કેચમાં પણ પાર્ટનરશિપ:શ્રીલંકા વિરુદ્ધ ઇંગ્લેન્ડના ખેલાડીએ બાઉન્ડરી પર જંપ મારીને કેચ ઝડપ્યો, બોલ ઉછાળીને બીજા ખેલાડીને આપી દીધો

એક મહિનો પહેલા

સોમવારે ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. ઈંગ્લેન્ડે શાનદાર મેચ રમી હતી અને મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, જેમાં ઈંગ્લેન્ડના જેસન રોય અને સેમ બિલિંગ્સે શાનદાર કેચ ઝડપ્યો હતો. તેમણે સાથે મળીને એવો કેચ પકડ્યો કે જોનારાઓ જોતા રહી ગયા.

શ્રીલંકાની ઈનિંગ દરમિયાન હસરંગા 21 બોલમાં 34 રને બેટિંગ કરી રહ્યો હતો અને ટીમને ટાર્ગેટની નજીક લઈ જઈ રહ્યો હતો. ત્યારે જ હસરંગાએ 17મી ઓવરના પાંચમા બોલ પર મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બાઉન્ડરી તરફ જઈ રહ્યો હતો, પરંતુ જેસન રોય સુપરમેનની જેમ ઊડીને બોલ પકડ્યો અને જ્યાં સુધી તેનું શરીર બાઉન્ડરીલાઇન સ્પર્શ કરે એ પહેલાં તેણે બોલ તેના સાથી ખેલાડી તરફ ફેંકી દીધો.

બિલિંગ્સે સરળતાથી કેચ ઝડપ્યો
બિલિંગ્સે સરળતાથી આ કેચ પકડી લીધો. ICCએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ કેચ એટલો અઘરો હતો કે બેટ્સમેન અને અમ્પાયર પણ ચોંકી ગયા હતા.

અમ્પાયરને લાગ્યું કે બોલ જમીનને અડી ગયો છે, તેથી તેમણે થર્ડ અમ્પાયરની મદદ લીધી, પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ જમીન સાથે નથી સ્પર્શ્યો અને જેસન રોય તથા સેમ બિલિંગ્સે મળીને શાનદાર કેચ પકડ્યો છે.

મેચમાં શું થયું?
મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26 રનથી હરાવ્યું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે જોસ બટલરની 101 રનોની અણનમ ઈંનિગ્સને કારણે 20 ઓવરમાં 163/4 રનનો સ્કોર બનાવ્યો. 164 રનનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...