T20 વર્લ્ડ કપનો મોજ કરાવતો વીડિયો:સ્કોટલેન્ડના ખેલાડીએ ફટકાર્યો એવો શોટ, મેદાન પર ફોટો લેવા મજબૂર થયા બોલ્ટ

એક મહિનો પહેલા

બુધવારે ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમવામાં આવેલી મેચમાં સ્કોટલેન્ડના ઓપનર જ્યોર્જ મુન્સીએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટર બોલર ટ્રેન્ટ બોલ્ટના બોલ પર એવો શોટ માર્યો કે તેઓ ગ્રાઉન્ડ પર જ એમનો ફોટો ક્લિક કરવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મુન્સીનો આ શોટ જોઈને કીવી બોલર પર આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બીજા ઓવરના છેલ્લા બોલ પર સ્કોટલેન્ડના ઓપનરે સીધી બેટિંગ કરીને સ્ટ્રેટ ડાઈવ રમ્યો હતો. સીધી ફોર ગઈ હતી. બોલ્ટને પણ આ શોટ જોઈને મજા પડી ગઈ અને તેથી તે પોતાના હાથેથી જ ફોટો પાડવાનો ઈશારો કરવા લાગ્યા હતા. ICCએ આ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, જ્યોર્જ મુન્સી દ્વારા એક શાનદાર શોટ, ટ્રેન્ટ બોલ્ટ પણ તેના વખાણ કર્યા વગર રહી ના શક્યા.

મેચમાં શું થયું?
T20 વર્લ્ડ કપની 32મી મેચમાં ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને 16 રનથી હરાવ્યું હતું. કીવી ટીમની આ ત્રીજી મેચમાં બીજી જીત હતી. આ મેચમાં જીત મેળવ્યા પછી તેઓ ટેબલમાં ચોથા નંબરે આવી ગયા છે. હવે આ ટીમનો સેમીફાઈનલમાં પહોંચવાનો દાવો વધારે મજબૂત થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ લઈને પાંચ વિકેટ પર 172 રનનો સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટ પૂરો કરવા સ્કોટલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 93 રન કરીને આ ઈનિંગ દરમિયાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના 3000 રન પણ પૂરા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...