જાડેજાની 'ફટકાબાજી':પત્રકારે પૂછ્યું- ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવી દેશે તો શું કરશો? જાડેજા- તો પછી બેગ પેક કરી ઘરે જઈશું, બીજું શું?

એક મહિનો પહેલા

સેમી-ફાઈનલના ગણિત અંગેના પત્રકારના સવાલ પર જાડેજાનો ક્લિયર કટ જવાબ હાલ વાઇરલ થઈ રહ્યો છે. બધા લોકોને ખ્યાલ છે કે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે તો ભારત સેમી-ફાઈનલમાં પહોંચશે. બસ, પત્રકારે આ અંગે જ સવાલ કર્યો છે ને જાડેજાએ જે સાંભળાવવાનું હતું એ સંભળાવી દીધું.

T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં રવીન્દ્ર જાડેજાએ સારું પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. મેચ પછી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન તેણે પત્રકારના સવાલોના જવાબો આપ્યા હતા.

આ દરમિયાન એક પત્રકારે જાડેજાને પૂછ્યું હતું કે જે પ્રકારની સ્થિતિ છે એ જોતાં જો ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે હારી જાય તો આપણી (ટીમ ઈન્ડિયા) સેમી-ફાઈનલમાં પહોંચશે, પરંતુ જો ન્યૂઝીલેન્ડ મેચ હારશે નહીં તો શું કરશો? આ સવાલને પહેલા તો જાડેજા સમજી ન શક્યો એટલે બીજીવાર પૂછવા કહ્યું. પછી સવાલ સમજાયો તો જાડેજાએ કહ્યું હતું કે તો પછી બેગ પેક કરી ઘરે જઈશું, બીજું શું?

મેચમાં શું થયું?
ભારતે બોલિંગ અને બેટિંગમાં સારું પ્રદર્શન કરીને સ્કોટલેન્ડને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવી દીધું હતું. ટોસ હાર્યા પછી સ્કોટલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. 17.4 ઓવરમાં 85 રન બનાવી સ્કોટલેન્ડની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી હતી. 86 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 6.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને હાસલ કરી લીધો હતો.

કેએલ રાહુલ અને રોહિતની તોફાની બેટિંગ
ટાર્ગેટનો પીછો કરતા રોહિત શર્મા અને રાહુલે તોફાની શરૂઆત કરી હતી. બન્નેએ 30 બોલમાં 70 રન બનાવી દીધા હતા. રોહિત શર્માએ 16 બોલમાં 30 રન અને રાહુલે 19 બોલમાં 50 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...