ઈન્ડિયા માટે 'રેડ અલર્ટ'!:PAK બેટિંગ ઓર્ડરનો સૌથી અઘરો કોયડો ઉકેલવો વિરાટસેના માટે જરૂરી, બાબર-રિઝવાનની જોડી T-20માં સુપર હિટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે અને ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની છે. 24 ઓક્ટોબરે, બંને ટીમે તેમના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી રહી છે. આ મેચ પહેલાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ ભૂતકાળના પ્રદર્શનના આધારે ઈન્ડિયન ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે.

જોકે પાકિસ્તાનની જોડી ઈન્ડિયાની ગેમ બગાડી શકે છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનની જોડી ટીમ ઈન્ડિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બંનેએ મળીને પાકિસ્તાન માટે ઘણી મોટી ભાગીદારી નોંધાવી છે અને ઘણી વખત તેમની ટીમ માટે મેચ જીતી છે.

બાબર અને રિઝવાનની જોડી સુપર હિટ
આમ જોવા જઈએ તો T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમે પાકિસ્તાન વિરુદ્ધ 5 મેચ રમી છે, જેની તમામ મેચ ઈન્ડિયાએ પોતાને નામ કરી લીધી છે. એવામાં આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ઓપનિંગ જોડી આ રેકોર્ડ બદલવાની સંપૂર્ણ કોશિશ કરશે. એવામાં બાબર અને રિઝવાનની જોડીએ T-20 ક્રિકેટમાં 57ની એવરેજથી 736 રન કર્યા છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં આ રેકોર્ડ પ્રશંસનીય છે.

ભારતના દૃષ્ટિકોણથી શિખર ધવન અને પૃથ્વી શોની જોડીએ અત્યારસુધીમાં 712 રન કર્યા છે, પરંતુ તે બંને ઈન્ડિયન ટીમમાં નથી. આ સિવાય કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલે મળીને 600થી વધુ રન કર્યા છે, પરંતુ મયંક અગ્રવાલ આ ટીમનો ભાગ નથી.

રિઝવાન આ વર્ષે સૌથી વધુ રન કરનારો ખેલાડી
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ આ વર્ષે 13 T-20 મેચમાં 736 રન કર્યા છે. આ દરમિયાન બંનેએ ત્રણ વખત સદીની પાર્ટનરશિપ અને બે વખત ફિફ્ટીની પાર્ટનરશિપ નોંધાવી છે. આમાંથી, 521 રન બંનેએ ઇનિંગની શરૂઆત દરમિયાન કર્યા હતા.

આ દરમિયાન તેમની મોટી ભાગીદારી 197 રનની હતી. આ બંને ખેલાડી પાવરપ્લેમાં શાનદાર બેટિંગ કરે છે અને ત્યાર પછી પણ બંને પાસે ઝડપથી રન કરવાની ક્ષમતા છે. એને કારણે આ જોડી ભારત માટે વિસ્ફોટક સાબિત થઈ શકે છે. ઈન્ડિયન બોલર્સે તેમને કોઈપણ સંજોગોમાં વહેલી તકે આઉટ કરવાનો રસ્તો શોધવો પડશે.

બાબરનું વિસ્ફોટક ફોર્મ ચિંતાનો વિષય
બાબર આઝમ લાંબા સમયથી પાકિસ્તાન માટે સારી બેટિંગ કરી રહ્યો છે અને તેણે પોતાના પ્રદર્શન દ્વારા ટીમ માટે ઘણી મેચ જીતી છે. આ વર્ષે રિઝવાનના સારા ફોર્મે પાકિસ્તાનને એક મજબૂત સ્તરે લઈ જવામાં ઘણી સહાય કરી છે. રિઝવાન આ વર્ષે સૌથી વધુ રન કરનારો ખેલાડી છે.

તેણે 2021માં 17 મેચમાં 752 રન કર્યા છે. આ દરમિયાન તેની એવરેજ 94ની રહી છે. બીજી બાજુ, આ રોલમાં બાબર આઝમ બીજા સ્થાને છે. તેણે 17 મેચમાં 37ની એવરેજથી 523 રન કર્યા છે. આ બંને ખેલાડી વર્લ્ડ કપની મેચમાં ઈન્ડિયા માટે રેડ અલર્ટ સમાન બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...