• Home
  • Sports
  • Cricket1
  • India will start World Test Championship by playing at Sir Vivian Richards Stadium

ક્રિકેટ / સર વિવિયન રિચાર્ડસ સ્ટેડિયમ ખાતે રમીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરશે

India will start World Test Championship by playing at Sir Vivian Richards Stadium

  • 15 જુલાઈ 2019થી 30 એપ્રિલ 2021 દરમિયાન વર્લ્ડની ટોપ-9 ટીમ 6 હોમ સિરીઝ અને 6 અવે સિરીઝ રમશે
  • અંતમાં ટોપ-2 ટીમ વચ્ચે જૂન 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે
  • ભારત 2016માં વેસ્ટ ઇન્ડિઝમાં 2-0થી ટેસ્ટ સિરીઝ જીત્યું હતું

Divyabhaskar.com

Jul 18, 2019, 07:19 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારત 22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ દરમિયાન વિન્ડીઝ પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ સાથે એન્ટિગુઆના સર વિવિયન રિચાર્ડસ સ્ટેડિયમ ખાતે પોતાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરશે. જયારે ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ જમૈકાના સબિના પાર્ક ખાતે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન રમશે.

ભારત આ 2 ટેસ્ટ મેચ સિવાય વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં 3 વનડે અને 3 ટી-20 રમશે. ભારતના ટુરની શરૂઆત ફ્લોરિડાથી થશે, ત્યાં ટીમ 3 અને 4 ઓગસ્ટના રોજ 2 ટી-20 મેચ રમશે. ત્યારપછી ટીમ ત્રીજી ટી-20 6 ઓગસ્ટના રોજ ગયાનામાં રમશે. તે પછી ગયાના ખાતે જ ટીમ પહેલી વનડે રમશે, જયારે ત્રિનિદાદ ખાતે 11 અને 14 ઓગસ્ટના રોજ ટીમ બીજી અને ત્રીજી વનડે રમશે. તે પછી બંને ટીમ પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની તૈયારી કરવા માટે 1 અઠવાડિયાનો સમય રહેશે. ભારત છેલ્લા વિન્ડીઝમાં 2016માં ટેસ્ટ સિરીઝ રમ્યું ત્યારે 2-0થી જીત્યું હતું.

શું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ?
બાઈલેટરલ ટેસ્ટ સિરીઝને રસપ્રદ બનાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાશે. 15 જુલાઈ 2019થી 30 એપ્રિલ 2021 દરમિયાન વર્લ્ડની ટોપ-9 ટીમ 6 હોમ સિરીઝ અને 6 અવે સિરીઝ રમશે. તે આઈસીસીએ નક્કી કરેલી ટીમ સામે ટકરાશે. આ સમયગાળા પછી ટોપ-2ની ટીમ વચ્ચે જૂન 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે.

તારીખ મેચ જગ્યા
ઓગસ્ટ 3 પહેલી ટી-20 ફ્લોરિડા
ઓગસ્ટ 4 બીજી ટી-20 ફ્લોરિડા
ઓગસ્ટ 6 ત્રીજી ટી-20 ગયાના
ઓગસ્ટ 8 પહેલી વનડે ગયાના
ઓગસ્ટ 11 બીજી વનડે ત્રિનિદાદ
ઓગસ્ટ 14 ત્રીજી વનડે ત્રિનિદાદ
ઓગસ્ટ 22-26 પહેલી ટેસ્ટ એન્ટિગુઆ
ઓગસ્ટ 30- સપ્ટેમ્બર 3 બીજી ટેસ્ટ જમૈકા
X
India will start World Test Championship by playing at Sir Vivian Richards Stadium
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી