તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IndvsAus Live Score,AusvsInd Scorecard,IndvsAus Live Commentary From Sydney Australia,1st ODI

સિડની વનડેમાં ઓસ્ટ્રેલિયાની બે વિકેટ પડી, વનડેમાં ભુવનેશ્વરની 100 વિકેટ પૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુવનેશ્વર કુમાર વન-ડેમાં 100 વિકેટ લેનાર 19માં ભારતીય, આ લિસ્ટમાં સામેલ થનાર 13માં બોલર
  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો

સિડની:  ભારત સામે સિડનીમાં રમાયેલી પહેલી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી અપાયેલા 289 રનનાં લક્ષ્યાંક સામે ભારતે 50 ઓવરમાં 254 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી પર પાણી ફરી વળ્યુ હતુ અને ટીમ ઈન્ડિયાએ હારનો  સામનો કરવો પડ્યો હતો. રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી. 

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ 1000મી વખત જીત મેળવી

દેશ મેચ જીત હાર ટાઈ ડ્રો નો રિઝલ્ટ
ઓસ્ટ્રેલિયા 1852 1000 593 13 210 36
ઇંગ્લેન્ડ 1833 774 676 9 345 29
ભારત 1597 711 615 11 217 43
પાકિસ્તાન 1464 702 572     11     159     19
વેસ્ટ ઇન્ડિઝ     1434     608 606 14 175     31

 

 

ભારતની નબળી શરૂઆત રહી હતી.

 

જેસન બેહરેનડોર્ફે શેખર ધવનને એલબીડબલ્યુ કરીને ભારતને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો આપી દીધો હતો. શેખર 0 રન પર આઉટ થયો હતો. જેમાં ભારતનો સ્કોર-1/1 રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીમાર્કસ સ્ટોઈનિસને કેચ આપી 3 રને આઉટ થઈ ભારતને બીજો ફટકો આપ્યો છે. આ સાથે જ અંબિત રાયડુ પણ એલબીડબલ્યુ પર આઉટ થયો હતો. 

 

 

ધોનીએ ભારત માટે વનડેમાં 10 હજાર રન પૂરા કર્યા

 


ભારતના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે એક રન કરી ભારત માટે 10 હજાર બનાવનારપાંચમો બેટ્સમેન બન્યો હતો. ધોનીએ 333મી વનડેમાં આ માઈલસ્ટોન એચિવ કર્યો હતો.  ધોનીએ ભારત સિવાય એશિયા 11 માટે 174 રન કર્યા હતા. જેને બાદ કરતા આજે પહેલો સિંગલ લઈને 10174 ઇન્ટરનેશનલ રન કરી ભારત માટે 10 હજાર રન પૂરા કર્યા હતા.    

 


ધોની નોટઆઉટ હોવા છતા એલબીડબલ્યુ આઉટ અપાયો

 

જેસન બેહરેનડોર્ફેનો બોલ લેગ સ્ટમ્પની બહાર પીચ થયો હતો પણ એમ્પાયર માઈકલ ગોગે ધોનીને એલબીડબ્લ્યૂ આઉટ આપ્યો હતો. અંબાતી રાયડુ પછી એલબીડબલ્યુનો આ સિલસિલો યથાવત રહ્યો હતો. જેથી ધોનીને પણ તેનો ભોગ બની પલેવિયન પર ફરવાનો વારો આવ્યો હતો. 

 

 


વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન 

ખેલાડી ઈનિંગ્સ સદી
સચિન તેંડુલકર 70 09
રોહિત શર્મા 29 07
ડેસમન્ડ હેઇન્સ 65  06
વિરાટ કોહલી 27 05

 


ભારત માટે 10,000 રન કરનાર ખેલાડી

 

રન ખેલાડી
18426    સચિન  તેંડુલકર 
11221 સૌરવ ગાંગુલી 
10768    રાહુલ દ્રવિડ 
10235   વિરાટ કોહલી 
10000 એમ એસ ધોની 


 

 

 

 

ફિંચ બન્યા ભુવનેશ્વરના વનડે 100ના શિકાર

 

ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને ત્રીજી ઓવરમાં આઉટ કરી દીધા હતા. આ વિકેટ સાથે તેણે વનડેમાં તેની 100 વિકેટ પૂરી કરી હતી. તેઓ વનડેમાં 100 વિકેટ લેનાર 19માં ભારતીય બોલર હતી. તેઓ ભારત તરફથી 100 વિકેટ લેનાર 13માં ફાસ્ટ બોલર હતા.  જોકે તે માટે તેમણે 96 વનડે રમી છે. તે સૌથી વધારે મેચ રમીને આ આંક સુધી પહોંચનાર પાંચમાં ભારતીય છે.  

 

બે સિરીઝ પછી ધોની પરત ફર્યો, બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું


ભારત વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણ કર્યો હતો. તે માટે ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે ડેબ્યૂ કર્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં પરત ફર્યો છે. ગયા વર્ષે તેણે 20 વનડેમાં 25ની એવરેજથી માત્ર 275 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો મહત્તમ સ્કોર 42 રન રહ્યો હતો. 

 

100 વિકેટ માટે સૌથી વધારે વનડે રમનાર ભારતીય ખેલાડી

બોલર મેચ
સૌરવ ગાંગુલી 308
સચિન તેડુંલકર 268
યુવરાજ સિંહ 266
રવિશાસ્ત્રી 100
ભુવનેશ્વર કુમાર 96

 

 


 
અન્ય સમાચારો પણ છે...