તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોનીએ કહ્યું કે, હરભજન અને તાહિર જૂની શરાબની જેમ નિખરી રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નાઇ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું
  • હરભજનસિંહે 15 રન અને ઇમરાન તાહિરે 21 રન આપીને 2-2 વિકેટ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક: ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ સ્પિનર હરભજનસિંહ અને ઇમરાન તાહિરના વખાણ કરતા કહ્યું હતું કે તેઓ જૂની શરાબ જેવા છે, જે સમય સાથે નિખરી રહ્યા છે. તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે હરભજન અને તાહિરે પોતાના પ્રદર્શનથી સાબિત કર્યું છે કે ઉંમર ફક્ત એક આંકડો છે. વ્યક્તિ જો મહેનત કરવા ઈચ્છે તો તે કંઈ પણ કરી શકે છે.

બધા બોલર્સનું પ્રદર્શન સારું રહ્યું: ધોની 

  1. આઇપીએલમાં મંગળવારે ચેન્નાઇ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 108 રન કર્યા હતા. ચેન્નાઇ માટે હરભજનસિંહે 15 અને ઇમરાન તાહિરે 21 રન આપીને 2-2 વિકેટ લીધી હતી. પેસ બોલર દિપક ચહર જેણે 20 રન આપીને 3 વિકેટ લીધી હતી તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
  2. હરભજન અને તાહિરના વખાણ કરતા ધોનીએ કહ્યું કે, "રમતનુ કોઈ પણ ફોર્મેટ ભલેને હોય, ભજજીનું પ્રદર્શન સારું જ રહ્યું છે. તાહિરની વાત કરું તો જ્યારે પણ ટીમને જરૂર હોય છે, તે હંમેશાં પોતાનું શ્રેષ્ઠ આપવા તૈયાર હોય છે. ટીમની બોલિંગ સારી રહી હતી. બધા બોલર્સે સારું પ્રદર્શન કર્યું હતું.
  3. ધોનીએ કહ્યું કે, પીચ બેટિંગ માટે અઘરી હતી. જો અમારી પહેલી બેટિંગ આવી હોત તો તકલીફ પડી શકે તેમ હતું, તેવામાં અમારા સ્પિનર્સે જે પ્રદર્શન કર્યું તે પ્રસંશનીય હતું.
  4. ચેન્નાઇના કેપ્ટ્ને કહ્યું કે, જો એક વાર અમે અમારો પ્લાન સેટ કરીએ, પછી હું એ જોઉં છું કે બેટ્સમેન કેવી બેટિંગ કરી રહ્યા છે. હું છેલ્લી 15 મિનિટમાં બોલર્સ સાથે લાંબી મીટિંગ કરવામાં માનતો નથી.