ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન:કેપ્ટન ફિન્ચને ભેટીને રડવા લાગ્યો ગ્લેન મેક્સવેલ, સાથી ખેલાડીઓ પણ ભાવુક થયા, વીડિયો વાઇરલ

23 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા T20માં ચેમ્પિયન બન્યું હતું. જીત પછી મેક્સવેલ એટલો બધો ઈમોશનલ બની ગયો હતો કે તે કેપ્ટન ફિંચને ભેટીને રડવા લાગ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની આ જીતમાં મિશેલ માર્શે 50 બોલમાં 77 રન બનાવ્યા હતા અને ડેવિડ વોર્નરે 38 બોલમાં 53 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ જેવી જીતી તે તમામ ખેલાડીઓ જીતની ઉજવણી કરવા લાગ્યા. તમામ ખેલાડી માર્શની તરફ ભાગવા લાગ્યા હતા અને તેને ભેટી પડ્યા હતા. ઓસ્ટ્રેલિયા 14 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ ફોર્મેટમાં ચેમ્પિયન બનતાં તમામ ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. 18 બોલમાં 28 રન બનાવી નોટ આઉટ રહેનાર ગ્લેન મેક્સવેલ પોતાના કેપ્ટન ફિંચને ભેટીને રડી પડ્યો હતો. ICCએ આ ઉજવણીનો વીડિયો પણ શેર કર્યો હતો, જે ઘણો વાઈરલ થયો છે.

મેચમાં શું થયું
ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટના નુકસાને 172 રન બનાવ્યા હતા. કેન વિલિયમ્સને સૌથી વધારે 85 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં બે વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો. માર્શ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. વોર્નર પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...