આઈપીએલ 12 / મુંબઇ ઇન્ડિયન્સ હારમાંથી બહાર આવવા પ્રયત્ન કરશે

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 12:12 PM
IPL 12 today 31st match mumbai Vs bangalore in wankhede stadium
X
IPL 12 today 31st match mumbai Vs bangalore in wankhede stadium

  • આરસીબી 7માંથી 6 મેચમાં હાર્યું છે, મુંબઇ ગત મેચ હાર્યું છે 
  • બેંગ્લોરે છેલ્લે 2012માં મુંબઈને તેના હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું

સ્પોર્ટસ ડેસ્ક. આઇપીએલ-12માં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાશે. સતત 6 મેચ હાર્યા પછી આરસીબીને ગત મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે જીત મળી. જો તે હવે મુંબઇની તાકાતવર ટીમને તેના જ ઘરઆંગણે હરાવવામાં સફળ રહેશે તો આ જીત આરસીબીને પ્લેઓફમાં પહોંચાડવાની આશા મજબૂત કરશે. જ્યારે, મુંબઇએ 7મેચમાં 8 પોઇન્ટ મેળવ્યા છે. છેલ્લી મેચમાં મુંબઇને રાજસ્થાને મુંબઇમાં જ હરાવ્યું હતું. તેથી જ હવે મુંબઇ માટે આ મેચ ઘણી મહત્વની છે. 

બેંગ્લોર સામે મુંબઈ 26 મેચ રમ્યું જેમાંથી 17માં જીત મેળવી

1.આરસીબીની ટીમમાં નાથન કુલ્ટર નાઇલ ઇજાગ્રસ્ત છે, પરંતુ દ.આફ્રિકાનો ઝડપી બોલર ડેલ સ્ટેન તેની જગ્યાએ ટીમની સાથે જોડાઇ ગયો છે. બંને ટીમોમાં મેચ માટે કોઇ મોટા ફેરફારની આશા ઓછી છે. 
2.આઈપીએલમાં બંને ટીમો 26 વખત સામસામે ટકરાયી છે. જેમાં મુંબઈની ટામ 17 મેચ જ્યારે બેંગ્લોર માત્ર 9 મેચ જીતવમાં સફળ રહ્યું છે. આ સિઝનમાં 28 માર્ચે બંને ટીમો રમી હતી. જેમાં બેંગ્લોરનાં હોમગ્રાઉન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈએ તેને પરાસ્ત કર્યું હતું. 
3.આ સિઝનમાં બંગ્લોર અત્યારસુધી 7 મેચ રમી ચૂક્યું છે. જેમાંથી માત્ર એક જ મેચ જીત્યું છે. હાલ પોઈન્ટ ટેબલમાં પણ હજી છેલ્લા ક્મે છે. સિઝનની પહેલી જીત કિંગ્સ ઈલેવન પંજાબ સામે મળી હતી. ટીમ હવે આ સિઝનમાં આગળ વધવા મક્કમ બની છે. 
4.મુંબઈ આ સિઝનમાં 7માંથી 4 મેચ જીત્યું છે. ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. તેને છેલ્લી મેચમાં હોમગ્રાઉન્ડ પર જ રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 
5.પંજાબ સામેની જીત પછી કેપ્ટન વિરાટે કહ્યું હતું કે, ટીમના વિજયની આશા હજી પણ જીવંત છે. પ્લેઓફમાંથી બહાર નીકળનારી ટીમ તરીકે અમારી ગણના ન થાય. તો બીજી તરફ રાજસ્થાન સામની જીત બાદ રોહિતે કહ્યું હતું કે, ટીમ હવે વિજયના ટ્રેક ઉપર આગળ વધી રહી છે. 
6.બેંગ્લોરની ટીમ માટે કેપ્ટન વિરાટ કોહલીએ આ સિઝનમાં કુલ 270 રન કર્યા છે. તો એબી. ડીવિલિયર્સે 232 રનનું યોગદાન આપ્યું છે. આ બંને સિવાય પાર્થિવ પટેલે પણ 191 રન નોંધાવ્યા છે. તો કોહલી અન્ય બેટસમેન માર્ક્સ સ્ટોઈનિસ અને મોઈલ અલી પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રાખે છે. 
7.બોલર્સની વાત કરીએ તો બેંગ્લોરની ટીમ વકી યજુવેન્દ્ર ચહલ સારા ફોર્મમાં છે. તેણે 7 મેચમાં 11 વિકેટ પોતાને નામ કરી છે.તેના સિવાય બેંગ્લોરનો કોઈપણ બોલર ટોપ-15માં સામેલ થઈ શક્યો નથી. મોહમ્મદ સિરાજ 6 વિકેટ સાથે 19માં ક્રમે છે. વિરાટની સૌથી મોટી પરેશાની તેની ટીમની બોલિંગમાં છે. 
8.મુંબઈની વાત કરીએ તો બંને વિભાગોમાં નિરંતરતાની ઉણપ જોવા મળી છે. રોહિત શર્મા અને ક્વિન્ટન ડીકૉકે છેલ્લી મેચમાં ટીમને સારી શરૂઆત કરી આપી હતી. બંનેએ 96 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ પછીના ખેલાડીઓ 9 ઓવરમાં માત્ર 80 રન કરી શક્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ 11 બોલમાં 28 રન કર્યા હતા. આ ટીમનો એક બોલર જશપ્રિત બુમરાહ જે 7 મેચમાં 8 વિકેટ લઈને ટોપ-10નાં લીસ્ટમાં 8માં ક્રમે છે. 
બંને ટીમો
9.મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિનટન ડીકૉક(વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, યુવરાજસિંહ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિશેલ મેક્લેનાધન, જેસન બેહરેનડૉર્ક, મયંક માર્કંડેય, રાહુલ ચહર, જસપ્રિત બુમરાહ, અલજારી જોસેફ, અનમોલપ્રિતસિંહ, સિદ્દેશ લાડ, અનુકૂલ રૉય, ઈવિન લેવિસ, પંકજ જયસ્વાલ, બેન કટિંગ, ઈશાન કિશન, આદિત્ય તારે, રાસિખ સલામ, બરિંદર સરન અને જયંત યાદવ.
10.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી(કેપ્ટન), પાર્થિવ પટેલ(વિકેટ કિપર), એબી ડીવિલિયર્સ, કૉલિન ડી ગ્રેન્ડહોમ, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, મોઈન અલી, શિમરૉન હેટમાયર, શિવમ દૂબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, દેવદત્ત પલ્લીકલ, હિંમત સિંહ, મિલિંદ કુમાર, ગુરકિરત સિંહ માન, હેનરિચ ક્લાસેન, પવન નેગી, વૉશિંગ્ટન સુંદર, અક્ષરદીપ નાથ, પ્રયાસ બર્મન, કુલવંત ખેજરોલિયા, ટીમ સાઉદી અને ડેલ સ્ટેન.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App