T20 વર્લ્ડ કપમાં ધનવર્ષા:ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને મળ્યા 12 કરોડ, ન્યૂઝીલેન્ડ પણ માલામાલ; ટીમ ઈન્ડિયાને મળ્યા 52 લાખ રૂપિયા

15 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા અને રનર-અપ ન્યૂઝીલેન્ડને લગભગ 6 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

સેમિ-ફાઈનલમાં પહોંચનાર ટીમોને અને ભારતને શું મળ્યું?

સેમિફાઈનલમાં પહોંચનાર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમને લગભગ 3 કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-12માં બહાર થનારી દરેક ટીમને 52 લાખ રૂપિયા મળ્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

કોણે કેટલા રન બનાવ્યા?
ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમે બનાવ્યા. તેણે 6 મેચમાં 303 રન બનાવ્યા હતા. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર રહ્યો, તેણે સાત મેચમાં 289 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન રહ્યો. તેણે છ મેચમાં 281 રન બનાવ્યા હતા. ચોથા નંબરે ઈંગ્લેન્ડનો ઓપનર બટલર રહ્યો, તેણે છ મેચમાં 269 રન બનાવ્યા હતા.

કોણે સૌથી વધારે વિકેટ લીધી?
ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ શ્રીલંકાના વાનિંદુ હસંરગાએ લીધી. તેણે 16 વિકેટ લીધી હતી. બીજા નંબરે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો એડમ ઝામ્પા રહ્યો. તેણે 7 મેચમાં 13 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડના બોલ્ટે પણ 13 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશના શાકિબ અલ હસને અને જોશ હેઝલહુડે 11-11 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...