અફઘાનીસ્તાન સામેની મેચ બાદ બધાના મનમાં એક જ સવાલ છે કે હવે ભારત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે. ભારતે કાલે અફઘાનિસ્તાનને 66 રનના મોટા માર્જીનથી હરાવ્યું હતું. જોકે ભારતે અફઘાનિસ્તાનને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતો તો ભારત રન રેટની બાબતમાં અફઘાનીસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને પાછળ છોડી દેત. પણ આવું થયું નહીં.
અફઘાનીસ્તાન સામેની મેચ પછી દરેક દેશની સ્થિતિ
દેશ | મેચ રમી | જીત | હાર | રન રેટ | પોઈન્ટ |
પાકિસ્તાન | 4 | 4 | 0 | +1.065 | 8 |
અફઘાનિસ્તાન | 4 | 2 | 2 | +1.481 | 4 |
ન્યૂઝીલેન્ડ | 3 | 2 | 1 | +0.816 | 4 |
ભારત | 3 | 1 | 2 | +0.073 | 2 |
નામીબિયા | 3 | 1 | 2 | -1.600 | 2 |
સ્કોટલેન્ડ | 3 | 0 | 3 | -2.645 | 0 |
હવે ભારત કેવી રીતે પહોંચશે સેમીફાઈનલમાં
અફઘાનિસ્તાન સામેની જીત પછી હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની આશા જીવંત છે. જોકે રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. પરંતુ સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને માત્ર 16 રને જ હરાવ્યું છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે. ભારત સામેની હાર પછી અફઘાનિસ્તાનની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. ભારતની આગામી મેચ 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે છે. ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન મેચ 7 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે રમાશે.
તો સેમીફાઈનલમાં ભારતના દરવાજા બંધ થઈ જશે
જો ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવી દેશે તો ભારત માટે સેમીફાઈનલમાં દવાજા બંધ થઈ જશે. ન્યૂઝીલેન્ડ પોતાની બન્ને મેચ જીતી જશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં સારી રન રેટ હશે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે ભારત પાસે છ પોઈન્ટ જ હશે.
તો અફઘાનિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી જશે
જો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમને મોટા અંતરથી હરાવી દેશે તો રન રેટના આધારે તે સેમીફાઈનલમાં પહોંચી જશે. પાકિસ્તાનની ટીમ પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
ચમત્કાર નામીબિયાને પણ સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે
નામીબિયા માટે પણ સેમીફાઈનલના દરવાજા ખુલા છે, તે માટે તેણે ભારત અને ન્યૂઝીલેન્ડને આગામી મેચમાં મોટા માર્જીનથી હરાવવું પડશે. સાથે અફઘાનીસ્તાન પણ ન્યૂઝીલેન્ડને ઓછા માર્જીનથી હરાવે તો રનરેટના આધારે નામીબીયા સેમીફાઈનલમાં પહોંચ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.