાં 155 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 155 રન કર્યા છે. દિલ્હી માટે કેપ્ટ્ન શ્રેયસ ઐયરે સર્વાધિક 45 રન જયારે કોલીન મુનરોએ 40 રન કર્યા હતા. દિલ્હીએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 121 રન કર્યા હતા અને પછી ધબડકો થતા તેઓ છેલ્લી 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી માત્ર 34 રન જ કરી શક્યા હતા. હૈદરાબાદ માટે ખલીલ અહેમદે 3 વિકેટ, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ જયારે રાશિદ ખાન અને અભિષેક શર્માએ 1-1 વિકેટ લીધી હતી. હૈદરાબાદ દિલ્હી સામે છેલ્લી ત્રણ મેચથી અપરાજિત છે અને જીતનો ચોક્કો ફટકારવા તેમને 156 રનની જરૂર છે.

દિલ્હીએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 121 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 121 રન કર્યા છે. શ્રેયસ ઐયર 43 રને અને ઋષભ પંત 22 રને રમી રહ્યા છે.

દિલ્હીએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 87 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 87 રન કર્યા છે. શ્રેયસ ઐયર 27 રને અને ઋષભ પંત 7 રને રમી રહ્યા છે. કોલીન મુનરો 24 બોલમાં 40 રન કરીને અભિષેક શર્માની બોલિંગમાં કીપર બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો.

દિલ્હીએ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 39 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 5 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 39 રન કર્યા છે. શ્રેયસ ઐયર 7 રને અને કોલીન મુનરો 19 રને રમી રહ્યા છે. શિખર ધવન ખલીલ અહેમદના શોર્ટ બોલને હુક કરવા જતા ફક્ત એજ મેળવી શક્યો હતો, ભુવનેશ્વર કુમારે તેનો કેચ કર્યો હતો. ધવને 8 બોલમાં 7 રન કર્યા હતા. તે પહેલા પૃથ્વી શૉ અહેમદની બોલિંગમાં કીપર જોની બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 5 બોલમાં 4 રન કર્યા હતા.

હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 30મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટ્ન કેન વિલિયમ્સને હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. હૈદરાબાદની ટીમમાં 4 ફેરફાર કરવામાં આવ્યા છે. કેન વિલિયમ્સન, રિકી ભુઇ, અભિષેક શર્મા અને ખલીલ અહેમદ આજે રમી રહ્યા છે. તેઓ મોહમ્મદ નાબી, સિદ્ધાર્થ કૌલ, મનીષ પાંડે અને યૂસુફ પઠાણની જગ્યાએ રમી રહ્યા છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સેે પણ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કોલીન મુનરો અને અમિત મિશ્રા કોલીન ઇંગ્રામ અને રાહુલ તેવટિયાની જગ્યાએ રમી રહ્યા છે.

દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, કોલીન મુનરો, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), ક્રિસ મોરિસ, કિમો પોલ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને અમિત મિશ્રા

હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન(કેપ્ટન), દીપક હૂડા, વિજય શંકર, રિકી ભુઇ, અભિષકે શર્મા, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ખલીલ અહેમદ



IPL LIVE match 30 srh vs dc
IPL LIVE match 30 srh vs dc
IPL LIVE match 30 srh vs dc
X
IPL LIVE match 30 srh vs dc
IPL LIVE match 30 srh vs dc
IPL LIVE match 30 srh vs dc
IPL LIVE match 30 srh vs dc
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App