કોહલીનું 'વિરાટ' કદ:ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડને પહેલા હરાવ્યું; પછી આપી 'સરપ્રાઈઝ ગિફ્ટ'; સ્કોટલેન્ડ બોર્ડે પણ કર્યાં ભરપૂર વખાણ

યુએઇએક મહિનો પહેલા
  • કોહલી, રોહિત શર્મા ઉપરાંત બીજા ખેલાડીઓ અચાનક સ્કોટલેન્ડના ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા

ટી-20 વર્લ્ડકપની સેમી-ફાઇનલમાં પહોંચવાની ટીમ ઈન્ડિયાની આશા હજી પણ યથાવત્ છે. શુક્રવારે ભારતે સ્કોટલેન્ડને હરાવ્યું હતું. આ જીત બાદ વિરાટ કોહલી અને વાઇસ-કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ટીમના બીજા ખેલાડીઓ અચાનક સ્કોટલેન્ડના ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. ક્રિકેટ સ્કોટલેન્ડે આ તસવીરો શેર કરી હતી, જેમાં કોહલી સ્કોટલેન્ડના ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. જ્યારે વિરાટ અને રોહિત વાત કરી રહ્યા હતા ત્યારે સ્કોટલેન્ડમાં બધા ખેલાડીઓ રમતના આ દિગ્ગજોને ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા હતા. આ તસવીર શેર કરવાની સાથે સ્કોટલેન્ડ ક્રિકેટે લખ્યું- 'અમે તમારું ખૂબ સન્માન કરીએ છીએ, વિરાટ તમે અમારી ટીમ માટે સમય કાઢ્યો'

ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ટોપ-3માં પહોંચ્યું
આ જીત બાદ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બાદ ગ્રુપ-2ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતે હવે મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ થઈ ગયા છે. આ મેચ એકતરફી રહી. પહેલા ભારતીય બોલરોએ સ્કોટલેન્ડની ટીમને માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી દીધી અને પછી બેટ્સમેનોએ 6.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીતનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. નેટ રન રેટ સુધારવા માટે ભારતીય ટીમે 43 બોલમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો, પણ રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ ટીમને એવી તોફાની શરૂઆત અપાવી કે ભારતે માત્ર 39 બોલમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો.

મેદાન પર કારમી હારનો સામનો કર્યા બાદ જ્યારે સ્કોટિશ ખેલાડીઓ ડ્રેસિંગરૂમમાં પોતાનો સમાન પેક કરી રહ્યા હતા ત્યારે કેટલાક 'ખાસ મહેમાનો' રૂમમાં પ્રવેશ્યા હતા. નજર કરતાં ખબર પડી કે તે ભારતીય ખેલાડી છે, જેમણે થોડા સમય પહેલાં જ પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. મેચ બાદ આ તસવીરોએ ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે.

ધ્યાનથી સાંભળી રહ્યા હતા દરેક વાત

રોહિત સહિત ઘણા ખેલાડીઓ સાથે વાતચીત

કેપ્ટન કોહલીનો જન્મ દિવસ હતો અને ટીમને સેમી-ફાઇનલની રેસમાં બની રહેવા માટે સ્કોટલેન્ડ સામે જીત મેળવવાની હતી. ભારતે પણ ટોસ જીત્યો અને પછી મેચ નિર્ધારિત બોલમાં જ જીતી લીધી. પહેલા જાડેજા અને શમીએ તેમની બોલિંગ વડે આ કાર્યને સરળ બનાવ્યું અને પછી રોહિત શર્મા તથા કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ ગ્રુપ-2માં ટીમના શ્રેષ્ઠ નેટ રન રેટ સાથે બેટિંગ કરી. ભારતે 81 બોલ બાકી રહેતાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી જીત મેળવીને કેપ્ટનને જન્મદિવસની ભેટ આપી હતી અને ટીમને ત્રીજા સ્થાને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી.

મોહમ્મદ શમી અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી
આ મેચમાં વિરાટે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ કેપ્ટનના નિર્ણય પર ખરા ઊતર્યા અને સ્કોટલેન્ડની આખી ટીમને માત્ર 85 રનમાં આઉટ કરી દીધી. ભારત માટે મોહમ્મદ શમીએ 3, રવીન્દ્ર જાડેજાએ 3 અને જસપ્રિત બુમરાહે 2 વિકેટ લીધી હતી. નેટ રન રેટમાં અફઘાનિસ્તાનને પછાડવા માટે ભારતને 7.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરવાની જરૂર હતી. જવાબમાં કેએલ રાહુલની 18 બોલમાં અડધી સદીની મદદથી ભારતે 6.3 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...