ભાસ્કર ડેટા એનાલિસિસ:2014 બાદથી વર્લ્ડ કપ નૉકઆઉટમાં ચેઝ કરનાર ટીમ 100 ટકા મેચ જીતી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટી-20 વર્લ્ડ કપમાં ટોસની ભૂમિકા મેચમાં ઘણી મોટી જોવા મળી. આ વખતે 45 માંથી 30 એટલે કે 67 ટકા મેચ ટોસ જીતનાર ટીમે જીતી. ફાઈનલના સ્થળ એવા દુબઈમાં 13 મેચમાંથી 11 મેચ ટોસ જીતનાર ટીમ જીતી.

મોટાભાગની મેચોમાં ટોસ જીતનાર ટીમોએ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને રન ચેઝ થકી મેચ જીતી. પ્રારંભિક રાઉન્ડ બાદ 23 મેચ રમાઈ, જેમાંથી 18 મેચ રન ચેઝ કરનાર ટીમોએ જીતી હતી. એટલે કે, અહીં પણ ટોસ જીતી ચેઝ કરવાની પેટર્ન સફળ રહી.

2014 બાદથી વર્તમાન વર્લ્ડ કપ સુધીની વાત કરવામા આવે તો નૉકઆઉટમાં ચેઝ કરનાર ટીમે 7 એટલે કે 100% મેચ જીતી છે.

2014 પછી T-20નૉકઆઉટમાં જીત-હારઃ તમામ 9 વખત ચેઝિંગ ટીમ જીતી
2014 બાદથી ટી-20 ઈન્ટરનેશનલ નૉકઆઉટમાં ટોસ જીતી ફિલ્ડિંગ કરનાર તમામ 9 ટીમો જીતી. ત્યારથી અત્યારસુધી 13 નૉકઆઉટ મેચમાંથી 12 ચેઝિંગ ટીમ, 1 પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...