કોહલી નહીં કરે ઓપનિંગ:વિરાટે કહ્યું T-20 વર્લ્ડ કપમાં કે.એલ.રાહુલ અને રોહિત શર્મા ઓપન કરશે, વોર્મઅપ મેચના ટોસ દરમિયાન કર્યો ઘટસ્ફોટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

18 ઓક્ટોબરે રમાઈ રહેલી વોર્મઅપ મેચ દરમિયાન વિરાટ કોહલીએ ઈન્ડિયન ટીમની ઓપનિંગ જોડી અંગે ઘટસ્ફોટ કર્યો હતો. કેપ્ટન કોહલીએ ટોસ દરમિયાન કહ્યું હતું કે રોહિત સાથે રાહુલની જોડી ઇંગ્લેન્ડ ટૂરથી સેટ થઈ ગઈ હોવાથી ટીમ માટે આ કોમ્બિનેશન ફાયદાકારક રહેશે. આ મેચમાં ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઈશાન કિશનથી લઈને રાહુલ ચાહરને પણ મેચ રમવાની તક મળી છે.

રાહુલનો વિકલ્પ શોધવો મુશ્કેલ- વિરાટ કોહલી
વિરાટે વધુમાં જણાવ્યું હતું કે જો IPL ફેઝ-2 પહેલાની વાત કરું તો હું ઓપનિંગ કરવાનો પ્લાન કરી રહ્યો હતો. હવે IPL 2021માં તથા ઇંગ્લેન્ડ સિરીઝમાં રાહુલનું પ્રદર્શન જોતા તેને રોહિત સાથે વર્લ્ડ કપમાં ઓપનિંગમાં ઉતારવો ટીમ માટે યોગ્ય નિર્ણય રહેશે.રોહિત શર્મા એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને તેના સામે કોઈ પ્રશ્ન થવો ન જોઈએ.

વિરાટ કોહલી નંબર-3 પર જ બેટિંગ કરશે
વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે હું નંબર-3 પર જ બેટિંગ કરવા માટે આવીશ. ટીમ મેનેજમેન્ટે પણ રાહુલના IPLના ડેટા જોયા હતા, જેમાં તેણે 13 મેચમાં 626 રન કર્યા હોવાથી ઓપનિંગ સ્લોટ આપવામાં આવ્યો છે. તેવામાં વોર્મઅપ મેચમાં સારી પ્રેક્ટિસ કરીને કોહલી પાકિસ્તાન સામેની પહેલી મેચમાં સારુ પ્રદર્શન કરવા મેદાનમાં ઉતરશે.

અમારી ટીમ સંતુલિત છે- વિરાટ
વિરાટે કહ્યું હતું કે ઈન્ડિયન પ્લેયર્સે IPLમાં જે ભાગ ભજવ્યો છે તેવો જ અહીં આ ટીમમાં ભજવવાનો રહેશે. અમે તેમના તમામ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જ ટીમની પસંદગી તથા ટીમની પ્લેઇંગ-11 નક્કી કરીશું. જેથી હું સ્પષ્ટપણે એમ કહીં શકું છું કે અમારી ટીમ સંતુલિત છે અને દરેક ખેલાડીને પોતાનો રોલ ખબર છે.

અન્ય સમાચારો પણ છે...