WCમાં IND ટીમની પહેલી જીત તસવીરોમાં:જાડેજાના કેચ પછી અમ્પાયર્સ મુંઝાયા, IND પ્લેયર્સે દિવાળી પહેલા અબુધાબીમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો

એક મહિનો પહેલા

સતત 2 મેચમાં મળેલી હાર પછી છેવટે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપમાં પહેલી મેચ જીતી છે. ટૂર્નામેન્ટની 33મી મેચમાં ભારતને અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા. જેમાં રોહિત શર્મા (74) અને કે.એલ.રાહુલે (69) મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ હાઈસ્કોરને ચેઝ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 144 રન કર્યા હતા, જેથી ભારતે આ મેચ જીતી લીધી હતી.

ઈન્ડિયન ટીમે સુપર-12 મેચમાં અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું છે. આ મેચ અબૂ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં વિરાટ સેના ટોસ હારી પહેલા બેટિંગ કરવા મેદાનામાં ઉતરી હતી. આ મેચ દરમિયાન ઈન્ડિયન બેટરની બેટિંગથી લઈને અશ્વિન-શમીની બોલિંગે દર્શકોને મનોરંજન પુરુ પાડ્યું હતું. જોકે બીજી ઈનિંગ દરમિયાન રવીંદ્ર જાડેજાનો ડાઈવિંગ કેચ પણ વિવાદોમાં સપડાયો હતો. તો ચલો આપણે વીડિયો અને તસવીરોના માધ્યમથી આ મેચ પર નજર ફેરવીએ.....

આઉટ-નોટઆઉટ વિવાદ
આઉટ-નોટઆઉટ વિવાદ

19મી ઓવરમાં થઈ જોવાજેવી

  • ઈન્ડિયન ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 19મી ઓવર નાખવા આવ્યો હતો. તેણે પહેલા બોલ પર નબીને જાડેજાના હાથે કેચ આઉટ કરાવી મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
  • આ ઓવરના બીજા જ બોલ પર વાઈડ લોન્ગ ઓફની દિશામાં જનતે લોફ્ટેડ શોટ માર્યો હતો. જાડેજાએ મિડ વિકેટની બાઉન્ડરી લાઈનથી દોડીને આગળ તરફ ડાઈવ મારી શાનદાર કેચ પકડ્યો હતો.
  • ફિલ્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટ આપી, થર્ડ અમ્પાયરને કેચ ચેક કરવા આપ્યો હતો.
  • થર્ડ અમ્પાયરે તમામ પાસા ચેક કરી જનતને નોટઆઉટ આપતા જાડેજા નિરાશ થઈ ગયો હતો. ત્યારપછી સોશિયલ મીડિયોમાં પણ ફેન્સ આનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. ICCએ પણ આનો વીડિયો શેર કર્યો.

IND v/s AFG મેચ તસવીરોમાં......

અબુધાબીમાં મેચ પહેલા પિચની તસવીર
અબુધાબીમાં મેચ પહેલા પિચની તસવીર
અશ્વિને ટોસ પહેલા વોર્મઅપ કરવા માટે બોલિંગ કરી હતી
અશ્વિને ટોસ પહેલા વોર્મઅપ કરવા માટે બોલિંગ કરી હતી
વિરાટ કોહલી ટીમ સાથે ગેમ પ્લાન બનાવતો નજરે પડ્યો હતો
વિરાટ કોહલી ટીમ સાથે ગેમ પ્લાન બનાવતો નજરે પડ્યો હતો
અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી
અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી
ટોસ જીતી પહેલા બોલિંગ કરવા આવેલી અફઘાની ટીમ ઉત્સાહિત જણાઈ
ટોસ જીતી પહેલા બોલિંગ કરવા આવેલી અફઘાની ટીમ ઉત્સાહિત જણાઈ
રોહિત અને રાહુલ 140 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી
રોહિત અને રાહુલ 140 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી
રાશિદ ખાન કેપ્ટન નબી સાથે ગેમ પ્લાન બનાવતો નજરે પડ્યો હતો
રાશિદ ખાન કેપ્ટન નબી સાથે ગેમ પ્લાન બનાવતો નજરે પડ્યો હતો
રિષભ પંતે બંને ઓપનર્સ આઉટ થયા પછી વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 13 બોલમાં 27 રન કર્યા હતા.
રિષભ પંતે બંને ઓપનર્સ આઉટ થયા પછી વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 13 બોલમાં 27 રન કર્યા હતા.
હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 35 રન કર્યા હતા.
હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 35 રન કર્યા હતા.
જસપ્રીત બુમરાહે 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ ટીમને જીત તરફ દોરી હતી
જસપ્રીત બુમરાહે 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ ટીમને જીત તરફ દોરી હતી
રવિચંદ્રન અશ્વીને 4 ઓવરમાં 14 રન આપી 2 વિકેટ લીધી હતી.
રવિચંદ્રન અશ્વીને 4 ઓવરમાં 14 રન આપી 2 વિકેટ લીધી હતી.
ઈન્ડિયન ટીમે 66 રનથી અફઘાનિસ્તાની ટીમને હરાવી દીધું હતું. મેચ દરમિયાન બંને ટીમના ફેન્સ ટીમને ચિયર કરતા નજરે પડ્યા હતા.
ઈન્ડિયન ટીમે 66 રનથી અફઘાનિસ્તાની ટીમને હરાવી દીધું હતું. મેચ દરમિયાન બંને ટીમના ફેન્સ ટીમને ચિયર કરતા નજરે પડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...