T-20 વર્લ્ડ કપ:સુપર-12ની રેસમાં રહેવા માટે બાંગ્લાદેશે મેચ જીતવી પડશે, ઓમાન સાથે મેચ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડ કપના ત્રીજા દિવસે ગ્રૂપ-બીમાં ઓમાન અને બાંગ્લાદેશ ટકરાશે. બાંગ્લાદેશ પ્રથમ મેચમાં સ્કોટલેન્ડ સામે હારી ગયું હતું. ટીમે સુપર-12ની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી પડશે. બીજી તરફ ઓમાને પ્રથમ મેચ 10 વિકેટે જીત હતી. બાંગ્લાદેશની સૌથી મોટી ચિંતા બેટ્સમેન ઝડપથી રન બનાવી શકતા નથી. બોલરોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ સારી ભાગીદારી બનાવીને સ્કોટલેન્ડ 140 રન સુધી પહોંચી ગયું હતું. જો ઓમાન આ મેચ જીતે છે તો સુપર-12માં તેનું સ્થાન પાકું થઈ જશે.

બીજા રાઉન્ડમાં પહોંચવા સ્કોટલેન્ડ ઉતરશે
પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવનાર સ્કોટલેન્ડની મેચ પીએનજી સાથે થશે. આ મેચ સાંજે 3.30 કલાકે રમાશે. જો ટીમ સ્કોટલેન્ડ આ મેચ જીતે છે તો સુપર-12માં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. ટીમ ફોર્મમાં છે. બીજી તરફ પીએનજી બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે ફેલ રહી છે.

અન્ય સમાચારો પણ છે...