વર્લ્ડકપ / ફાઇનલમાં બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ પર સચિને કહ્યું કે, વધુ એક સુપર ઓવર રમાડવાની જરુર હતી

On the Boundary count rule in the final, Sachin said that there was a need to play another super-over

  • વર્લ્ડકપની ફાઇનલ અને સુપર ઓવરમાં ટાઈ પડી હતી, મેચમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને જીત મળી
  • ન્યૂઝીલેન્ડના કોચે કહ્યું, હવે પછી ક્યારેય ફાઇનલમાં ટાઈ પડે, તો ટ્રોફી શેર થવી જોઈએ

Divyabhaskar.com

Jul 17, 2019, 03:27 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટાઈ પડી હતી. સુપર ઓવરમાં પણ ટાઈ પડતા મેચમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યું કે, વધુ એક સુપર ઓવર રમાડવાની જરૂર હતી. બંને ટીમોએ મેચમાં સારો દેખાવ કર્યો હતો. બીજી તરફ કિવિઝના કોચ ગેરી સ્ટેડે કહ્યું હે હવે પછી ક્યારેય ફાઇનલમાં ટાઈ પડે તો ટ્રોફી બંને ટીમોએ શેર કરવી જોઈએ. જયારે શ્રીલંકાને ચેમ્પિયન બનાવનાર કોચ દેવ વ્હોટમોરે કહ્યું કે, તેમણે પહેલી વાર બાઉન્ડ્રીના નિયમ વિશે સાંભળ્યું હતું.

વ્હોટમોરે કહ્યું, ફાઇનલમાં કોઈ વિજેતા ન હતું

  • સચિને કહ્યું કે, અંતિમ નિર્ણય માટે બાઉન્ડ્રી કાઉન્ટની જગ્યાએ વધુ એક સુપર ઓવર રમાવવી જોઈએ. આ ફક્ત વર્લ્ડકપ ફાઇનલની વાત નથી, દરેક મેચ મહત્ત્વપૂર્ણ હોય છે. ફૂટબોલમાં પણ દર નોકઆઉટ મેચમાં એક્સ્ટ્રા ટાઈમ હોય છે.
  • વ્હોટમોરે કહ્યું કે, ફાઇનલમાં ટ્રોફી બંને ટીમો વચ્ચે શેર થવી જોઈતી હતી. ફાઇનલમાં કોઈ વિજેતા ન હતું. તેવામાં ટ્રોફી શેર કરવી જ યોગ્ય નિર્ણય હોત.મેં આ પહેલા બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ અંગે સાંભળ્યું ન હતું.
  • કિવિઝના કોચ સ્ટેડે કહ્યું કે, જયારે નિયમ બનાવ્યો હશે, ત્યારે કોઈએ વર્લ્ડકપના ફાઇનલને ધ્યાનમાં રાખીને વિચાર્યું નહીં હોય. હવે આ અંગે જરૂર વિચારવામાં આવશે. ઘણી નિરાશા થાય છે, જયારે તમે 7 અઠવાડિયા સુધી ક્રિકેટ રમો અને ફાઇનલમાં 100 ઓવર પછી મેચમાં કોઈ રિઝલ્ટ ન મળે તો. અને તે પછી તમે હારી જાઓ.
X
On the Boundary count rule in the final, Sachin said that there was a need to play another super-over
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી