કાંગારુ v/s કિવીની મેચ તસવીરોમાં:વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી વોર્નરનું વિચિત્ર સેલિબ્રેશન, કોચ પણ જોતા રહી ગયા; AUS પ્લેયર્સે કાંગારુની જેમ કૂદકા માર્યા

19 દિવસ પહેલા

T-20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલાં 8 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. 14 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયા T-20 ચેમ્પિયન બન્યું હોવાથી ડેવિડ વોર્નર સહિત તમામ ખેલાડી કાંગારુની જેમ કૂદકા મારવા લાગ્યા હતા. તેવામાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાની સાથે ડેવિડ વોર્નર તેના સેલિબ્રેશનને લઈને ચર્ચામાં આવ્યો હતો. અત્યારે તેની આઉટ થયા પછીની ઊગ્ર પ્રતિક્રિયા સહિત વિનિંગ સેલિબ્રેશનની તસવીર વાઈરલ થઈ રહી છે. ચલો આપણે વર્લ્ડ કપની ટાઈટલ મેચ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ.....

વોર્નરની પ્રતિક્રિયાઓ..તથા કેપ્ટન ફિંચનો કાંગારુ કૂદકો વાઈરલ

મેચમાં આઉટ થયા પછી ડેવિડ વોર્નરે ગુસ્સામાં બેટ પર મુક્કો માર્યો હતો. તમને જણાવી દઈએ કે સેમી-ફાઇનલમાં NZના બેટર કોનવેએ આવી જ રીતે બેટ પર મુક્કો માર્યો હતો, જેથી તે ઈજાગ્રસ્ત થતાં ફાઇનલ રમી શક્યો નહોતો.

વોર્નરે વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી કંઈક આવી રીતે જોશમાં સેલિબ્રેશન કર્યું હતું, જેને કોચ લેંગર પણ જોતા રહી ગયા હતા. વળી, પાછળ કેપ્ટન એરોન ફિંચ પણ જાણે કાંગારુની જેમ કૂદતા હોય એવું જોવા મળ્યું હતું.

મેચ તસવીરોમાં....

મેચ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ જાણે ઓસ્ટ્રેલિયાને ગપ્ટિલ અને સાઉદીથી બચીને રહેવાનો સંદેશ આપતી હોય એમ જોવા મળ્યું હતું.

PAK સામે સેમી-ફાઇનલની મેચના હીરો મેથ્યુ વેડ અને સ્ટોઈનિસ સાથે ટ્રેનિંગ કરતા જોવા મળ્યા હતા.

ફાઇનલની ગણતરીની મિનિટમાં બંને કેપ્ટને ટ્રોફી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બંને ટીમ મેદાનમાં ઊતરી ત્યારે કંઈક આવી રીતે તેમનું સ્વાગત કરાયું હતું.

ન્યૂઝીલેન્ડના બંને ઓપનર ગપ્ટિલ અને મિચેલ મેદાન પર ઊતર્યા.

ટોસ હાર્યા પછી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી. પહેલી વિકેટ માટે ડેરિલ મિચેલ અને માર્ટિન ગપ્ટિલ વચ્ચે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેવામાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મિચેલ (11 રન)ને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી.

પહેલી વિકેટ પડ્યા પછી કિવી ટીમ ધીમી બેટિંગ કરી રહી હતી. આ દરમિયાન કિવી બોલર ટ્રેંટ બોલ્ટ પણ ચિંતામાં મુકાઈ ગયો હતો.

મેચ જોવા માટે ભારતીય દર્શકો પણ સ્ટેડિયમમાં આવ્યા હતા.

કેન વિલિયમ્સને વિસ્ફોટક બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે કાંગારુની જેમ શોટ્સ માર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સને 48 બોલમાં 85 રન કર્યા હતા.

કોચ જસ્ટિન લેંગર ગેમ પ્લાન જણાવવા માટે મેદાનમાં ડ્રિંક્સ લઈને આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન પેસ અટેક સામે કિવી ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા.

T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 15 રનના સ્કોર પર કેપ્ટન ફિંચ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તો બીજી બાજુ ટ્રેંટ બોલ્ટે આ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈ NZને પહેલી સફળતા અપાવી હતી.

મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ઈનિંગ સંભાળી હતી. તેમણે 59 બોલમાં 92 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.

ટ્રેંટ બોલ્ટે વોર્નર (53 રન)ને આઉટ કરી આ જોડી તોડી હતી.

આઉટ થયા પછી વોર્નરે બેટને મુક્કો માર્યો
આઉટ થયા પછી વોર્નરે બેટને મુક્કો માર્યો
મિચેલ માર્શે 50 બોલમાં 77 રન કરી મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.

ટીમને જિતાડવા માટે મેક્સવેલે સાઉદીની ઓવરમાં ચોગ્ગો મારી વિનિંગ શોટ માર્યો હતો.

મેક્સવેલના ચોગ્ગા સાથે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ બોલ બાઉન્ડરી લાઈનની બહાર પહોંચે એ પહેલાં મેદાનમાં દોડી આવ્યા હતા.

ડેવિડ વોર્નરને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...