ક્રિકેટ  / ‘શિર પડે ને ધડ લડે’ એમ રમ્યા પણ... દોઢ ઇંચથી હાર્યા વર્લ્ડ કપ, ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં

ધોની રન આઉટ
ધોની રન આઉટ

  • સેમિફાઇનલમાં ભારત 18 રનથી હાર્યું, ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં
  • ધોની અને જાડેજા 6 વિકેટે 92 રનથી ભારતનો સ્કોર 116 રન ઉમેરી 208 પર લાવ્યા હતા

Divyabhaskar.com

Jul 11, 2019, 12:46 AM IST

ધોની અને રનઆઉટનો કિસ્સો: ડેબ્યુમાં રનઆઉટ, 2015 સેમિફાઈનલમાં રનઆઉટ અને હવે ફરી...

સ્પોર્ટ્સ ડેસ્ક: જ્યાં સુધી ધોની ક્રીઝ પર હતો ત્યાં સુધી આશા હતી પરંતુ 48.3 ઓવરમાં ગુપ્ટીલના ડાયરેક્ટ થ્રોને કારણે ધોની રનઆઉટ થયો. ધોનીના રનઆઉટના કિસ્સા જૂના છે. 23 ડિસેમ્બર 2004ના રોજ ધોની ડેબ્યુ સમયે જ પ્રથમ બોલે જ રનઆઉટ થયો હતો. 26 માર્ચ 2015ના રોજ વર્લ્ડકપ સેમિફાઈનલમાં ભારતને 34 બોલમાં 98 રન જોઈતા હતા ત્યારે પણ ધોની પર આશા હતી. બે છગ્ગા માર્યા પછી મેક્સવેલના ડાયરેક્ટ થ્રોને કારણે તે રનઆઉટ થયો હતો.

આપણે આ કારણે હાર્યાં...
-કારણ કે ન્યૂઝીલેન્ડ આપણાથી સારુ ક્રિકેટ રમ્યા. નવા બોલથી સારી બોલિંગ કરી.
-ટોસ અને પરિસ્થિતિ ન્યૂઝીલેન્ડની તરફેણમાં
-ટોપ ઓર્ડર પર આપણે સૌથી વધુ નિર્ભર હતા. બે-ત્રણ વર્ષથી ટોપ ઓર્ડર પર નિર્ભરતાની વાત થઈ રહી છે. સેમિફાઈનલમાં ટોચના ત્રણ બેટ્સમેન 5 રનમાં જ આઉટ થઈ ગયા.

X
ધોની રન આઉટધોની રન આઉટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી