• Home
  • Sports
  • Cricket1
  • Virat number one odi batsman, Rohit just 6 point behind him, Bumrah retains his number 1 bowelrs ranking

આઈસીસી રેન્કિંગ / રોહિત શર્મા બીજા સ્થાને પહોંચ્યો, વિરાટ કોહલી પ્રથમ સ્થાને તેનાથી 6 પોઇન્ટ આગળ, બોલર્સમાં બુમરાહ પ્રથમ સ્થાને યથાવત

Virat number one odi batsman, Rohit just 6 point behind him, Bumrah retains his number 1 bowelrs ranking

  • વિરાટ કોહલી 891 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, રોહિત શર્મા 885 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચ્યો
  • વર્લ્ડ કપ પહેલા કોહલી અને રોહિત વચ્ચે 51 પોઇન્ટનો અંતર હતો, રોહિતે અદભુત દેખાવ કરી 45 પોઇન્ટનો ઘટાડો કર્યો
  • ટૂર્નામેન્ટમાં 86.57ની એવરેજથી 606 રન કરનાર અને 11 વિકેટ ઝડપનાર શાકિબ અલ હસન વર્લ્ડ નંબર 1 ઓલરાઉન્ડર

Divyabhaskar.com

Jul 08, 2019, 02:45 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 891 પોઇન્ટ સાથે આઈસીસી બેટ્સમેન વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને વિરાજમાન છે. જોકે ઉપક્પ્તાન રોહિત શર્મા તેનાથી માત્ર 6 પોઇન્ટ પાછળ છે. રોહિત માટે આ વર્લ્ડ કપ યાદગાર રહ્યો છે. તેણે 8 ઇનિંગ્સમાં 5 સદી સહિત 92.42ની એવરેજથી 647 રન કર્યા છે. વર્લ્ડ કપ શરૂ થયો તે પહેલા કોહલી અને રોહિત વચ્ચે 51 પોઇન્ટનો અંતર હતો. પર્પલ પેચમાં ચાલતા રોહિતે 8 મેચમાં કોહલી કરતાં 45 પોઇન્ટ વધુ મેળવ્યા છે અને વધુ એક સારી ઇનિંગ્સ તેને વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન બનાવી દેશે.

વોર્નરની ટોપ-10માં એન્ટ્રી

  • પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાન છે, જયારે દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર જે વર્લ્ડ કપ પહેલા ત્રીજા સ્થાને હતો તે પાંચમા ક્રમે આવી ગયો છે. જયારે ટેલરનો કેપ્ટન કેન વિલિયમ્સન 4 સ્થાનના ફાયદા સાથે 8મા ક્રમે છે.
  • એક વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહેનાર ડેવિડ વોર્નરનો ફરીથી ટોપ-10 બેટ્સમેનમાં સમાવેશ થયો છે. તેણે 9 મેચમાં 79.75ની એવરેજથી 638 રન કર્યા છે. ટૂર્નામેન્ટમાં સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર વોર્નર છઠા ક્રમે છે.

આઈસીસી ટોપ 5 વનડે બેટ્સમેન:

ક્રમ નામ દેશ પોઈન્ટ્સ
1 વિરાટ કોહલી ભારત 891
2 રોહિત શર્મા ભારત 885
3 બાબર આઝમ પાકિસ્તાન 827
4 ફાફ ડુ પ્લેસીસ દક્ષિણ આફ્રિકા 820
5 રોઝ ટેલર ન્યૂઝીલેન્ડ 813

રાશિદ ખાનને પાંચ સ્થાનનું નુકશાન થયું

  • આઈસીસી બોલર્સ રેન્કિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ પણ પ્રથમ સ્થાને યથાવત છે. તેણે 19.52ની બોલિંગ એવરેજથી ટૂર્નામેન્ટમાં 17 વિકેટ લીધી છે. વર્લ્ડ નંબર-2 બોલર કિવિઝનો ટ્રેન્ટ બોલ્ટ છે. જોકે બુમરાહે પોતાના પ્રદર્શન થકી તેના અને બોલ્ટ વચ્ચેનો અંતર 21થી 58 પોઇન્ટનો કરી નાખ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 3 સ્થાનના ફાયદા સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. જયારે અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન ચાર સ્થાનના ફાયદા સાથે છઠા ક્રમે આવી ગયો છે. ટૂર્નામેન્ટમાં વિકેટ મેળવવા માટે સંઘર્ષ કરનાર રાશિદ ખાન પાંચ સ્થાનના નુકશાન સાથે આઠમા ક્રમે આવી ગયો છે.

આઈસીસી ટોપ 5 વનડે બોલર્સ:

ક્રમ નામ દેશ પોઈન્ટ્સ
1 જસપ્રીત બુમરાહ ભારત 814
2 ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ 758
3 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 698
4 કગીસો રબાડા દક્ષિણ આફ્રિકા 694
5 ઇમરાન તાહિર દક્ષિણ આફ્રિકા 683

સ્ટોક્સ 9 સ્થાનના ફાયદા સાથે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો

  • વર્લ્ડ કપમાં 86.57ની એવરેજથી 606 રન કરનાર અને 11 વિકેટ ઝડપનાર શાકિબ અલ હસને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
  • જયારે બેન સ્ટોક્સ 9 સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નાબી ત્રીજા સ્થાને અને તેનો હમવતન રાશિદ ખાન પાંચમા સ્થાને છે. પાકિસ્તાનનો ઇમાદ વસીમ ચોથા સ્થાને છે.

આઈસીસી ટોપ 5 વનડે ઓલરાઉન્ડર્સ:

ક્રમ નામ દેશ પોઈન્ટ્સ
1 શાકિબ અલ હસન ભારત 406
2 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 316
3 મોહમ્મદ નાબી અફઘાનિસ્તાન 310
4 ઇમાદ વસીમ પાકિસ્તાન 300
5 રાશિદ ખાન અફઘાનિસ્તાન 289

ચારેય સેમિફાઇનલિસ્ટ ટીમ રેન્કિંગમાં ટોપ-4માં

  • ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડ અને ભારત બંનેના 123 પોઇન્ટ છે, પરંતુ રેટિંગમાં નજીવા તફાવતના લીધે ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે, જયારે ભારત બીજા સ્થાને છે.
  • અન્ય 2 સેમિફાઇનલિસ્ટ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પણ 112 પોઇન્ટ છે. બંને ટીમ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 110 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.
X
Virat number one odi batsman, Rohit just 6 point behind him, Bumrah retains his number 1 bowelrs ranking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી