ફોટો ઓફ ધ ડે:પાકિસ્તાનના વિજય બાદ વિરાટ કોહલીએ મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યો, વાઇરલ થઈ રહ્યો છે ફોટો

દુબઈએક મહિનો પહેલા
કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હતા અને જીત માટે અભિનંદન આપ્યાં હતાં.
  • મેચ બાદ પાકિસ્તાનના ખેલાડીઓએ ધોની પાસેથી ટિપ્સ લીધી

ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે સુપર 12ના ગ્રુપ-2માં પાકિસ્તાન સામે હાઇવોલ્ટેજ મેચમાં સાત વિકેટ પર માત્ર 151 રન બનાવી શકી હતી અને ટીમને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્લ્ડકપના કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ વખત ભારતને હરાવ્યું છે અને એ પણ કારમી હાર. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્કોરબોર્ડ પર 151 રન બનાવ્યા હતા.

કોહલીએ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા
જેના જવાબમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ માટે કેપ્ટન બાબર આઝમે 68, જ્યારે મોહમ્મદ રિઝવાને 79 રન બનાવ્યા હતા. રિઝવાને 55 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે બાબરે બેટથી 52 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જોકે હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હતા અને જીત માટે અભિનંદન આપ્યાં હતાં. કોહલીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનની શાનદાર જીત બાદ કોહલીએ બાબર આઝમને જીત પર અભિનંદન પાઠવ્યાં હતાં. આ પછી તેણે મોહમ્મદ રિઝવાનને પણ ગળે લગાવ્યો હતો. બંને પાકિસ્તાની ક્રિકેટરો પણ કોહલી સાથે હસીને ગળે મળ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પર ખૂબ હાસ્ય દેખાઈ રહ્યું હતું. બંને પાકિસ્તાની બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 107 બોલમાં 152 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની આ અત્યારસુધીની સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકે 2012માં અમદાવાદમાં ભારત સામે ચોથી વિકેટ માટે 106 રનોની પાર્ટનરશિપ કરી હતી.

પાકિસ્તાનની શાનદાર જીત બાદ કોહલીએ બાબર આઝમને જીત પર અભિનંદન પાઠવ્યાં હતાં.
પાકિસ્તાનની શાનદાર જીત બાદ કોહલીએ બાબર આઝમને જીત પર અભિનંદન પાઠવ્યાં હતાં.
ધોની બાબર આઝમ અને મલિક સાથે વાત કરી રહ્યો છે.
ધોની બાબર આઝમ અને મલિક સાથે વાત કરી રહ્યો છે.
1992ના વર્લ્ડ કપ બાદથી ભારત અને પાકિસ્તાન 12 વખત વર્લ્ડ કપમાં આમને-સામને થયા છે.
1992ના વર્લ્ડ કપ બાદથી ભારત અને પાકિસ્તાન 12 વખત વર્લ્ડ કપમાં આમને-સામને થયા છે.

આ મેચ પહેલાં પાકિસ્તાને અત્યારસુધીમાં કોઈપણ વર્લ્ડ કપમાં ભારતને હરાવી શક્યું નથી. પછી ભલે તે 50 ઓવર હોય કે ટી-20 ફોર્મેટ હોય. ભારતીય ટીમની પાસે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પોતાનો રેકોર્ડ 13-0 સુધી કરવાની તક મળી હતી. 1992ના વર્લ્ડ કપ બાદથી ભારત અને પાકિસ્તાન 12 વખત વર્લ્ડ કપમાં આમને-સામને થયા છે, જેમાં ભારતનો વન-ડેમાં 7-0 અને ટી-20માં 5-0નો રેકોર્ડ રહ્યો હતો અને પાકિસ્તાન ક્યારેય પણ ભારતને મોટા સ્ટેજ પર હરાવી શક્યું ન હતું, પરંતુ આ મેચમાં ભારતીય ટીમ સામે અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રખવાનું પણ દબાણ હતું. ક્યારે પાકિસ્તાની પાસે ખાવા માટે પણ કશું જ નથી અને એ સમયે પાકિસ્તાને આક્રમક પ્રદર્શન કરતાં એકતરફી અંદાજમાં મુકાબલો જીતીને બધા જ રેકોર્ડ ધ્વસ્ત દ્વાસ્ત કરી નાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...