વર્લ્ડ ફેમ લિસ્ટ / દુનિયાના 100 સૌથી ચર્ચાસ્પદ ખેલાડીઓમાં માત્ર 9 ભારતીયો

ESPA announced list of 100 most discussed players in the world
X
ESPA announced list of 100 most discussed players in the world

  • ઇએસપીએને દુનિયાના 100 સૌથી ચર્ચિત ખેલાડીઓની યાદી જાહેર કરી 
  • ફૂટબોલનો ખેલાડી રોનાલ્ડો આ યાદીમાં પ્રથમ ક્રમે
  • ક્રિકેટ સિવાયની એકમાત્ર ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝા યાદીમાં સામેલ

Divyabhaskar.com

Mar 14, 2019, 03:49 PM IST
સ્પોર્ટસ ડેસ્ક. દુનિયાના 100 સૌથી ચર્ચિત ખેલાડી 'વર્લ્ડ ફેમ-100'ની યાદી ઇએસપીએને જાહેર કરી છે. જેમાં ભારતના 9 ખેલાડીનો સમાવેશ થયો છે. જેમાં સાનિયા મીર્ઝા એક માત્ર ભારતીય ખેલાડી છે, જે ક્રિકેટ સિવાયની રમત સાથે સંકળાયેલી છે. દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડો પહેલાં ક્રમે છે. બીજા નંબરે અમેરિકાનો બાસ્કેટબોલ ખેલાડી લેબ્રન જેમ્સ અને ત્રીજા ક્રમે આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનલ મેસ્સી છે.

બે વર્ષથી ટીમની બહાર રહેલા યુવરાજ પણ યાદીમાં

આ યાદીમાં ખેલાડીઓની પોજીશન નક્કી કરવા માટે ત્રણ માપદંડો રાખવામાં ‌આવ્યા છે. પહેલું - ખેલાડીને ગુગલ પર કેટલો સર્ચ કરાયો છે. બીજો માપદંડ - બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી ખેલાડીની કમાણી. ત્રીજું - ખેલાડીની સોશિયલ મીડિયા ફોલોઇન્ગ.લિસ્ટમાં બ્રાઝિલીયન ફૂટબોલ સ્ટાર નેમાર ચોથા ક્રમે અને આયરલેન્ડનો ફાઇટર કોનોર મેંગ્રિગોર પાંચમાં ક્રમે છે.
ટોપ-100 ખેલાડીઓમાં માત્ર 9 જ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોહલી સાતમાં ક્રમ સાથે ભારતીયોમાં ટોપ પર છે. આ પછી ધોની 13માં ક્રમે, યુવરાજ સિંહ 18માં, રૈના 22માં અને અશ્વિન 42માં ક્રમે છે. આ સિવાય લિસ્ટમાં રોહિત, હરભજન, ધવન અને સાનિયા મિર્ઝાનું નામ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી