વિદેશી ટીમ ભારતની સાથે!:સ્કોટલેન્ડના કીપરે કીવી બેટરને ચીડવ્યા, બોલરને કહ્યું- સમગ્ર ભારત અત્યારે તારી પડખે ઊભું છે; હરભજને ટ્રાફિક પોલીસ સાથે ઈન્ડિયન ફેન્સની તુલના કરી

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડ કપના ગ્રુપ-2ની 32મી મેચ ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે આયોજિત મેચમાં સ્કોટલેન્ડના વિકેટ કીપરે અનેરા અંદાજમાં બોલર્સને ચિયર કર્યા હતા. જેનો વીડિયો ICCએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. જે અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કીવી ટીમે ભારતને હરાવી તેની સેમિફાઈનલની સફર લગભગ થંભાવી દીધી છે. તેવામાં આ મેચ દરમિયાન સ્કોટલેન્ડ પણ જાણે ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી ભારતને મદદ કરવા માગતુ હોય તેમ લાગી રહ્યું હતું. જોકે આ મેચ દરમિયાન હરભજન સિંહ પણ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે અત્યારે ઈન્ડિયન ફેન્સ આ મેચને ટ્રાફિક પોલીસ બની જોતા હશે. તો ચલો આપણે આ મેચના આવા જ 2 રોમાંચક કિસ્સા પર નજર ફેરવીએ....

સ્કોટલેન્ડે મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન કર્યા હતા. તેવામાં ઈનિંગની 8મી ઓવરમાં સ્કોટલેન્ડનો ક્રિસ ગ્રીવ્સ બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવર દરમિયાન વિકેટ કીપરે તેનો આત્મવિશ્વાસ વધારતા કહ્યું હતું કે ગ્રીવ્સ અત્યારે આખુ ભારત તારી પડખે ઊભું છે. આત્મવિશ્વાસથી બોલિંગ કર તું....

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ
સ્કોટલેન્ડના કીપરે જેવી રીતે ભારતનો ઉલ્લેખ કરી આત્મવિશ્વાસ વધાર્યો હતો, એ જોઈ ICCએ પણ પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડના ખેલાડીની આવી પ્રતિક્રિયાને જોતા એમ લાગી રહ્યું હતું કે જાણે આ વિદેશી ટીમ પણ ભારતને સહાય કરવા મેદાનમાં ઉતરી છે.

  • સ્કોટલેન્ડના બોલરે પણ આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા.
  • કીવી ટીમે 8 ઓવરમાં 3 વિકેટના નુકસાને 58 રન નોંધાવ્યા હતા.

ફેન્સની પ્રતિક્રિયા વાઈરલ
ICCએ વીડિયો પોસ્ટ કર્યા પછી ગણતરીની મિનિટમાં ભારતીય ફેન્સ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા હતા. એક યૂઝરે કહ્યું હતું કે હવે તો આ વર્લ્ડ કપમાં ભારત-સ્કોટલેન્ડ ભાઈ-ભાઈ છે...તો બીજા યૂઝર્સે સ્કોટલેન્ડને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને તમે આ મેચ જીતી જાઓ. જોકે આ ઓવર પછી ક્રિસ ગ્રીવ્સ કઈ ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો. તેણે 3 ઓવરમાં 26 રન આપી એકપણ વિકેટ લીધી નહોતી.

હરભજને ઈન્ડિયન ફેન્સની તુલના ટ્રાફિક પોલીસ સાથે કરી
આ મેચમાં સ્કોટલેન્ડની ટીમને 173 રનના ટાર્ગેટ મળ્યો હતો. આ દરમિયાન સ્કોટલેન્ડ ટીમની બેટિંગ દરમિયાન હરભજન સિંહે આ મેચના મહત્ત્વ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે અત્યારે ઈન્ડિયન ફેન્સ આ મેચને ટ્રાફિક પોલીસની જેમ જોતા હશે. જેમ હેલ્મેટ વગરના વાહન ચાલકને ટ્રાફિક પોલીસ જોવે છે તેમ જ અત્યારે ઈન્ડિયન ફેન્સ આ મેચને જોતા હશે. અત્યારે તમામ લોકો ન્યૂઝીલેન્ડ હારી જાય અને સ્કોટલેન્ડ જીતે તેવી આશાથી ટીવી પાસે બેઠા હશે.

ન્યૂઝીલેન્ડે 16 રનથી મેચ જીતી
T-20 વર્લ્ડ કપના ગ્રુપ-2ની 32મી મેચ ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં સ્કોટલેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન કર્યા હતા. જેના જવાબમાં સ્કોટલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 156 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ અને સ્પિનર ઈશ સોઢીએ 2-2 વિકેટ લઈ ટીમને 16 રનથી જીતવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

વિરાટ સેના સેમિફાઇનલ રેસમાંથી લગભગ બહાર
T-20 વર્લ્ડ કપની 28મી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટથી હરાવી દીધી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 110/7નો સ્કોર નોંધાવ્યો હતો. રવીંદ્ર જાડેજા ઈન્ડિયન ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો, તેણે 26 રન કર્યા હતા. વળી કીવી ટીમ માટે ટ્રેંટ બોલ્ટે 3 વિકેટ લીધી હતી. 111 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર ચેઝ કરી લીધો હતો.

ભારતને હરાવી કીવી ટીમે વિરાટ સેનાની સેમિફાઈન સુધીની સફર લગભગ થંભાવી દીધી
ભારતને હરાવી કીવી ટીમે વિરાટ સેનાની સેમિફાઈન સુધીની સફર લગભગ થંભાવી દીધી
અન્ય સમાચારો પણ છે...