T-20 વર્લ્ડ કપની પહેલી મેચ:કોણે પહેલો બોલ ફેંક્યો-પહેલો ચોગ્ગો કોણે માર્યો; પહેલા DRSમાં શું થયું અને ફર્સ્ટ ફિફ્ટી કોણે મારી તેની કહાણી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાતમા T-20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ઓમાને પહેલી મેચમાં 10 વિકેટથી પેપુઆ ન્યૂ ગિનીને હરાવી એકતરફી જીત દાખવી હતી. આમ જોવા જઈએ તો આ મેચ ક્વોલિફાયર રાઉન્ડની હતી, પરંતુ આમા નોંધાયેલા દરેક રેકોર્ડ્સ વર્લ્ડ કપની રેકોર્ડ બુકમાં સામેલ થઈ ગયા છે.

વર્લ્ડ કપનો પહેલો ટોસ
T-20 વર્લ્ડ કપનો પહેલો ટોસ ઓમાનના કેપ્ટન જિશાન મકસૂદે જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.

પહેલો બોલ અને પહેલી વિકેટ
ટૂર્નામેન્ટનો પહેલો બોલ બિલાલ ખાને પાપુઆ ન્યૂ ગિનીના બેટર ટોની ઉરાને ફેંક્યો હતો. આ ડોટ બોલ રહ્યો હતો. તેવામાં પહેલી ઓવરમાં જ પહેલી વિકેટ લઈને બિલાલે બંને રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. તેણે પાંચમા બોલ પર ટોની ઉરાને બોલ્ડ કર્યો હતો. આ ઓવર મેડન રહી હતી. આ ટૂર્નામેન્ટનો પહેલો રન ન્યૂ ગિનીના અમીનીએ ઓમાનના કલીમુલ્લાહના બોલ પર કર્યો હતો. આ રન બીજી ઓવરના છેલ્લા બોલ પર આવ્યો હતો.

પહેલો ચોગ્ગો અને છગ્ગો
ટૂર્નામેન્ટનો પહેલો ચોગ્ગો પેપુઆ ન્યૂ ગિનીના બેટર અમીનીએ ઓવરના પાંચમા બોલ પર માર્યો હતો. ઓમાનનો બિલાલ આ ઓવર કરી રહ્યો હતો.
આ ઈનિંગનો પહેલો છગ્ગો છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર વાગ્યો હતો. ઓમાનના નદીમની ઓવરમાં પેપુઆ ન્યૂ ગિનીના અમીનીએ મિડવિકેટમાં સિક્સ મારી હતી.

પહેલો DRS
T-20 વર્લ્ડ કપમાં પહેલો DRSનો ઉપયોગ 10મી ઓવરના ત્રીજા બોલ પર થયો હતો. પાપુઆ ન્યૂ ગિનીનો બેટર વલા બેટિંગ કરી રહ્યો હતો ત્યાકે એની વિરૂદ્ધ ઓમાનના ખાવર અલીએ LBW અપીલ કરી હતી. જેને ફિલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાએ નકારી કાઢતા , ઓમાનના કેપ્ટને DRSનો પ્રયોગ કર્યો હતો. જોકે આમાં અમ્પાયર્સ કોલ આવતા બેટર આઉટ નહોતો થયો અને DRS પણ બચી ગયો હતો.

ટૂર્નામેન્ટની પહેલી ફિફ્ટી
આ T-20 વર્લ્ડ કપની પહેલી ફિફ્ટી પાપુઆ ન્યૂ ગિનીના કેપ્ટન અસદ વલાએ મારી હતી. તેણે 13મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ મારી પોતાની ફિફ્ટી નોંધાવી હતી. ઓમાનનો જીશાન મકસૂદ આ ઓવર કરી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...