ICC T-20 વર્લ્ડ કપના ગ્રુપ-2ની 37મી મેચમાં ભારતે સ્કોટલેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં ટોસ હાર્યા પછી સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટસેનાએ નેટ રન રેટ વધારવા 43 બોલમાં આ ટાર્ગેટ ચેઝ કરવાનો હતો, જેને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા અને કે.એલ.રાહુલે વિસ્ફોટક શરૂઆત આપી હતી. આની સહાયથી ટીમે 39 બોલમાં જ સ્કોર ચેઝ કરી NRR +1.619 કરી લીધો છે. તો ચલો, હવે આપણે સેમી-ફાઇનલ સુધી પહોંચવા માટે કેવાં-કેવાં સમીકરણો ભારતને સહાય કરશે એની વિગતવાર માહિતી મેળવીએ.....
ન્યૂઝીલેન્ડે 1 મેચ હારવી જ જોઈએ
સુપર-12ની મેચમાં ભારતે સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે તમામ ભારતીય ચાહકોની નજર 7 નવેમ્બરે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પર રહેશે. જો અફઘાનિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી દે તો ત્રણેય ટીમના 6-6 પોઈન્ટ થઈ જશે. આવામાં નેટ રન રેટના આધારે સેમી-ફાઇનલ ટીમની જાહેરાત થશે.
જો અત્યારે જોવા જઈએ તો ભારતનો નેટ રન રેટ ગ્રુપ-2ની અન્ય ટીમ કરતાં વધુ છે. વળી, ત્યાર પછી ભારતે તેની છેલ્લી ગ્રુપ મેચ 8 નવેમ્બરે નામીબિયા સામે રમવાની છે. તો આ મેચના આધારે આપણે વધુ એક મેચ મોટા માર્જિનથી જીતી સેમી-ફાઈનલમાં ક્વોલિફાય કરી શકીશું. (આ તમામ સમીકરણ ત્યારે કામ લાગશે જ્યારે ન્યૂઝીલેન્ડ હવે અફઘાનિસ્તાન સામે હારી જાય).
પોઈન્ટ ટેબલનું ગણિત
અફઘાનિસ્તાન પાસે ભારત માટે સેમી-ફાઇનલની ચાવી
અફઘાનિસ્તાને 7 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે. જો અફઘાનિસ્તાનની ટીમ આ મેચ જીતી જશે તો ભારતીય ટીમની સેમી-ફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. વળી, આની સાથે ભારતીય ચાહકોએ એવી પણ આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાન મોટા માર્જિનથી જીતશે નહીં. ત્યાર પછી ભારતે 8 નવેમ્બરે નામીબિયા સામે મેચ રમવાની છે. અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચથી તમામ સમીકરણો ભારતીય ખેલાડીઓની સામે રહેશે. તેમને એ પણ જાણ રહેશે કે ભારતે કેટલા રન કે વિકેટથી મેચ જીતવી પડશે.
જો ગ્રુપ-2માં ભારત, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન 6-6 પોઈન્ટ સાથે રહેશે તો તેવામાં નેટ રન રેટના આધારે ઈન્ડિયન ટીમ ક્વોલિફાય કરી શકે છે.
IND v/s સ્કોટલેન્ડ મેચમાં આટલા રેકોર્ડ બન્યા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.