IPL મેચ-29 / રૈના અને તાહિરના પ્રદર્શન થકી ચેન્નાઈએ કોલકાતાને તેના ઘરઆંગણે 6 વર્ષ પછી હરાવ્યું

divyabhaskar.com

Apr 14, 2019, 07:51 PM IST
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk

  • કોલકાતાએ પ્રથમ દાવમાં 8 વિકેટ ગુમાવી 161 રન કર્યા 
  • ક્રિસ લિને 51 બોલમાં 82 રનની ઇનિંગ્સ રમી, ચેન્નાઇ માટે ઇમરાન તાહિરે 4 વિકેટ ઝડપી 
  • જવાબમાં ચેન્નાઇએ 2 બોલ બાકી રાખીને 5 વિકેટે મેચ જીતી 
  • રૈનાએ 42 બોલમાં 58* રન કર્યા અને જાડેજાએ 17 બોલમાં 31 રનની મહત્વની ઇનિંગ્સ રમી 


સ્પોર્ટ્સ ડેસ્ક: 162 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 19.4 ઓવરમાં 162 રન કરીને 5 વિકેટે મેચ જીતી હતી. ચેન્નાઇ માટે મિસ્ટર આઇપીએલ સુરેશ રૈનાએ 42 બોલમાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 58 રન કરીને રનચેઝમાં એંકરની ભૂમિકા ભજવી હતી. નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ચેન્નાઇને છેલ્લી 2 ઓવરમાં 24 રનની જરૂર હતી અને મેચ કોઈ પણ બાજુ જઈ શકે તેમ હતું. પરંતુ રવિન્દ્ર જાડેજાએ હેરી ગર્નીની 19મી ઓવરમાં ચોક્કાની હેટ્રિક ફટકારી ચેન્નાઇને સરળતાથી જીતાડ્યુ હતું. જાડેજા 17 બોલમાં 5 ચોક્કાની મદદથી 31* રન કર્યા હતા. આ સાથે ચેન્નાઇએ હવે 8માંથી 7 મેચ જીતી છે અને તે 14 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે.

ચેન્નાઇએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 120 રન કર્યા

162 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 120 રન કર્યા છે. સુરેશ રૈના 48 રને અને એમએસ ધોની 16 રને રમી રહ્યા છે. કેદાર જાધવ પિયુષ ચાવલાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 12 બોલમાં 20 રન કર્યા હતા.

ચેન્નાઇએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 70 રન કર્યા

162 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 70 રન કર્યા છે. સુરેશ રૈના 25 રને અને કેદાર જાધવ 9 રને રમી રહ્યા છે. અંબાતી રાયુડુ પિયુષ ચાવલાની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર રોબિન ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો હતો. રાયુડુએ 11 બોલમાં 5 રન કર્યા હતા. તે પહેલા ફાફ ડુ પ્લેસીસ 24 રને સુનિલ નારાયણની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ચેન્નાઇએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 44 રન કર્યા

162 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 44 રન કર્યા છે. સુરેશ રૈના 14 રને અને ફાફ ડુ પ્લેસીસ 24 રને રમી રહ્યા છે. શેન વોટ્સન 6 રને હેરી ગર્નીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

કોલકાતાએ પ્રથમ દાવમાં 161 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 161 રન કર્યા છે. કોલકાતા માટે ક્રિસ લિને સર્વાધિક 82 રન કર્યા હતા. તેણે 51 બોલમાં 7 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી આ ઇનિંગ્સ રમીને ટીમના 50%થી વધુ રન કર્યા હતા. તેના પછી નીતીશ રાણાએ સર્વાધિક 21 રન કર્યા હતા અને અન્ય કોઈ બેટ્સમેન 20 રન પણ કરી શક્યું ન હતું. ચેન્નાઇ સુપરકિંગ્સ માટે ઇમરાન તાહિરે બોલ સાથે તરખાટ મચાવતા 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જયારે શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.

કોલકાતાએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 133 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 133 રન કર્યા છે. શુભમન ગિલ 1 રને અને દિનેશ કાર્તિક 9 રને રમી રહ્યા છે. આન્દ્રે રસેલ ઇમરાન તાહિરની બોલિંગમાં લોન્ગ-ઓન પર ધ્રુવ શોરેના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 4 બોલમાં 10 રન કર્યા હતા. તે પહેલા ક્રિસ લિન તાહિરની બોલિંગમાં શાર્દુલ ઠાકુરના હાથે કેચ થયો હતો. તેણે 51 બોલમાં 7 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી 82 રન કર્યા હતા.

રોબિન ઉથપ્પા શૂન્ય રને ઇમરાન તાહિરની બોલિંગમાં લોન્ગ-ઓન પર ફાફ ડુ પ્લેસીસના હાથે કેચ હતો. તે પહેલા નીતીશ રાણા પણ તાહિરની બોલિંગમાં લોન્ગ-ઓન પર ફાફ ડુ પ્લેસીસના હાથે કેચ હતો.

કોલકાતાએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 77 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 77 રન કર્યા છે. ક્રિસ લિન 51 રને અને નીતીશ રાણા 19 રને રમી રહ્યા છે. લિને ટુર્નામેન્ટમાં પોતાની 8મી ફિફટી ફટકારી છે.

કોલકાતાએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 38 રન કર્યા

કોલકાતા નાઈટ રાઇડર્સે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 38 રન કર્યા છે. ક્રિસ લિન 32 રને અને નીતીશ રાણા 1 રને રમી રહ્યા છે. સુનિલ નારાયણ મિચેલ સેન્ટનરની બોલિંગમાં લોન્ગ-ઓન પર ફાફ ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. નારાયણે 7 બોલમાં 2 રન કર્યા હતા.

ચેન્નાઇએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 29મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ચેન્નાઇએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે કોલકાતાએ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ક્રિસ લિન, સુનિલ નારાયણ અને હેરી ગર્નીનો ટીમમાં સમાવેશ થયો છે. તેઓ જોઈ ડેનલી, કાર્લોસ બ્રેથવેટ અને લોકી ફર્ગ્યુસનની જગ્યાએ રમી રહ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ: ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, દિનેશ કાર્તિક(કેપ્ટ્ન/વિકેટકીપર), શુભમન ગિલ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, હેરી ગર્ની અને પ્રસિદ્ધ કૃષ્ણ

ચેન્નાઇ સુપરકિંગ્સ: શેન વોટ્સન, ફેફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, એમએસ ધોની(કેપ્ટ્ન/વિકેટકીપર), કેદાર જાધવ , રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર



X
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
IPL live match 29 kkr vs csk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી