IND v/s અફઘાનિસ્તાન:ભારતે 66 રનથી AFGને હરાવ્યું, નેટ રન રેટ વધતા સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત; શમીએ 3 વિકેટ લીધી

24 દિવસ પહેલા
 • 4 વર્ષ બાદ T20i પ્લેઇંગ-11માં અશ્વિનની વાપસી

સતત 2 મેચમાં મળેલી હાર પછી છેવટે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપમાં પહેલી મેચ જીતી છે. ટૂર્નામેન્ટની 33મી મેચમાં ભારતને અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા. જેમાં રોહિત શર્મા (74) અને કે.એલ.રાહુલે (69) મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ હાઈસ્કોરને ચેઝ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 144 રન કર્યા હતા, જેથી ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

અફઘાનિસ્તાની ઓપનર્સ ફેલ

 • ટાર્ગેટ ચેઝ કરતા સમયે અફઘાનિસ્તાનની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર શમીએ શહેઝાદ(0)ને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • ત્યારપછી બુમરાહે પણ ચોથી ઓવરના પહેલા બોલ પર ઝઝઈને આઉટ કરી અફઘાનિસ્તાની ટીમના બંને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા હતા. ઝઝઈ 1 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાયથી 13 રન કરી આઉટ થયો હતો.

ઈન્ડિયન ટીમ 200 પાર સ્કોર નોંધાવનારી આ વર્લ્ડ કપની પહેલી ટીમ

 • બંને ઓપનરના આઉટ થયા પછી હાર્દિક પંડ્યા અને પંતે બેટિંગની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન અબુધાબીમાં તેમણે વિસ્ફોટક બેટિંગ કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો.
 • હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 35 રન તથા રિષભ પંતે 13 બોલમાં 27 રન કર્યા હતા.
 • પહેલી 2 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ ઈન્ડિયન ટીમે આ મેચમાં 20 ઓવર દરમિયાન 2 વિકેટના નુકસાને 210 રન કર્યા હતા.
 • UAEમાં આયોજિત આ T-20 વર્લ્ડ કપમાં 200 રનના સ્કોરનો આંકડો પાર કરનારી પહેલી ટીમ બની વિરાટ સેના

બંને ઓપનર્સની વિસ્ફોટક ફિફ્ટી

 • કોહલી પછી રોહિત શર્મા T-20 ફોર્મેટમાં 9500+ રન કરનારો બીજો ભારતીય બન્યો.
 • રોહિતે T20iમાં 23મી અર્ધસદી અને રાહુલે 13મી અર્ઘસદી નોંધાવી.
 • 15મી ઓવરના ચોથા બોલ પર કવર્સમાં શોટ મારવા જતા રોહિત શર્મા આઉટ થયો હતો. અફઘાનિસ્તાની બોલર જનતે ફુલર લેન્થ બોલ પર હિટમેનને આઉટ કર્યો હતો.
 • રોહિતે 8 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 47 બોલમાં 74 રન કર્યા હતા.

પાવરપ્લેમાં રાહુલ રોહિતની જોડી હિટ

 • ઈન્ડિયન ટીમે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા વિસ્ફોટક શરૂઆત કરી હતી.
 • ટીમના બંને ઓપનરે પહેલી ઓવરથી જ ચોગ્ગા મારવાનું શરૂ કરી દીધું હતું.
 • બીજી ઓવરમાં રોહિત-રાહુલની જોડીએ 2 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાથી 16 રન સ્કોરબોર્ડમાં જોડ્યા હતા.
 • આ બંને ઓપનરની જોડીની વિસ્ફોટક બેટિંગની સહાયથી પાવરપ્લે સુધી ટીમનો સ્કોર 53/0 રહ્યો હતો.
 • વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સતત ત્રીજી મેચનો ટોસ હાર્યો
 • રવિચંદ્રન અશ્વિને ચાર વર્ષ અને ત્રણ મહિના પછી T20Iમાં વાપસી કરી

સતત બે મેચ હાર્યા બાદ કોહલી એન્ડ કંપની આ મેચમાં અફઘાન ટીમને હળવાશથી લઈ શકે તેમ નથી. તેવામાં આજે બુધવારે નિર્ણાયક મેચ પહેલા વિરાટ-રોહિતે સાથે પ્રેક્ટિસ કરી હતી. જેનો વીડિયો BCCIએ શેર કર્યો હતો.

ભારત માટે ઓછામાં ઓછી બે શરતો પૂરી કરવી આવશ્યક

 • અત્યારે કેટલાક એવા સમીકરણો છે જેના હેઠળ ભારત સેમિફાઇનલમાં પહોંચી શકે છે. આ માટે પહેલી શરત એ છે કે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને મોટા માર્જિનથી હરાવવું પડશે.
 • બીજી શરત એ છે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી દે.
 • ભારતે તેની છેલ્લી બે મેચો પણ મોટા માર્જિનથી જીતીને તેનો નેટ રન રેટ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંને કરતા સારો કરવો પડશે.

પિચ અને કંડિશન
આ વર્લ્ડ કપમાં લક્ષ્યનો પીછો કરતા ટીમોએ અબુધાબીમાં 8 મેચમાંથી 6 મેચ જીતી છે. તેથી આ વખતે પણ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડીંગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બંને ટીમની પ્લેઈંગ-11

 • ભારત- રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીંદ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ
 • અફઘાનિસ્તાન- હઝરતુલ્લાહ ઝઝઈ, મોહમ્મદ શહેઝાદ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, શરફુદ્દીન અશરફ, રાશિદ ખાન, ગુલબદીન નઈબ, નવીન ઉલ હક, હામિદ હસન, કરીમ જનત

બે વર્ષ પહેલા પરિસ્થિતિ ખરાબ હતી
PAK અને NZ સામે ભારતીય ટીમના પ્રદર્શનને જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે અફઘાનિસ્તાનની ટીમ પણ ટીમ ઈન્ડિયાને આકરો પડકાર આપશે. માત્ર બે વર્ષ પહેલા રમાયેલા 2019 ODI વર્લ્ડ કપને યાદ કરો... ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી અને સમગ્ર મેચ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમ ભારત પર પ્રભુત્વ જમાવી બેઠી હતી.

 • ટોસ જીત્યા બાદ ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિગ્ગજો અને અનુભવી ખેલાડી હોવાથી ઈન્ડિયન ટીમ પાસેથી હાઈસ્કોરની અપેક્ષા હતી, પરંતુ ટીમ 50 ઓવરની ગેમમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 224 રન જ કરી શકી હતી.
 • આ ઈનિંગ દરમિયાન કેપ્ટન કોહલી (67) અને કેદાર જાધવ (52) સિવાય અન્ય ખેલાડીઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
 • AFGના બોલરોની સામે ભારતની અડધી ટીમ 192ના સ્કોર પર પેવેલિયનમાં પરત ફરી ગઈ હતી.

મેચ છેલ્લી ઓવર સુધી ગઈ

 • અફઘાનિસ્તાનને 225 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને 49મી ઓવર સુધી ટીમ મેચ જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહી હતી.
 • AFGને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. જોકે, મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને 11 રને મેચ જીતાડવામાં મદદ કરી હતી.
 • શમીએ ત્રીજા બોલ પર મોહમ્મદ નબી (52), ચોથા બોલ પર આફતાબ આલમ (0) અને પાંચમા બોલ પર મુજીબ ઉર રહેમાન (0)ને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને રોમાંચક જીત અપાવી હતી.

અનુભવના અભાવે અફઘાનિસ્તાન હાર્યું
ભારતે ભલે મેચમાં જીત મેળવી, પરંતુ એમ કહેવાય છેને કે એવી રમત બતાવો કે જીતનારી ટીમ પણ તમારી ફેન બની જાય... બસ આમ જ તે દિવસે અફઘાનિસ્તાનની ટીમ આવું કરવામાં સફળ રહી હતી. જો અફઘાનિસ્તાનના બેટ્સમેનોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધુ અનુભવ હોત તો કદાચ મેચનું પરિણામ ખરેખર અફઘાન ટીમની તરફેણમાં આવ્યું હોત.

વર્તમાન અફઘાનિસ્તાન ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સારો અનુભવ છે, જે ભારત સામે ટીમ માટે મોટું હથિયાર બની શકે છે.

PAKને પણ ટક્કર આપી

 • હવે આ વર્લ્ડ કપને જ લઈ લો... તાજેતરમાં જ ટૂર્નામેન્ટની 24મી મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. અફઘાન ટીમે એક વખત PAK માટે મેચ જીતવી મુશ્કેલ બનાવી દીધી હતી.
 • AFGએ પાકિસ્તાન સામે 148 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો અને PAKને જીતવા માટે 12 બોલમાં 24 રનની જરૂર હતી.
 • આની પહેલા અફઘાન ટીમે 16મી ઓવરમાં બાબર આઝમની અને 17મી ઓવરમાં શોએબ મલિકની વિકેટ લઈને મેચ જીવંત રાખી હતી.
 • જોકે, 18મી ઓવરમાં આસિફ અલીએ એક પછી એક ચાર છગ્ગા ફટકારીને PAKને મેચ જિતાડી હતી.
અન્ય સમાચારો પણ છે...