વર્લ્ડકપ ફાઈનલ / ICCના નિયમ ઉપર ભૂતપૂર્વ ક્રિકેટરો ભડક્યા કહ્યું કે ક્રિકેટને મજાક બનાવી દીધું

World Cup 2019 final Former cricketers and fans slam ICC rule

  • ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કહ્યું કે ICCએ જોક કર્યો છે.
  • ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટિફન ફ્લેમિંગે કહ્યું કે આ  ક્રુર વાત છે.
  • ક્રિકેટ ફેન્સે કહ્યું કે આઈસીસીનો નિયમ બદલો.

 

Divyabhaskar.com

Jul 15, 2019, 02:49 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક : ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ ફાઈનલની મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. આઈસીસીનો નિયમ એવો છે કે જો સુપર ઓવર પણ ટાઈ થાય તો સુપર ઓવરમાં જેમણે વધુ બાઉન્ડ્રી ફટકારી હોય તે વિજેતા બને. આ હિસાબે ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગ્સમાં 22 ચોગ્ગા અને બે છગ્ગા સહિત 24 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યાર પછી સુપર ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી. આમે તેની 26 બાઉન્ડ્રી થઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની ઈનિંગ્સમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 16 બાઉન્ડ્રી ફટકારી હતી, જ્યારે સુપર ઓવરમાં તેણે એક છગ્ગો ફટકાર્યો હતો. આમે તેની કુલ 17 બાઉન્ડ્રી થઈ હતી. જે ઈંગ્લેન્ડ કરતા ઓછી હતી.આઈસીસીના આ નિયમ ઉપર ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઈરિસે કટાક્ષ કરતા ટ્વિટ કર્યું હતું કે આઈસીસી તમારું કામ મજાક સમાન છે. ભૂતપૂર્વ ખેલાડી સ્ટિફન ફલેમિંગે કહ્યું હતું કે આ ખુબજ ક્રુર વાત છે.


ભૂતપૂર્વ ક્રિકેટર સાથે અનેક સમર્થકોએ પણ ટ્વિટ કરીને વિજેતા જાહેર કરવાના આ નિયમની આકરી ટીકા કરી હતી. અમુક યુઝરે તો લખ્યું હતું કે વિકેટથી શા માટે વિજેતા જાહેર ન કરાય. ન્યૂઝિલેન્ડે 10 વિકેટ લીધી હતી જ્યારે ઈંગ્લેન્ડે 8 વિકેટ જ લીધી હતી. ઘણા યુઝરે આ નિયમને બદલવાની વાત કરી છે. અમુક યુઝરે તો લખ્યું હતુ કે બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી.


ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વિટ કરી ICCના નિયમને વખોડ્યો હતો. તેણે કહ્યું કે આ બકવાસ નિયમ છે. બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવાનો એવો તે કેવો નિયમ છે. મારા હિસાબે આ મેચ ટાઈ છે અને સારું રમવા બદલ હું બન્ને ટીમને વિજેતા જાહેર કરું છું.

ક્રિકેટ ચાહકો પણ ફાઈનલ મેચ અને સુપર ઓવરને જોઈને પોતાની ભાવનાને રોકી શક્યા ન હતા. સોશિયલ મીડિયા ઉપર તેઓએ પોતાની ભાવનાને વ્યક્ત કરી છે. તેઓના મતે આ તો એક મજાક છે. બન્ને ટીમ વિજેતા હોવી જોઈએ.


ICCના નિયમ ઉપર ભડકેલા યુઝરે કહ્યું કે આ નિયમ પ્રમાણે તો વિંબલડનની ફાઈનલમાં ફેડરરની જીત હતી


વિંબલડનની ફાઈનલમાં જોકોવિચે ફેડરરને હરાવીને પાંચમી વખત આ ટાઈટલ જીત્યું હતું. ત્યારે એક યુઝરે કહ્યું કે જો ફાઈનલમાં આવી રીતે બાઉન્ડ્રીના આધારે જ વિજેતા જાહેર કરવો હતો તો વિંબલડનમાં પણ રોજર ફેડરરે સારી અને ઝડપી સર્વિસ કરી હતી, આ હિસામે તો ફેડરરને વિજેતા જાહેર કરવો જોઈએ.

યુવરાજ સિંહે કહ્યું હતું કે હું આ નિયમ સાથે સહમત નથી. પરંતુ નિયમ તો નિયમ છે. વિજેતાને અભિનંદન. પરંતુ છેલ્લે સુધી લડત આપનાર ન્યૂઝિલેન્ડની ટીમે દિલ જીતી લીધું.


એક યુઝરે તો લખ્યું કે જો બાઉન્ડ્રીથી જ વિજેતા જાહેર કરવો હતો તો પછી આટલી બધી મેચ જ કેમ રમાડી.

X
World Cup 2019 final Former cricketers and fans slam ICC rule

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી