ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11:પાકિસ્તાન વિરૂદ્ધ 'કોહલી એન્ડ ટીમ' લગભગ નક્કી, આ 11 મહારથી ખેલાડી સાથે ઉતરશે 'વિરાટ' સેના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે આયોજિત મેચનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. 2 વર્ષ પછી ફરી એકવાર ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમ 24 ઓક્ટોબરે દુબઈના મેદાન પર સામ-સામે આવી ગઈ છે. આ હાઈવોલ્ટેજ મેચ માટે ક્રિકેટ જગતમાં ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11 કંઈ હશે એ અંગે સવાલ ઊઠી રહ્યા છે.

ભારતે આ બંને વોર્મ અપ મેચમાં શાનદાર પ્રદર્શન દાખવ્યું છે. ઇંગ્લેન્ડની ટીમને 7 વિકેટ અને ઓસ્ટ્રેલિયન ટીમને 8 વિકેટથી હરાવી બંને મેચ જીતી લીધી હતી. તો ચલો આપણે આ બંને મેચના આધારે પાકિસ્તાન વિરૂદ્ધ ઈન્ડિયન ટીમની શું પ્લેઇંગ-11 હોઈ શકે છે એનું અનુમાન લગાવીએ.....

વિશ્વની સૌથી આક્રમક ઓપનિંગ જોડી
આમાં ઈન્ડિયન ટીમની ઓપનિંગ જવાબદારી વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને કે.એલ.રાહુલ પર જ છે. બંને ખેલાડી અત્યારે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે, તેમણે પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી ટીમને સારી સ્થિતિમાં પહોંચાડવાની જરૂર રહેશે. રાહુલની વાત કરીએ તો તે બંને વોર્મઅપ મેચમાં 51 રન અને 39 રન કરી સારા ફોર્મમાં છે. વળી હિટમેનની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા સામે 41 બોલમાં 60 રન કરી ફોર્મમાં વાપસી કરી હતી.

નંબર-3 પર કેપ્ટન કોહલી જ ઈન્ડિયન ટીમની જવાબદારી સંભાળશે. પહેલી વોર્મઅપ મેચમાં વિરાટે સ્પષ્ટ કરી દીધું હતું કે રાહુલ-રોહિત ઓપન કરશે અને તે નંબર-3માં બેટિંગ કરતો જોવા મળશે. જોકે વિરાટ કોહલી હાલ સારા ફોર્મમાં જોવા મળ્યો નથી, વળી તે પહેલી વોર્મઅપ મેચમાં પણ 11 રનના સ્કોર પર આઉટ થઈ જતા કેપ્ટન કોહલીએ આક્રમક ફોર્મમાં પરત ફરવાની જરૂર છે.

મજબૂત મિડલ ઓર્ડર
મિડલ ઓર્ડરમાં નંબર-4ની જવાબદારી સૂર્યકુમાર યાદવ અને પછી રિષભ પંત સંભાળી લેશે. અત્યારે આ બંને ખેલાડીએ વોર્મઅપ મેચમાં સારી બેટિંગ કરીને ફોર્મમાં વાપસીનો સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રિષભે પહેલી વોર્મઅપ મેચ સિક્સ મારીને ટીમને જિતાડી હતી. તેવામાં સૂર્યકુમાર યાદવની છેલ્લી IPL મેચમાં તેણે હૈદરાબાદ સામે 40 બોલમાં 82 રન કર્યા હતા અને બીજી વોર્મઅપ મેચમાં તેણે 27 બોલમાં 38* રન કર્યા હતા.

વિસ્ફોટક ફિનિશર
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે પાકિસ્તાન વિરૂદ્ધ બોલિંગ કરશે કે નહીં એના પર સસ્પેન્સ યથાવત છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે હાર્દિક પાકિસ્તાન વિરૂદ્ધ ફિનિશરની ભૂમિકા ભજવતો જરૂર નજરે પડશે. હાર્દિક છેલ્લી ઓવરમાં આક્રમક શોટ્સ મારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવા માટે સક્ષમ છે. તેવામાં તેણે બીજી વોર્મઅપ મેચમાં 8 બોલમાં 14 રન કર્યા હતા, વળી સિક્સ મારી મેચ પણ જિતાડી હતી.

2 સ્પિનર્સને તક મળશે
પાકિસ્તાન વિરૂદ્ધ વિરાટ કોહલી 2 સ્પિન બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે. તેવામાં જાડેજાનું સ્થાન નક્કી છે પરંતુ વરુણ/અશ્વિનમાંથી કોઈ એક ખેલાડી ટીમમાં સામેલ થઈ શકે છે. જાડેજાએ પણ IPL ફેઝ-2માં એક સારા ફિનિશર તરીકે ઘણી મેચમાં ભાગ ભજવ્યો છે અને ટીમને મેચ જિતાડી છે.

બીજા સ્પિનરમાં આર.અશ્વિન અને વરુણ ચક્રવર્તી વચ્ચે કોની પસંદગી થાય એ અંગે ચર્ચા થઈ શકે છે. પરંતુ વરુણનું સ્થાન પ્લેઇંગ-11માં લગભગ નક્કી છે. તેણે UAEમાં 23 T-20 મેચ રમી છે જેમાં 28 વિકેટ પણ પોતાને નામ કરી છે. વરુણને પાકિસ્તાન વિરૂદ્ધ એક મિસ્ટ્રી સ્પિનર તરીકે જોવામાં આવે છે, જો તે સારા ફોર્મમાં રહ્યો તો મિડસ ઓવર્સમાં સામેની ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

અનુભવી પેસ અટેક
ફાસ્ટ બોલર્સમાં ઈન્ડિયન ટીમ મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ-11માં તક મળી શકે છે. શમી અત્યારે શાનદાર લયમાં જોવા મળે છે તેણે IPL ફેઝ-2ની 6 મેચમાં 11 વિકેટ લીધી છે. શમી સિવાય બુમરાહે પણ છેલ્લી 7 T-20 મેચમાં માત્ર 14.53ની એવરેજથી 15 વિકેટ લીધી હતી.

આ બંને સ્ટાર બોલર્સની સાથે ભુવનેશ્વર કુમારને સ્થાન મળી શકે છે. ભુવીએ ભલે પહેલી વોર્મઅપ મેચમાં રન લૂટાવ્યા હતા, પરંતુ તેનો અનુભવ ઈન્ડિયન ટીમને ઘણો સહાય પૂરી પાડી શકે છે. જેથી પાકિસ્તાન વિરૂદ્ધ તેને પ્લેઇંગ-11માં સ્થાન મળી શકે છે. ભુવનેશ્વરે ઈન્ડિયા માટે 51 T-20 મેચમાં 50 ખેલાડીને આઉટ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...