રેકોર્ડ કિંગ રો'હિટ' મેન શર્મા:14 વર્ષમાં સતત સાત વર્લ્ડકપ રમનારો પહેલો ઈન્ડિયન પ્લેયર બનશે, ધોની અને યુવરાજના રેકોર્ડ તોડવાની તક

2 મહિનો પહેલા

હિટમેન રોહિત શર્મા રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈના મેદાનમાં ઊતરતાંની સાથે જ ભારત તરફથી સતત સાત ટી-20 વર્લ્ડકપ રમનારો પહેલો ખેલાડી બની જશે.

સતત 6 વર્લ્ડકપ રમનારો ધોનીનો રેકોર્ડ તોડશે
વર્ષ 2007માં પહેલો વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાનો સભ્ય રોહિત ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સતત 6 વર્લ્ડકપ રમવાના રેકોર્ડને તોડશે. જોકે આ વર્ષે ધોની ટીમ ઈન્ડિયાના સાથે ખેલાડી બનીને નહીં, પણ મેન્ટર બનીને રહેશે.

ધોનીનો હાઈએસ્ટ વર્લ્ડકપ મેચ રમવાનો રેકોર્ડ પણ તોડશે
રોહિત શર્મા ભારત તરફથી સૌથી વધુ ટી-20 વર્લ્ડકપ રમનારો ખેલાડી તો બનશે જ, તેની સાથે તે ધોનીનો વર્લ્ડકપની હાઈએસ્ટ મેચો રમવાનો રેકોર્ડ પણ પોતાને નામ કરશે. જોકે આ રેકોર્ડ તોડવા હજી રોહિતને 6 મેચ રમવાની છે. અત્યારે 33 વર્લ્ડકપ મેચ સાથે ધોની ટોપ પર છે અને રોહિત શર્મા 28 મેચ રમ્યો છે, 6 અન્ય મેચ રમતાં તે ટોપ પર પહોંચી જશે. ધોનીએ ટી-20ની તમામ મેચો કેપ્ટન તરીકે રમી છે, એમાંથી 20માં જીત મળી અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે.

અન્ય ઈન્ટરનેશનલ ખેલાડી પણ સાતમો વર્લ્ડકપ રમી રહ્યો છે
રોહિત સિવાય અન્ય ટીમના 6 અનુભવી ક્રિકેટરો પોતાનો સાતમો વિશ્વકપ રમી રહ્યા છે. એમાં બાંગ્લાદેશના ત્રણ ખેલાડી શાકિબ, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, વેસ્ટ ઈન્ડીઝના ગેલ અને બ્રાવો, પાકિસ્તાનના શોએબ મલિકનો સમાવેશ થાય છે.

10 વધુ છગ્ગા અને યુવરાજ સિંહનો રેકોર્ડ પણ રોહિતના નામે
રોહિત વર્લ્ડકપની 28 મેચમાં 24 છગ્ગા મારી ચૂક્યો છે. તે ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર યુવરાજ સિંહ (33 છગ્ગા)થી 10 છગ્ગા દૂર છે.

ત્રણ હજાર રન બનાવી શકશે
રોહિત ઈન્ટરનેશનલ ટી-20માં 300 રન પૂરા કરવાથી 136 રન દૂર છે. તેણે 111 મેચમાં 32.54 અને 138.96ની એવરેજથી 2864 રન બનાવ્યા છે. વર્લ્ડકપ દરમિયાન તે આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ઈન્ડિયન પ્લેયર બની જશે. કેપ્ટન કોહલીએ પહેલા આ કારનામું કરી બતાવ્યું છે. રોહિત 100 કે તેથી વધુ ટી-20 રમનારો એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર છે.

અન્ય સમાચારો પણ છે...