ભાસ્કર વિશેષ / જ્યારે સંપૂર્ણ ટીમ એક હેતુ માટે રમતી હોય, ત્યારે કોણ-ક્યાંથી આવ્યું છે તે મહત્ત્વપૂર્ણ નથી હોતું: મોઈન અલી

When the whole team plays for one purpose, it is not important who has come from where: Moeen Ali
When the whole team plays for one purpose, it is not important who has come from where: Moeen Ali

  • વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડના મોઈન અલીએ ટીમ કલ્ચર પર વાત કરી
  • તેણે કહ્યું કે અમારા સાથી ખેલાડીઓ દાઢીના કારણે પૂર્વધારણા ઘડતા નથી

Divyabhaskar.com

Jul 17, 2019, 01:15 PM IST

મોઈન અલી, લંડન: હજુ પણ વિશ્વાસ નથી થતો કે અમે ક્રિકેટના વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા છીએ. આ જીતની સૌથી ખાસ વાત વિશ્વાસ રહ્યો, જે દરેક ખેલાડીને એકબીજા પર છે અને સન્માન જે અમારા હૃદયમાં એકબીજા માટે છે. જ્યાકે અમે સુપર ઓવરમાં 15 રન ડિફેન્ડ કરી રહ્યાં હતા, તો આ કામ 24 વર્ષીય જોફ્રા આર્ચરને સોંપવામાં આવ્યું. અમને વિશ્વાસ હતો એ કરી લેશે. તમે ફાઈનલ બાદ કેપ્ટન ઈયાન મોર્ગનની પ્રેસ કોન્ફ્રેન્સ સાંભળી અને જોઈ હશે. તેણે કહ્યું હતું કે,'રાશિદે મને કહ્યું હતું કે અલ્લાહ આપણી સાથે છે. આ વાતે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો.'આ વાતથી તમે સમજી શકો છો કે અમારા ડ્રેસિંગ રૂમમાં જુદા-જુદા કલ્ચર, ધર્મ અને વિવિધ સ્થળોએથી આવેલા લોકોને સન્માન મળે છે. આ અમારી તાકાત છે.

મોર્ગન હંમેશા અમને કહે છે કે મેદાન પર અને મેદાન બહાર પણ અમારી ટીમ વિવિધતાથી ભરપૂર છે. આ અંગે ઘણી વાતો પણ થઈ, પરંતુ જ્યાંસુધી ટીમના 15 ખેલાડીઓ એક જ હેતુ માટે રમતા હોય ત્યાંસુધી એ વાતનું કોઈ મહત્ત્વ નથી કે કોણ ક્યાંથી આવ્યું છે. ટીમમાં કોઈપણ બીજા ખેલાડીની દાઢી જોઈને કોઈ પૂર્વધારણા ઘડતું નથી. કપ સેલિબ્રેશન સમયે શેમ્પેન ખોલવામાં આવી ત્યાં હું અને રાશિદ ભાગીને સાઈડમાં થઈ ગયા. અમારા કોઈપણ ટીમ મેટે અમને તેમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો નહીં. ના અમે એ આશા રાખી કે અમારા કારણે શેમ્પેન ના ખોલાવામાં આવે. વાસ્તવમાં તેઓ અમારી માન્યતાઓને માન આપે છે અને અમે તેમની લાગણીઓને. આ જ અમારી ટીમ છે. બટલર અને વુડે ટીમ માટે એક ગીત Alez,Alez લખ્યું છે, તમે લોકો પણ સાંભળજો, સારું છે.

X
When the whole team plays for one purpose, it is not important who has come from where: Moeen Ali
When the whole team plays for one purpose, it is not important who has come from where: Moeen Ali
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી