IPL મેચ-28 / કોહલી અને ડિવિલિયર્સે બેંગ્લોરને સિઝનની પહેલી જીતનો સ્વાદ ચખાડ્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું

divyabhaskar.com

Apr 14, 2019, 12:03 AM IST
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb

  • કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 173 રન કર્યા, 
  • ક્રિસ ગેલે 64 બોલમાં 99 રન કર્યા, 100 ટી-20 ફિફટી ફટકરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
  • જવાબમાં બેંગ્લોરે 4 બોલ બાકી રાખીને 174 રન કર્યા 
  • વિરાટ કોહલીએ 67, એબી ડિવિલિયર્સે 59* અને માર્કસ સ્ટોઈનિસે 28* રન કર્યા


સ્પોર્ટ્સ ડેસ્ક: 174 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 174 રન કરીને સિઝનની પહેલી મેચ જીતી હતી. કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટીમને લીડ કરતા 53 બોલમાં 8 ચોક્કાની મદદથી 67 રન કર્યા હતા. જયારે એબી ડિવિલિયર્સે 38 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી અણનમ 59 રન કર્યા હતા. તે ઉપરાંત માર્કસ સ્ટોઈનિસે પણ 16 બોલમાં 28 રન કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. એક સમયે બેંગ્લોરને મેચ જીતવા 7 બોલમાં 12 રન જોતા હતા અને મેચ છેલ્લા બોલ સુધી જશે તેમ જણાતું હતું, જોકે ડિવિલિયર્સે ત્યારે કે સિક્સ ફટકારી મેચને સમાપ્ત કરી હતી. બીજી તરફ પંજાબે સતત સાત મેચ જીત્યા પછી પ્રથમ વાર મોહાલી ખાતે હારનો સામનો કર્યો છે.

માર્કસ સ્ટોઈનિસ 22 રને અને એબી ડિવિલિયર્સ 59 રને રમી રહ્યા છે. વિરાટ કોહલી 53 બોલમાં 67 રન કરીને મોહમ્મદ શમીની બોલિંગમાં ડીપમાં મુરુગન અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો.

બેંગ્લોરે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 88 રન કર્યા

174 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 88 રન કર્યા છે. વિરાટ કોહલી 43 રને અને એબી ડિવિલિયર્સ 26 રને રમી રહ્યા છે.

બેંગ્લોરે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 54 રન કર્યા

174 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 54 રન કર્યા છે. વિરાટ કોહલી 26 રને અને એબી ડિવિલિયર્સ 9 રને રમી રહ્યા છે. પાર્થિવ પટેલ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 19 રન કર્યા હતા.

પંજાબે પ્રથમ દાવમાં 173 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 173 રન કર્યા છે. પંજાબે માટે ઓપનર ક્રિસ ગેલે 64 બોલમાં 10 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી અણનમ 99 રન કર્યા હતા. તે પહેલેથી છેલ્લી સુધી ક્રિઝ ઉપર રહ્યો હતો પરંતુ સદી ફટકારી શક્યો ન હતો. તે આ ઇનિંગ્સ દરમિયાન ટી-20માં 100 ફિફટી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રન પણ કરી શક્યું ન હતું.બેંગ્લોર માટે યૂઝવેન્દ્ર ચહલે 2 વિકેટ જયારે મોઇન અલી અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી

પંજાબે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 122 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 122 રન કર્યા છે. ક્રિસ ગેલ 66 રને અને મંદીપસિંહ 3 રને રમી રહ્યા છે. સેમ કરન મોઇન અલીની બોલિંગમાં 1 રને એલબીડબ્લ્યુ થયો હતો. તે પહેલા સરફરાઝ ખાન મોહમ્મદ સિરાજની બોલિંગમાં પુલ કરવા જતા કીપર પટેલના હાથે કેચ આઉટ થયો હતો.તેણે 13 બોલમાં 15 રન કર્યા હતા.

પંજાબે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 90 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 90 રન કર્યા છે. સરફરાઝ ખાન 1 રને અને ક્રિસ ગેલ 53 રને રમી રહ્યા છે. યૂઝવેન્દ્ર ચહલે મયંક અગ્રવાલને 15 રને બોલ્ડ કર્યો હતો. તે પહેલા લોકેશ રાહુલ ચહલની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે 15 બોલમાં 18 રન કર્યા હતા.

પંજાબે 5 ઓવરમાં વિના વિકેટે 36 રન કર્યા

કિંગ્સ ઇલેવન પંજાબે 5 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 36 રન કર્યા છે. લોકેશ રાહુલ 12 રને અને ક્રિસ ગેલ 24 રને રમી રહ્યા છે.

બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટ્ન વિરાટ કોહલીએ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. બેંગ્લોર પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઉમેશ યાદવ ટિમ સાઉથીની જગ્યાએ રમી રહ્યો છે. જયારે પંજાબે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. હાર્દસ વીજલોઈનની જગ્યાએ એન્ડ્રુ ટાય, કરુણ નાયરની જગ્યાએ મયંક અગ્રવાલ અને અંકિત રાજપૂતની જગ્યાએ એમ અશ્વિન રમી રહ્યા છે.

કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, નિકોલસ પૂરન(વિકેટકીપર), મંદીપ સિંહ, સેમ કરન, રવિચંદ્રન અશ્વિન(કેપ્ટ્ન), એન્ડ્રુ ટાય, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: પાર્થિવ પટેલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટ્ન), એબી ડિવિલિયર્સ, માર્ક્સ સ્ટોઈનિસ, મોઇન અલી, અક્ષદીપ નાથ, પવન નેગી, ઉમેશ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ



X
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
ipl live match 28 rcb vs pnjb
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી