વોરિયર 'વોર્નર':સતત ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વોર્નરનું T-20 વર્લ્ડ કપમાં શાનદાર પુનરાગમન; જણાવ્યું કેવી રીતે કમબેક કર્યું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેવિડ વોર્નર - Divya Bhaskar
ડેવિડ વોર્નર
  • વોર્નરની પત્નીએ આપ્યો ટ્રોલર્સને જડબાતોડ જવાબ

રવિવારે રાત્રે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડને ICC ટી-20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલમાં 8 વિકેટે હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ જીત્યું છે. આ અગાઉ ટીમે 2010માં ફાઈનલ રમી હતી જ્યાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા હારી ગયુ હતું. ટીમની આ જીતમાં સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઓપનર ડેવિડ વોર્નરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. વોર્નરે ફાઈનલમાં 173 રનોના ટાર્ગેટ ચેઝ કરતા 38 બોલમાં 53 રનની આક્રમક ઈંનિગ્સ રમીને ટીમને એક મજબૂત શરુઆત અપાવી હતી. અને માર્શ સાથે મેચ વિનિંગ ભાગીદારી કરી મેચ સાથે વર્લ્ડ કપ પોતાને નામ કર્યો.

વર્લ્ડ કપ અગાઉ વોર્નરનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય હતો. પરંતુ વોર્નરે શાનદાર પુનરાગમન કરી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 289 રન બનાવ્યા અને હાઈએસ્ટ રનની યાદીમાં બીજા નંબરે રહ્યો. આ યાદીમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 303 રન બનાવી ટોપ પર છે.

બધુ શરુઆતથી શરુ કરવું પડ્યું- ડેવિડ વોર્નર
મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ લેવા પહોંચેલા વોર્નરે કહ્યું મને તે હંમેશા ગમ્યું છે. હા, હું પ્રેક્ટિસ મેચ દરમિયાન ખૂબ લાંબો સમય ક્રિઝ પર રહ્યો ન હતો પરંતુ મેં તે મેચ દરમિયાન કર્યું. મારે બધું ફરીથી શરુ કરવું હતું અને મારી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હતું. હા, એક દાયકા અગાઉ ઈંગ્લેન્ડ સામેની મળેલી હારથી મને દુ:ખ થયું હતું. ટીમના સપોર્ટ સ્ટાફ, ટીમ અને ઘર તરફથી અમને જે સમર્થન મળ્યું તે શાનદાર છે. બસ દરેક માટે હું શાનદાર ઇનિંગ્સ રમવા માગતો હતી. સ્કોરબોર્ડ પર સારો સ્કોર હતો જેના કારણે થોડો ગભરાહટ હતી. ખેલાડીઓએ જે કર્યું તે જોવું શાનદાર રહ્યું.

વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો
આ વર્ષે વોર્નર રન બનાવી શકતો નહોતો. IPL કે ઈન્ટરનેશનલ બંનેમાં તેનું ફોર્મ ચિંતાજનક હતો તેથી ટ્રોલર્સ ડેવિડ વોર્નરને આઉટ ઓફ ફોર્મ, ખૂબ જ જૂનો અને ધીમો કહીને ઉડાવતા હતાં. ગઈ કાલે જ્યારે વોર્નરને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અવોર્ડ મળ્યો તો વોર્નરની પર્તી કેન્ડિસ વોર્નરે તેના પતિના ટ્રોલર્સને આડેહાથ લીધા અને ટ્વિટ કરીને પ્રશ્ન કર્યો આઉટ ઓફ ફોર્મ, જૂનો અને ધીમો? અને સાથે હસવાના ઈમોજી મૂક્યા હતા અને પતિ વોર્નરને અભિનંદન પણ પાઠવ્યા હતાં.

આ વર્ષ વોર્નર માટે ઉતાર-ચઢાવવાળુ રહ્યું
વોર્નર સતત તેના ખરાબ ફોર્મમાંથી ઝઝૂમી રહેલો. IPLમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો પરંતુ રન જ ન બનાવતા તેને ટીમના કેપ્ટન પદેથી હટાવામાં આવ્યો હતો. એટલું જ નહી બાકીની મેચોમાં તેને પ્લેઈંગ 11માં પણ જગ્યા આપવામાં આવી નહોતી. તેવામાં ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ટીમમાં તેનું સિલેક્શન થવું તેના માટે એક સારુ પરિબળ રહ્યું અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનીને વોર્નરે સાબિત કરી બતાવ્યું કે તે એક મેચ વિનર પ્લેયર છે અને ફોર્મ ટેમ્પરરી છે પરંતુ ક્લાસ હંમેશા સાથે જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...