ટી20 વર્લ્ડ કપ આજથી:આપણી શરૂઆત 24મીએ પાકિસ્તાન સામેની મેચ સાથે

મસ્કત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડકપ રવિવારથી શરૂ થશે. યજમાન ભારત છે પણ ટુર્નામેન્ટ ઓમાન અને યુઇએમાં યોજાશે. રવિવારે પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. ભારત 24 ઓક્ટોબરે દુબઇમાં પાકિસ્તાન સામે રમશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાક. વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઇ છે અને બધી જ ભારતે જીતી છે. 2007માં આપણે પાક.ને હરાવીને જ સૌપ્રથમ ટી20 વર્લ્ડકપ જીત્યો હતો.

2021માં દેખાવના આધારે ભારત 8મા સ્થાને, પાક. અને બાંગ્લાદેશ પણ આપણાથી આગળ

  • કોરોનાને કારણે 2021માં ભારત માત્ર 8 ટી20 મેચ રમ્યું. 3 મેચમાં મુખ્ય ખેલાડીઓ ટીમમાં સામેલ નહોતા.
  • 2021માં સૌથી વધુ 18 ટી20 મેચ દ.આફ્રિકા રમ્યું, જેમાંથી 11 જીત્યું. તે પછી સૌથી સારો દેખાવ બાંગ્લાદેશનો છે.

સૌની નજર આ પાંચ ખેલાડી પર રહેશે
ડેવિડ મલાન:
ટી20માં નંબર વન બેટ્સમેન. તેનો આ પહેલો વર્લ્ડ કપ. ટી20ની 30 ઇનિંગ્સમાં 12 વખત 50+ સ્કોર. ક્યારેય ઝીરોમાં આઉટ નથી થયો.

તબરેઝ શમ્સી: ટી20માં નંબર વન બોલર. 42 ટી20માં માત્ર 6.79ની ઇકોનોમીથી રન આપ્યા. દુનિયાભરમાં 167 ટી20 રમવાનો અનુભવ.

ડેવોન કોન્વે: દ.આફ્રિકામાં જન્મેલો 30 વર્ષનો કોન્વે ન્યૂઝી. તરફથી રમે છે. 11 ટી20 ઇનિંંગ્સમાં 59ની એવરેજથી 473 રન કર્યા છે.

બાબર આઝમ: પાક. કેપ્ટન બાબરે ટી20માં સૌથી ઓછી 52 ઇનિંગ્સમાં 2 હજાર રન કર્યા છે. યુએઇમાં 11 મેચ રમ્યો છે અને દરેકમાં પાકિસ્તાન જીત્યું છે.

જસપ્રીત બુમરાહ: ટી20ના ટોપ બોલર્સમાં સામેલ બુમરાહના યોર્કરનો જવાબ એકેય બેટ્સમેન પાસે નથી હોતો. તેનો આ બીજો ટી20 વર્લ્ડકપ છે.

અન્ય સમાચારો પણ છે...