COIN કોહલી પ્રૂફ છે કે શું?:વિરાટ છેલ્લી 14 મેચમાં 13મો તથા WCનો સતત ત્રીજો ટોસ હાર્યો, ફેન્સે શોલે ફિલ્મ અને સ્ક્વિડ ગેમના MEME શેર કર્યા

એક મહિનો પહેલા
  • વિરાટ કોહલીએ તેની છેલ્લી 14માંથી 13 મેચમાં ટોસ ગુમાવ્યો છે.

બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 33મી મેચ દરમિયાન વિરાટ કોહલી ફરીથી ફેન્સના નિશાને આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચમાં પણ વિરાટ કોહલી ટોસ હારી ગયો હતો. એટલું જ નહીં આ વર્લ્ડ કપની 3 મેચ સહિત છેલ્લી 14માંથી 13 મેચમાં કોહલી ટોસ હારી જતા ફેન્સ તેના નસીબની મજાક ઉડાવતા નજરે પડ્યા હતા. કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયામાં શોલે અને હંગામા ફિલ્મના MEME બનાવી પોસ્ટ કરી હતી તો વળી કેટલાક યૂઝર્સે સ્કિ્વડ ગેમના પણ વિવિધ MEME બનાવી શેર કરવાનું શરૂ કરી દીધું હતું. તો ચલો આપણે મેચની ગણતરીની સેકન્ડમાં જ કેવી રીતે કોહલી ટ્રેન્ડ થવા લાગ્યે એ ઘટના પર નજર ફેરવીએ.....

આ વર્લ્ડ કપમાં ટોસ મહત્ત્વપૂર્ણ, ટોસમાં વિરાટનું બેડ લક
UAEમાં આયોજિત વર્લ્ડ કપમાં મોટાભાગની મેચ જોવા જઈએ તો પહેલા બોલિંગ પસંદ કરતી ટીમ જ જીતી છે. તેવામાં વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે આ વર્લ્ડ કપની ત્રણેય મેચમાં ટોસ હાર્યો હતો અને આ ત્રણેય મેચમાં ભારતને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આને જોતા ફેન્સ પણ હવે સોશિયલ મીડિયામાં ટોસ દરમિયાન કોહલીના ખરાબ નસીબ સામે નિશાન સાધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે પહેલા બેટિંગ કરતા નિરાશાજનક પ્રદર્શન દાખવી લગભગ વર્લ્ડ કપમાં ટોપ-4ની સફર થંભાવી દીધી છે. આ મેચમાં સૌથી મોટો ફટકો ભારતને ટોપ બેટર અને ટોસે આપ્યો છે.

ફેન્સની પ્રતિક્રિયા.....

પાકિસ્તાની બોલર શોએબનો પિચ અંગે ઘટસ્ફોટ
ન્યૂઝીલેન્ડ સામે ધબડકા પછી ઈન્ડિયન ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર પણ ગુસ્સે થયો હતો. તેણે કહ્યું હતું કે UAEમાં પહેલી ઈનિંગ દરમિયાન બોલર્સને ઘણી સહાયતા મળે છે. બીજી ઈનિંગમાં ફ્લેટ પિચ થઈ જાય છે. પહેલા બેટિંગ કરતી ટીમ માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે પરંતુ એનો અર્થ એવો નથી કે ઈન્ડિયા આવી રીતે રમે. ટીમ સિલેકશન સામે મને ઘણા સવાલો છે. ઈશાન કિશન હજુ બાળક છે, તેને કેમ ઓપનિંગમાં મોકલ્યો. રોહિત શર્માને જ ઓપનર તરીકે પસંદ કરવો જોઈએ.

હાર માટે કેપ્ટને આખી ટીમને જવાબદાર ગણાવી
ઈન્ડિયન કેપ્ટન કોહલીએ મેચ પછી જણાવ્યું હતું કે મને નથી લાગતું કે અમે બોલિંગ કે બેટિંગમાં કોઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું હોય. સ્વાભાવિક રીતે આ મેચમાં અમારી બોલિંગ નબળી હતી. અમે જ્યારે ગ્રાઉન્ડમાં એન્ટર થયા ત્યારે જ અમારી બોડી લેંગ્વેજ નબળી હતી.

અન્ય સમાચારો પણ છે...