ભાસ્કર એનાલિસિસ:વર્લ્ડ કપની શીખ- ટીમમાં પાવર હિટર-સારા બોલર હોવા જરૂરી, સ્પેશિયાલિસ્ટ ખેલાડી મહત્ત્વપૂર્ણ

મુંબઈ15 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • આ કોમ્બિનેશન જે ટીમમાં રહ્યું, તે સારું પ્રદર્શન કરવામાં સફળ રહી

વિવારે ઓસ્ટ્રેલિયાની જીત સાથે જ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયો. ટૂર્નામેન્ટમાં ફરી એકવાર રસપ્રદ પાસા સામે આવ્યા. જેમકે જે ટીમ પાસે પાવર હિટર અને શાનદાર બોલર રહ્યાં, તેઓ સારું પ્રદર્શન કરવામા સફળ રહ્યાં.

હવે આગામી ટી-20 વર્લ્ડ કપમાં 1 વર્ષથી ઓછો સમય બાકી છે. ટીમોએ આ વર્ષના વર્લ્ડ કપથી શીખવાની જરૂર છે, જેથી ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપ માટે અત્યારથી રણનીતિ તૈયાર કરી શકાય.

ટી-20માં કેપ્ટને તાત્કાલિક નિર્ણય લેવાના હોય છે. ટીમ પાસે રહેલા સંશાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓસ્ટ્રેલિયન કેપ્ટને આમ જ કર્યું. ટીમ વર્લ્ડ કપ અગાઉ સતત 5 ટી-20 સીરિઝ હારી હતી. નિષ્ણાંતોને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બનશે તેવી આશા નહોતી. પરંતુ ફિન્ચને આશા હતી. તેણે પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફારો ના કર્યા. ખરાબ ફોર્મમાં રહેલા વોર્નર પર ભરોસો રાખ્યો. ફિન્ચે કોચ લેંગરને પણ વોર્નરને ટીમમાં સામેલ કરવા માટે મનાવ્યા હતા.

ગેમચેન્જર ખેલાડીઃ ચેમ્પિયન અને રનરઅપને આવા સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓએ ફાઈનલમાં પહોંચાડ્યા
જીતવા માટે સ્પેશિયાલિસ્ટ કે ગેમચેન્જર ખેલાડીની જરૂર હોય છે. આ ખેલાડીઓની હાજરીથી મિડલ ઓવર અને તે પછીની ઓવર્સમાં મદદ મળે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં મળેલી જીતે આ વાતને સાબિત કરી છે. ઓસ્ટ્રેલિયા પાસે સ્ટોઈનિસ અને વેડ જ્યારે ન્યૂઝીલેન્ડ પાસે ડેરિલ અને નિશમ હતા. ન્યૂઝીલેન્ડને અંતિમ 2 ઓવરમાં 20 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાને અંતિમ 2 ઓવરમાં 22 રન જોઈતા હતા. બંને ટીમે એક ઓવર બાકી રાખતા જીત મેળવી હતી.

ગતિ સૌથી જરૂરીઃ કિવી પેસર સાઉથી અને બોલ્ટે 85-85 ડૉટ બોલ નાંખ્યા
ઝડપી બોલર્સની બોલિંગની ગતિ મહત્ત્વપૂર્ણ છે. શાહિન આફ્રિદી, નોર્ત્જે, કમિન્સ અને સ્ટાર્કે તે દેખાડ્યું. તે ઈનિંગ્સના પ્રારંભ અને અંત ભાગમાં મોટી ભૂમિકા ભજવે છે. રન ગતિ પર બ્રેક લાગે છે. મેડન ઓવર પણ વધુ જોવા મળે છે. સૌથીવધુ મેડન ઓવર નાંખનાર ટોપ-5 બોલર્સમાંથી 4 ઝડપી બોલર છે. ન્યૂઝીલેન્ડના સાઉથી અને બોલ્ટે 85-85 ડૉટ બોલ નાંખ્યા હતા. ટોપ-10 વિકેટટેકરમાં 5 ઝડપી બોલર છે. આ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી બોલ પાકિસ્તાનના હારિસ રઉફે નાંખ્યો હતો, જેની ગતિ 153 કિ.મી. હતી.

રિસ્ટ સ્પિનઃ 6 બોલર પોતાની ટીમોના ટોચના વિકેટટેકર
બીજો મુખ્ય ભાગ રિસ્ટ સ્પિનર છે. તેઓ મેચ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટી-20 વર્લ્ડ કપ 2021માં રિસ્ટ સ્પિનર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું. તે પછી હસરંગા હોય કે રાશિદ કે પછી ઝમ્પા, શાદાબ ખાન કે ઈશ સોઢી હોય. શ્રીલંકાનો હસરંગા 16 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ વિકેટટેકર રહ્યો. ઝમ્પા (ઓસ્ટ્રેલિયા), શાકિબ (બાંગ્લાદેશ), આદિલ (ઈંગ્લેન્ડ), શાદાબ (પાક.), રાશિદ (અફઘાનિસ્તાન) પોતાની ટીમોને ટોચના વિકેટટેકર રહ્યાં.

અન્ય સમાચારો પણ છે...