• Home
  • Sports
  • Cricket1
  • India will lose to the semifinals against Kiwiz, Tamil Nadu's astrologers predicted in January 2019, the video got viral

આગાહી / ભારત કિવિઝ સામે સેમિફાઇનલમાં હારશે, તમિલ નાડુના જ્યોતિષે જાન્યુઆરી 2019માં ભવિષ્યવાણી કરી હતી, Video Viral

  • સાલેમ, તામિલનાડુના બાલાજી હસને 6 મહિના પહેલાં કહ્યું હતું કે કિવિઝે પહેલી વાર ચેમ્પિયન બનશે અને કેન વિલિયમ્સન મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતશે
  • તેના કહ્યા અનુસાર ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ એ ક્રમમાં જ ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ

Divyabhaskar.com

Jul 13, 2019, 03:44 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. જોકે સાલેમ, તમિલ નાડુના જ્યોતિષ બાલાજી હસને તાજેતરમાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જગાવી છે. બાલાજી હસને જાન્યુઆરીમાં એક ટીવી શોમાં કહ્યું હતું કે ભારત સેમિફાઇનલમાં હારીને વર્લ્ડ કપની બહાર થઇ જશે. તેણે સચોટ રીતે આગાહી કરી હતી કે કેન વિલિયમ્સનની ન્યૂઝીલેન્ડ સામે કોહલી અને કંપનીનો પરાજય થશે. તેના અનુસાર ભારતને હરાવનાર ન્યૂઝીલેન્ડ પહેલી વાર ચેમ્પિયન બનશે. હસન જે એક મેકૅનિકલ એન્જીનીયર પણ છે, તેણે સેમિફાઇનલની લાઇનઅપ પણ એકદમ બરોબર પ્રિડીક્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. ચારેય ટીમોએ જ ક્રમમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું તેનાથી બધાને ભારે આશ્ચર્ય થયું છે.

ભારત કિવિઝ સામે હાર્યું તે પછી એનો વિડીયો વાયરલ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કિવિઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 239 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50મી ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી અને 18 રને હારી હતી.

સ્ટાર્સ ભારતની તરફેણમાં ન હતાં
હસને કહ્યું હતું કે સ્ટાર્સ ભારતની તરફેણમાં ન હતા. મંગળ અને રાહુ જે સ્પોર્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તે કિવિઝની સાથે હતા. તેથી જ ભારતે હારનો સામનો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ રવિવારે લોર્ડ્સ ખાતે પહેલી વાર કપ ઉપાડશે અને તેમનો કેપ્ટન કેન વિલિયમ્સન મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનશે. વિલિયમ્સન અત્યારે ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર રોહિત શર્માથી 100 રન દૂર છે. તેવામાં રવિવારે હસનનો ટ્રેક રેકોર્ડ 100% સાચો રહે છે કે નહીં તે જોવાનું રહેશે.

અભિનેતા આર માધવને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેણે ક્યારેય કોઈને આટલી સચોટ આગાહી કરતા જોયા નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી