કોહલીએ જીતની ક્રેડિટ અશ્વિનને આપી:કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું

આબુધાબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશ્વિને 4 ઓવરમાં 14 રન આપી 2 વિકેટ લીધી
  • ભારત-210/2, અફઘાનિસ્તાન-144/7, બન્ને ઈનિંગમાં 10-10 છગ્ગા વાગ્યા

અંતે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કંપમાં પોતાની પ્રથમ જીત પ્રાપ્ત કરી છે. આબુધાબીના મેદાન પર અફઘાનિસ્તાનને ટીમ ઈન્ડિયાએ 66 રનથી હરાવ્યું છે. મેચ જીત્યા પછી વિરાટ કોહલીએ ટીમની રણનીતિ પર વાત કરી. તેમણે કહ્યું કે જો વાત નિષ્પક્ષ થઈને કરું તો આ સારી વિકેટ હતી. અમે એ તથ્ય પર વાત કરી રહ્યાં હતા કે જો આપણે બે ઓવરની ફ્રી-ફ્લાઈંગ બેટિંગ કરીશું તો તેનાથી સામેની ટીમને સંદેશ જશે કે આપણે સારુ રમી રહ્યાં છે. અને આમ પણ આપણે આવું રમવા ટેવાયેલા છે. જોકે ક્યારેક ક્યારેક તમે જરૂર દબાણમાં આવી જાવ છો, તે વાતનો સ્વીકાર કરવો જોઈએ.

T-20 ક્રિકેટ બેટિંગ, બોલિંગ અને નિર્ણય લેવામાં ખૂબ જ સહજ રમત
કોહલીએ વધુમાં કહ્યું કે T-20 ક્રિકેટ બેટિંગ, બોલિંગ અને નિર્ણય લેવામાં ખૂબ જ સહજ રમત છે. આપણે હરતા-ફરતા નિર્ણય લઈએ છીએ. જ્યારે આપણા બેટ્સમેને સારી બેટિંગ કરી તો આપણા પાવર-હિટર પણ તૈયાર જ ઉભા હતા. કોહલીએ ગત મેચમાં ખરાબ દેખાવ પર કહ્યું કે ઘણી વખત તમે દબાણ આગળ નમી જાવ છો. આજે અમારી યોજના હતી- પોતાના મુજબ રમવાની. અગાઉની મેચોની વાત કરવામાં આવે તો વિરોધી ટીમોએ સારી બેટિંગ કરી હતી. બીજી તરફ નેટ રન રેટ પર વાત કરવામાં આવે તો કોહલીએ કહ્યું કે અમે હમેશા સકારાત્મક રહીએ છીએ. અશ્વિનની વાપસી પર કોહલીએ કહ્યું કે તે આપણા માટે પોઝિટિવ બાબત છે. તેણે આઈપીએલમાં સારો દેખાવ કર્યો છે. તે જ્યારે પણ વચ્ચેની ઓવરમાં આવે છે તો આપણને મેચમાં નિયંત્રણ આપી જાય છે. હું આજે આ વાતને લઈને સૌથી વધુ ખુશ છું.

અશ્વિનને ન પસંદ કરવા બાબતે થઈ હતી કોહલીની ટીકા
આર અશ્વિનને મોટી મેચમાંથી બહાર રાખવા પર વિરાટ કોહલીની જોરદાર ટીકા પણ થઈ રહી હતી. ભારતના સ્ટાર બોલરને અફઘાનિસ્તાન સામેની મેચમાં તક મળી અને તેણે સારુ પ્રદર્શન કર્યું. તેણે 14 રન પર 2 વિકેટ લીધી. અફઘાનિસ્તાન સામે જીત્યા પછી કેપ્ટન વિરાટ કોહલીએ અશ્વિનની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે તેમની વાપસી ટીમ માટે સકારાત્મક રહી.

ખૂબ જ સમજણપૂર્વક બોલિંગ કરે છે આર અશ્વિન
મોહમ્મદ શમીએ 32 રનમાં 3 વિકેટ લીધી. જ્યારે 4 વર્ષ પછી સીમિત ઓવરોની ઈન્ટરનેશનલ મેચ રમી રહેલા અશ્વિને ખૂબ જ સારી બોલિંગ કરતા 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી. કોહલીએ કહ્યું કે અશ્વિને ખૂબ જ મહેનત કરી છે. તેમણે આઈપીએલમાં પણ આ પ્રકારની શિસ્ત બતાવી હતી. કોહલીએ કહ્યું કે અશ્વિન વિકેટ પ્રાપ્ત કરનારા બોલર છે. તે સમજણપૂર્વક બોલિંગ કરે છે. કોહલીએ કહ્યું કે ટીમની પહેલાની 2 મેચની સરખામણીમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં વિકેટ સારી હતી.

અન્ય સમાચારો પણ છે...