કેન વિલિયમ્સનનો ખતરનાક શોટ:બુલેટની ઝડપે બોલ અમ્પાયર સામે આવ્યો, બોલરે પણ પકડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો; માંડ-માંડ બચ્યા અમ્પાયર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપની 36મી મેચ, ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રીફેલ માટે ભયજનક સાબિત થઈ હતી. આ મેચ ન્યૂઝીલેન્ડ અને નામીબિયા વચ્ચે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગની 12મી ઓવરમાં અમ્પાયર એક બોલ પર ઈજાગ્રસ્ત થતા થતા બચ્યો હતો. બેટરે બુલેટથી પણ ઝડપી સ્ટ્રેટ ડ્રાઈવ મારી હતી જેનાથી તેણે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.

વિલિયમ્સનનો ખતરનાક શોટ
ન્યૂઝીલેન્ડ તરફથી 12મી ઓવરમાં કીવી કેપ્ટન કેન વિલિયમસન બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક ખતરનાક શોટ માર્યો હતો જે બુલેટની ઝડપે અમ્પાયરની પાંસળીઓ પાસેથી પસાર થઈ ગયો હતો. જોકે બોલરે પણ આ કેચ પકડવા પ્રયત્ન કર્યો હતો વળી અમ્પાયર પણ સતર્ક હોવાથી આ શોટથી બચી ગયો હતો. જેથી બોલ તેને સ્પર્શી શક્યો નહતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ICC દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

વિલિયમ્સનનું T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન
આ વર્લ્ડ કપમાં કીવી કેપ્ટનનું ફોર્મ ખાસ રહ્યું નથી. નામિબિયા સામે, તે ટ્રેક પર પાછા આવવા માટે આક્રમક શોટ ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પૂરજોશમાં શોટ માર્યો હતો. જેના પર અમ્પાયર પોલ રીફેલ ઈજાગ્રસ્ત થતા થતા બચ્યા હતા. જોકે, ફરી એકવાર કીવી કેપ્ટન T-20 વર્લ્ડ કપની આ મેચમાં પણ કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. નામિબિયા સામેની મેચમાં તે 28 રન કરીને આઉટ થયો હતો.

મેચમાં શું થયું?
આ મેચમાં ન્યૂઝીલેન્ડે નામીબિયાને 52 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા કીવી ટીમે 163/4 રન કર્યા હતા.
ગ્લેન ફિલિપ્સે 21 બોલમાં અણનમ 39 અને નીશમે 23 બોલમાં અણનમ 35 રન કર્યા હતા.
164 રનનો ટાર્ગેટ ચેઝ કરતા નામિબિયા માત્ર 111/7 જ કરી શક્યું અને મેચ હારી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...